હર હર મહાદેવ..વડોદરા શહેરમાં સુવર્ણજડિત ભગવાન શિવની આ વિશાલ પ્રતિમા તૈયાર થઇ ગઈ..જુઓ પ્રતિમાની આ ખાસ ઝલકો
જેમ તમે જાણોજ છો કે થોડાજ દિવસ બાદ મહાશિવરાત્રી આવી રહી છે જે દિવસે દેવોના દેવ મહાદેવની આરાધના કરવામાં આવતી હોઈ છે. તેમજ જ્યાં જ્યાં મહાદેવના મંદિર હોઈ છે ત્યાં દર્શન કરવા માટે ભક્તોની લાઈન લાગી જતી હોઈ છે. તો વળી ગુજરાત રાજ્યના ભવનાથ મંદિર અને તેની સાથે ગીરનાર પર્વત પર ભક્તોની ખુબજ ભીડ જોવા મળતી હોઈ છે અને મહાશિવરાત્રીના પાવન અવસર પર મેળો પણ ભરાતો હોઈ છે. તેવામાં હાલ મહાદેવની સોના જડિત મૂર્તિ તૈયાર થઇ રહી છે જેને જોઈ આંખોમાં અલગ જ ચમકારો થશે. આ મૂર્તિ વડોદરા શહેરમાં તૈયાર થઇ રહી છે આવો તમને વિગતે માહિતી આપીએ.
વાત કરવામાં આવે તો ભગવ શીવની સોનાની મૂર્તિ વડોદરા શહેરના સુરસાગર તળાવના મધ્યમાં આવેલી છે જેની ઉંચાઈ 111 ફૂટની તેમજ આ પ્રતિમા કુલ 12 કરોડ રૂપિયાના ખર્ચે સુવર્ણજડિત કરવામાં આવી છે. મહાશિવરાત્રિ પર્વ પહેલાં જ પ્રતિમાનું કપડાનું આવરણ દૂર કરવામાં આવ્યું છે. આમ આ સાથે મળતી માહિતી પ્પ્રરમાણે આ પ્રતિમાનું લોકાર્પણ 18 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિ પર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે. તો તમને જણાવી દઈએ કે શિવજીની પ્રતિમાને સુવર્ણજડિત કરવા માટે 17.5 કિલો સોનું વપરાયું હતું.
આમ દરવર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રીના દિવસે સત્યમ શિવમ સુંદરમ સમિતિ દ્વારા નીકળતી શિવજી કી સવારીની તડામાર તૈયારીઓ શરુ થઇ ગઈ છે જે તમે તસવીરોમાં જોઈ શકો છો. આમ આ સાથે વાત કરીએ તો સાવલીવાળા સ્વામીજીની પ્રેરણાથી દેશમાં માત્ર ઉજ્જૈનમાં જ નીકળતી શિવજી કી સવારી જેવી સમગ્ર શિવ પરિવારની યાત્રા શિવનગરી વડોદરામાં પણ કાઢવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. વર્ષ-2013થી શિવજી કી સવારી કાઢવામાં આવી રહી છે અને આ શિવજી કી સવારીમાં સમગ્ર વડોદરા શહેરના લોકો ઉત્સાહભેર જોડાય છે.
તો વળી આ પ્રતિમા એટલી બધી વિશાળ છે કે ઘણી દૂરથી જ આપણને મહાદેવના દ્રશ્ય દર્શન થઇ જાય છે, વડોદરાવાસીઓ માટે આ એક ખુશખબરી કહેવાય કે હવે વડોદરા શહેરમાં પણ આવું જોવાલાયક સ્થળ બની ગયું છે. આમ તમે પણ એક વખત આ ભવ્ય અને સુંદર પ્રતિમાની એકના એક દિવસે જરૂર મુલાકાત લેજો.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો