કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે ચોંકાવનારી આગાહી કરી ! ગુજરાત મા આ ક્ષેત્ર મા વરસાદ…

7 માર્ચ ગુજરાત ના સુરત,વડોદરા,ભાવનગર,અમરેલી,ખેડા,આણંદ વગેરે જિલ્લામાં કમોસમી વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 7 થી 9 માર્ચ દરમિયાન દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર ના કેટલાક જિલ્લા માં હળવા થી મધ્ય્મ વરસાદ પડી શકે છે. આમ વરસાદ ની આગાહી ની વચ્ચે ખેડૂતો ની માથે ચિંતાના વાદળો ધેરાય ગયા છે.

હવામાન વિભાગે 7-માર્ચ છોટા-ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ માં અને 8-માર્ચે પંચમહાલ,દાહોદ, મહીસાગર, અરવલ્લી, ખેડા, આણંદ, સુરત, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, માં અને 9-માર્ચે છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ, ભાવનગર, અમરેલી, માં હળવા થી ભારે વરસાદ ની સંભાવના વ્યક્ત કરવામાં આવેલી છે.

રાજ્યમાં આગામી 24-કલાક માં ગરમી માં વધારો થવાની સંભાવના નહિવત છે. ત્યાર બાદ ના 4-દિવસો માં દિવસ દરમ્યાન ના તાપમાન માં 2-3 ડિગ્રી નો વધારો થાય શકે છે. આ સાથે આજે 36.6 ડિગ્રી સાથે સુરત માં સૌથી વધુ ગરમી નોંધાય છે. અમદાવાદ માં સરેરાશ મહત્તમ તાપમાન 34.2 અને ગતરાત્રી નું તાપમાન લઘુતમ 17.2 ડિગ્રી નોંધાયું હતું.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.