ખુશી મૃત્યુમાં પરિણમી ! સરપંચની ચુંટણી જીત્યા બાદ ખુશી માં જ સરપંચ બનેલી મહિલા ને ..

હાલમાં જ ચુંટણી નો કાર્યક્રમ ચાલી રહ્યો છે જ્યાં ઘણા લોકો જીતી જાય છે તો ઘણા લોકો ના ભાગમાં  હાર આવતી હોય છે.  જે ઉમેદવાર જીત્ય હોય છે તેમની કારકિર્દીમાં નવી દિશામાં પગલા ભરવાના હોય છે અને લોકો ને મદદરૂપ બનવાનું હોય છે.ઘણી વાર આવી જ ખુશી માતમ માં ફરી જતા વાર નથી લગતી આવું જ હાલમાં મધ્યપ્રદેશ  ની ચુંટણી સમયે એક કિસ્સો જોવા મળ્યો છે જ્યાં મહિલા ઉમેદવાર સરપંચ બની અને જીતની ખુશી પણ મનાવી પરંતુ થોડા જ કલાક માં તેને યમના તેડા આવ્યા અને તે મૃત્યુ પામ્યા.

આપડે વાત કરી રહ્યા છીએ મધ્યપ્રદેશ ની જ્યાં ચુંટણી નું પહેલું સોપાન પૂરું થહી ગયું છે. એજ પ્રકારે રાજ્યની તમામ ગ્રામપંચાયત ની ચુંટણી નું પરિણામ જાહેર થઇ ગયું છે. મધ્યપ્રદેશ ની હરદા ગામની એક મહિલા ઉમેદવાર ૩૪૪ વોટથી જીતી ગઈ હતી. તેની આ જીત ને ઉજવવામાં આવી હતી. પરંતુ થોડા જ કલાકો પછી તેમનું મૃત્યુ થઇ ગયું. તપાસમાં જાણવા  મળ્યું તે મુજબ આ ઘટના મધ્યપ્રદેશ ના હરદા જીલ્લાના વિકાસખંડની ગ્રામપંચાયત પાનતલાઈની સરપંચ ઉમેદવાર રુકમણી બાઈ  નું જીત થયા બાદ મોત થયું હતું.

જાણકારી મુજબ સરપંચની ચુંટણી માં પ્રતિદ્વંદી જયંતી બાઈને હરાવીને સરપંચ બન્યા હતા પરંતુ સવારે પથારી માંથી ઉઠી જ ન  શક્યા. પરિવારના લોકો એ જણાવ્યું કે તેમની હદયની ગતિ ઘીમી હોવાના કારણે આ મૃત્યુ થયું છે. આ બાબત ની જાણ જયારે ત્યાના કલેકટર ઋષિ ગર્ગ ને જાણવા મળ્યું કે પાનતલાઈ ગ્રામ પંચાયત માં જીતનારી સરપંચ રુકમણી બાઈનું નિધન થયું છે તો તેમણે તે માટે સબંધિત SDM અને પોલીસ ના પ્રભારીને આ ઘટનાની તપાસ અંગે નિર્દેશ આપ્યા છે. મૃતક રુકમણી બાઈના દીકરા  રાજેશ એ જણાવ્યું કે,ગામના બધા લોકો ના સહયોગ થી તેની માતા સરપંચના પદ માટે ઉભી થઇ હતી અને જીત પણ મેળવી હતી.

રુકમણી બાઈ એ શનિવારે જ સરપંચની ચુંટણી ૩૪૪ વોટ સાથે જીત્યું હતું. રાત્રે તેની ઉજવણી પણ કરવામાં આવી હતી ભોજન કરીને સુતા બાદ સવારે માતા ઉઠી જ નહિ . રાજેશે જણાવ્યું કે,તેમની માતાને BP અને ગેસની બીમારી સમસ્યા રહેતી હતી. પાનતલાઈન નું સરપંચ પદ આ વખતે અનુસુચિત જતી માટે અનામત રાખવામાં આવ્યું હતુ  અને આ જ જાતિની રુકમણી બાઈ તેમના ગામ લોકોના સહયોગ થી સરપંચ બની હતી. માતાના જીતવાથી આખું ગામ ખુશ હતું પરંતુ અચાનક આવા સમાચાર મળતા ગામના લોકો શોકગ્રસ્ત થઇ ગયા  હતા અને ગામમાં શોકનો માહોલ બની ગયો હતો.   

bhaskar.com

મૃતકના પરિવારમાં બે દીકરા રાજેશ અને મુકેશ અને એક દીકરી છે. તેઓ મજુરી કરીને જીવન પસાર કરે છે.પતિનું પહેલા જ નિધન થઇ ચુક્યું છે.આ બાબતે હરદા ના દમ ની કહેવું છે કે રુકમણી બાઈનું હાર્ટએટેક આવાના કારણે મોત થયું છે. તે માટે તેમણે સબંધિત SDM અને પોલીસ ના પ્રભારીને આ ઘટનાની તપાસ અંગે નિર્દેશ આપ્યા છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.