સૌરાષ્ટ્રના નાના એવા ગામ મા જન્મેલા રીતેશ મોકાસણા આવી રીતે બન્યા ગુજરાતી ફીલ્મ ડાયરેક્ટર હવે ઓસ્ટ્રેલિયા મા હિન્દી ફિલ્મ બનાવશે

આ જગતમાં દરેક વ્યક્તિ સફળતાનાં શિખરો સર કરી શકે છે પરંતુ તેના માટે વ્યક્તિએ અથાગ પરિશ્રમ કરવો પડે છે. આપણે જાણીએ છે કે, ગુજરાતી સિનેમામાં અનેક વ્યક્તિઓએ મહત્વનું યોગદાન આપ્યું છે. આજે આપણે વાત કરીશું એક એવા વ્યક્તિ વિશે જેનો જન્મ સૌરાષ્ટ્રના નાના એવા ગામમાં થયો છે. આ વ્યક્તિ એટલે રિતેશ મોકાસણા. તેઓ કઈ રીતે ફીલ્મ ડાયરેક્ટર બન્યા અને હવે ઓસ્ટ્રેલિયમાં હિન્દી ફિલ્મ બનાવવાની સફર સુધી આપણે જાણીશું.

08 42 09 c0d1d731 76b1 4529 a38f f2d4bf5ba9ff 1669107052416

ઝાલાવાડમાં ભગતના ગામથી સુવિખ્યાત સાયલા ગામના અને હાલ ખાડી દેશ કતારમાં રહેતા યુવાનનો બાળપણથી લેખનનો શોખ તેને ગુજરાતી ફિલ્મ જગતમાં ખેંચી ગયો હતો.સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના ભાડુકા ગામના મુળ વતની અને પ્રજાપતિ સમાજના રીતેશ મોકાસણા શાળા કાળથી લઘુ નવલકથાઓ, કાવ્યો લખવા સાથે જાતે નાટકો લખી તેમાં અભિનય કરતા હતા.

08 42 15 5709a876 99cc 4b1a a683 559653d493c6 1669107080252

વિદશમાં નોકરી કરતા પોતાની વ્યસ્તતા વચ્ચે બ્લોગ પર તેઓ પોતાની લેખન સામગ્રી મુકતા સેંકડો ફોલોઅર્સ પણ મળ્યા છે. વર્ષ 2015માં તેમની લેખન પ્રવૃતિને વાંચતા રાજકોટના એક અજાણ્યા વ્યક્તિએ સંપર્ક કરી ફિલ્મ જગતમાં અનાયાસે વિધિવત પ્રવેશ થયો હતો.રીતેશભાઇએ પ્રથમ બે ફિલ્મમાં કથા,નિર્માતા તરીકે કામ કર્યું હતુ. રીતેશ મોકાસણા દ્વારા વર્ષ 2015માં ઓછા બજેટની ‘ઓલ્વેયઝ સાથે રહીશું’ને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યા બાદ બોસ હવે તો ધમાલ, ચાહત, હાથતાળી, કન્યા પધરાવો સાવધાન જેવી ફિલ્મોમાં કામ કરાયું છે.

08 42 18 2df33691 6478 499e b221 8d9d05809241 1669107064628

ગુજરાતી ફીલ્મ ક્ષેત્રે પહેલાના સમયમાં ગરબો, ગરાસને ગામડું કેન્દ્ર સ્થાને રહેતા, પરંતુ રીતેશે હાલના બદલાયેલા સમયમાં વર્તમાન પેઢીને અનુરુપ મનોરંજન મળે તે માટે હાલના વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે નાના કલાકારોને લઇ ઓછા ખર્ચમાં તૈયાર થતી ફિલ્મ બનાવવાનું શરુ કર્યું હતું.

સાત વર્ષથી ઓછા બજેટવાળી ગુજરાતી ફિચર ફિલ્મોમાં કાર્યરત સાયલાના વતનીના કામને જોતા ઓસ્ટ્રેલિયામાં રહેતા મુળ ભારતીય યુવાનોની ફિલ્મ પ્રોડક્શન કંપની રીતેશ મોકાસણાને ત્યાં હીન્દી ફિલ્મના નિર્માતા,દિગ્દર્શક તરીકે નિમંત્રણ મળતા પંથકનું ગૌરવ વધાર્યું છે.

08 42 21 f91195f4 8570 4871 ab27 1526b3660b94 1669107071499

હાલ સુધીમાં પાંચ ગુજરાતી ફિચર ફિલ્મો, બે હીન્દી વેબ સીરીઝ, છ શોર્ટ ફિલ્મમાંથી બે ફિલ્મમાં નિર્માતા તેમજ અન્યમાં કથા, પટકથા, લેખક, દિગ્દર્શક, ગીતકાર કે નિર્માતા તરીકે કામ કરાયું છે. વતનપ્રેમી યુવાન દ્વારા ગત વર્ષે પોતાની ગુજરાતી ફીલ્મ ‘હાથતાળી’નું શુટીંગ પણ સાયલા લાલજી મહારાજની જગ્યા મંદિરમાં કરાયું હતું.આગામી વર્ષ 2023માં ઓસ્ટ્રેલિયા ખાતે નિર્માણ પામનારી હિન્દી ફિલ્મ “જર્ની વિથ ટ્રુ બ્લેસીંગ’ માં નિર્માતા,દિગ્દર્શક તરીકે તેઓને નિમંત્રણ મળતા તેઓ ત્યાં જશે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *