અધધ ! આ રીક્ષા ચાલકે તેની રીક્ષામાં એક, બે કે ત્રણ નહિ રીક્ષામાં પુરા ૨૭ લોકો ને સવારી કરાવી અને ભર્યો મોટો દંડ …જુવો વિડીયો

ઈનટરનેટ ની દુનિયામાં બહુ જ અજીબો કિસ્સા જોવા મળે છે ક્યારે સુ જોવા મળી જાય એનો કોઈ અંદાજો જ લગાવી ન સકે. ઘણી વાર એમાં એવા પણ વિડીયો આવતા હોય છે. જે જોઈ ને હસવું રોકી શકાતું જ નથી તો ઘણી વાર વ્યક્તિને ચોકાવી દે એવા  વિડીયો પણ જોવા મળતા હોય છે. હલમાં જ એક વિડીયો સામે આવ્યો છે જેને જોઈ સૌ કોઈ લોકો ચકિત થઇ ગયા છે આ વિડીયોમાં એક રીક્ષા ચાલકે પુરા ૨૭ લોકો ને મુસાફરી કરતા નજરે આવી રહ્યા છે.

ઉતરપ્રદેશના ફતેહપુર જીલ્લામાં રવિવારે એક હેરાન કરી દેનાર એક વિડીયો સામે આવ્યો છે. વાસ્તવમાં આ રોડ પર જઈ  રહેલી એક રીક્ષા ને જયારે પોલીસ એ રોકી તો તેમાં સવાર લોકો ને જોઈ પોલીસ દંગ રહી ગઈ. ઓટો રીક્ષામાં રીક્ષા ચાલક ની સાથે ૨૭ લોકો સવાર થઇ રહ્યા હતા. પોલીસ એ જયારે એક એક લોકો ની ગણતરી કરવા  બધા લોકો ને નીચે ઉતર્યા ત્યારે ૨૭ સંખ્યા જોવા મળી હતી.. જાણવામાં આવી રહ્યું છે કે, આ રીક્ષા ચલાવનાર મહરહાં નો રહેવાસી છે.

આ તમામ લોકો બકરી ઈદ ની નમાઝ અદા કરવા માટે બિંદકી આવ્યા હતા. પોલીસે કાર્યવાહી કરતા આ રીક્ષા ને સીઝ કરી લીધી હતી અને તે રીક્ષા ને  પોલીસ સ્ટેશન મોકલવામાં આવી હતી. સાથે જ આ રીક્ષા ચાલક ને સાડા અગ્યાર હજાર રૂપિયા નું ચલન પણ કાપ્યું હતું. હાલમાં તો લોકો એક જ ચર્ચા કરી રહ્યા છે કે આખરે આ એક ઓટો રીક્ષામાં ૨૭ લોકો કઈ રીતે બેઠા હશે? આ કિસ્સો કોતવાલી બિંદકી  ના લલૌલી ચોક નો છે . જાણકારી મળ્યા અનુસર UP ના ફતેહપુર જીલ્લાના બિંદકી કોતવાલ શેત્ર માં થોડાક લોકો રીક્ષામાં સવાર થઇ રહ્યા હતા.

બિંદકી શેત્ર ના લલૌલી ચોક પાસે પોલીસે જોયું કે એક રીક્ષા ડ્રાઈવર બહુ જ ઝડપ થી રીક્ષા ચલાવી રહ્યો છે. પોલીસે આ કારણે દોડી ને રીક્ષા ને રોકી લીધી. ત્યાર પછી પોલીસ એ એક એક કરીને બાળકો અને મોટાઓ ને  રીક્ષા ની બહાર નીકળવાનું કહ્યું જયારે પોલીસ દ્વારા ગણતરી કરવામાં આવી તો રીક્ષા ચાલક ની સાથે કુલ ૨૭ લોકો રીક્ષા માંથી બહાર નીકળયા હતા.

પોલીસ એ આ ઘટનાની પૂરી કાર્યવાહી કરતા રીક્ષા ને સીઝ કરી દીધી હતી. અને જયારે પોલીસ લોકો ને રીક્ષા ની બહાર ઉતારી રહી હતી ત્યારે કોઈ એ આ ઘટના નો વિડીયો મોબાઈલમાં રેકોર્ડ કરી લીધો હતો. અને હવે આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. લોકો આ વિડીયો ને જોઈ ને બહુ જ ઝડપ થી શેર કરી રહ્યા છે અને અનેક કમેન્તો પણ આપી રહ્યા છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.