તક્ષશીલ અગ્નિકાંડમાં જીવ જોખમમાં મુકીને બાળકોને બચાવનાર જતીન માટે ગુજરાતીઓનું દિલ ધડ્ક્યું- લોકોએ કરી લાખો રૂપિયાની સહાય

ગુજરાતના ભયંકર અકસ્માત એવા તક્ષશીલ અગ્નિકાંડને કોઈ કેવી રીતે ભૂલી શકે. હાલ જ આ અગ્નિકાંડને ત્રણ વર્ષ પુરા થયા અને આ દરમિયાન પોતાના જાનની બાઝી લગાવીને 15 બાળકોને આગની લપેટોથી બચાવનાર જતીન નાકરાણીની કહાની બધા લોકોએ સાંભળીને વખાણી. પણ અગ્નિકાંડના ત્રણ વર્ષ પછી જતીનની સ્થિતિ કેવી હતી એ કોઈએ જોયું નહતું.

હાલ આ અગ્નિકાંડને ત્રણ વર્ષ થયા ત્યારે દરેક લોકોને એ હીરો વિશે યાદ આવ્યું અને અંતે જતીનની કહાની અને પરિસ્થિતિ લોકો સમક્ષ આવી. જતીન નાકરાણી 3 વર્ષથી તે પથારીવશ છે. સાથે જ તેમના પરિવારની આર્થીક સ્થિતિ પણ ખુબ ખરાબ છે આં વાત બહાર આવતા લોકોએ જતીનના પરિવાર માટે મદદનો હાથ લંબાવ્યો છે. આ વાતની જાણ થતા ડાયમંડ ઈન્ડસ્ટ્રી કરિયર ફાઉન્ડેશને જતીનના પરિવાર માટે એક વર્ષ ચાલે એટલા અનાજ કરિયાણાની કિટ પહોંચાડી. ત્યાર બાદ સુરત શહેરના અનેક લોકો અને સંસ્થા જતિનની મદદ માટે આગળ આવી છે.
આટલું જ નહીં પણ વાત ફેલાતા સમગ્ર ગુજરાતમાંથી લોકો જતીનના પરિવારને આર્થીક રીતે મદદ કરવા આગળ આવ્યા છે. અને ધીરે ધીરે ભારતવર્ષ અને ભારતની બહાર રહેતા ગુજરાતીઓ પણ જતિનની મદદ માટે રૂપિયા મોકલાવી રહ્યા છે. અત્યાર સુધી ડાયમંડ કરિયર ફાઉન્ડેશન 6 લાખ રૂપિયા, શ્રી-સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ 5 લાખ રૂપિયા અને કાઠિયાવાડી મિત્ર મંડળ (હોંગકોંગ) 5 લાખ રૂપિયાની સહાય કરી છે આ ઉપરાંત બીજા ઘણા લોકોએ નાની-મોટી સહાય કરીને માનવતા દાખવી છે.


આટલું જ નહીં જતીન નાકરાણીના ક્લાસમાં ભણતી વિદ્યાર્થિની જે હવે અમેરિકા સેટલ થઈ ગઈ છે એ આવા સમયમાં તેમના ગુરુની મદદ માટે આગળ આવી અને પોતાની સેલેરીમાંથી 1 5 હજાર રૂપિયાની આર્થીક સહાય કરીને ગુરુદક્ષિણા ચૂકવી છે. જયારે લોકો કોઈ સ્વાર્થ વિના માનવતા દાખવીને કોઈને આર્થીક સહાય કરે ત્યારે એવું લાગે છે દુનિયામાં માણસાઈ હજુ છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.