હળવદ મા ધૃજાવી દે તેવી ઘટના બની ! ઘરના વડીલે આપઘાત કર્યા બાદ પરીવારના 8 સભ્યોએ પણ ઈચ્છા મૃત્યુની માંગ કરી, કારણ..

હાલ છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં અને દેશમાં આપઘાતની ઘટનાઓ ખુબજ વધી રહી છે. તેમજ આ આપઘાતમાં મૃત્યુ પામેલ વ્યક્તિનું આપઘાત પાછળનું કારણ ઘણી વખત ખબર પડતી હોઈ છે તો વળી ઘણી વખત આપઘાત કરનાર વ્યક્તિ સાથેજ તે દબાઈ જતી હોઈ છે. હાલ એક તેવોજ આપઘાતનો મામલો સામે આવી રહ્યો છે. જેમાં એક ખેડૂતે આત્મહત્યા કરી પોતાના જીવનનો અંત લાવી દીધો છે. જેની પાછળનું કારણ જાણી તમે પણ ધ્રુજી જશો. આવો તમને આપઘાતની આ ઘટના વિગતે જણાવીએ.

જો તમને જણાવીએ તો આપઘાતની આ ઘટના હળવદના નવા માલણીયા ગામ માંથી સામે આવી રહ્યો છે જ્યાં જયંતીભાઈ પરમાર નામના ખેડૂતે વ્યાજખોરોના ત્રાસને લીધે આત્મહત્યા કરી લીધી હતી જેની જાણ પરિવારને થતા પરિવારના લોકો પર દુઃખનું આભ ફાટી પડ્યું હતું. આમ જે બાદ મૃતકના મોત બાદ પરિવારના સભ્યોએ ઈચ્છામૃત્યુની માંગણી કરી હોવાનું પણ સામે આવ્યું છે.

આમ જો આ ઘટના અંગે વાત કરવામાં આવે તો પરિવારના કુલ 8 સભ્યોએ ખેડૂતના મોત બાદ ઈચ્છામૃત્યુની માંગણી કરી છે. મૃતક જયંતીભાઈ પરમારના પુત્ર ગોપાલભાઈ પરમારે 9 લોકો સામે ફરિયાદ કરી હતી. જેમાં લાલો બુલેટના ગેરેજવાળો, છગન રામજી ભૂવો, ઘનશ્યામભાઈ ગઢવી, ચંદ્રેશ પટેલ (પટેલ પ્લાયવુડવાળા), ભરતસિંહ નાડોદા રાજપુત (ક્રોષ રોડ હોટલ), ડો.પી.પી (માલણીયાદ), અશ્વિન રબારી(ધાગંધ્રા), ધીરૂભાઈ નાનજીભાઈ પટેલ (લોટવાળા નિકોલ અમદાવાદ), અને મહિપતસિહ મુળીવાળાનો સમાવેશ કરાયો છે. પોલીસે તમામ આરોપીઓ પર 306,502(2) કલમ હેઠળ 9 સામે ફરિયાદ દાખલ કરી છે. આ સાથે પોલીસે ખેડૂતને મરવા મજબૂર કરનારા 9 વ્યાજખોરો સામે ગુનો દાખલ કર્યો છે.

હાલ આવા આપઘાતના કિસ્સાઓ ખુબજ વધી ગયા છે જેમાં ખેડૂતો પણ પોતાનું જીવન ટૂંકાવી લેતા હોઈ છે જોકે ઘણીં વખત આ આપઘાત પાછળ કોઈના કોઈ વ્યક્તિનો ગુનો છુપાયેલો હોઈ છે તો વળી ઘણી વખત વ્યક્તિ માનસિક બીમાર હોવાને કારણે આપઘાત કરી લેતો હોઈ છે. જોકી આ ઘટનાને પગલે પરિવારે ઈચ્છામૃત્યુની માંગ કરી છે. જેની પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.\

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *