ક્યારેય ખાધી છે આઈસ્ક્રીમ પાણીપુરી અને આઈસ્ક્રીમ ભજીયા ? સુરતમાં આ જગ્યાએ મળે છે, ટેસ્ટ એટલો લાજવાબ કે ખાતા રહી જશો….

જેમ તમે જનોજ છો કે કોઈ પણ વ્યક્તિ એવો હોતો નથી જેની કંઇક નવીન અને અનોખી સ્વાદિષ્ટ વાનગી ગમતી હોઈ છે. જોકે ઘણી વખત માર્કેટમાં એવી એવી વિચિત્ર વાનગીઓ બનાવતા હોઈ છે જે જોઈ નેજ તમને ગમતું નો હોઈ છે. જોકે તો પણ લોકો આવી વિચિત્ર વાનગીઓને હોશે હોશે ખાઈ લેતા હોઈ છે. તેવીજ રીતે હાલ એક ખુબજ વિચિત્ર વાનગીનો ક્રેઝ લોકો જોવા મળી રહ્યો છે જેનું નામ સાંભળીનેજ તમે વિચારમાં પડી જશો. આવો તમને આ વિચિત્ર વાનગી વિષે વિગતે જણાવીએ.

જો વાત કરવામાં આવે તો હાલ શિયાળની સીઝન ચાલી રહી છે તેવામાં લોકો ગરમાગરમ વાનગીઓ ખાવાનું ખુબજ પસંદ કરતા હોઈ છે તો વળી હાલ એક ખુબજ વિચ્ત્ર અને અનોખી વાનગી સુરત શહેર માંથી સામે આવી રહી છે જ્યાં આઈસ્ક્રીમના ભજીયાને તેમજ આઈસ્ક્રીમની પાણીપૂરી લોકોને દાઢે વળગી છે. હાલ આ બંને વાનગીઓનો સુરતીઓમાં ખુબજ ક્રેઝ જોવા મળી રહ્યો છે. તો વળી તમને પણ આશ્ચર્ય થશે કે આવી વાનગીઓ કોણ બનાવે અને શા માટે બનાવતા હોઈ છે.

ન્તેયુઝ ૧૮ના અહેવાલ મુજબ જો તેના વિષે ચર્ચા કરીએ તો સુરતનો કમ્ય્યુટર એન્જિનિયર કુંજલ ભટ્ટે સુરતમાં આ નવી વાનગીને લોકો સમક્ષ મૂકી છે. ખાણીપીણીના શોખીન એવા કુંજલે સુરતીઓને કંઈક નવું આપવાનું વિચાર્યું હતું અને તેમાંથી આઇસ્ક્રીમના ભજીયા અને પાણીપુરીનો વિચાર આવ્યો હતો. થયું એવુ હતું કે કુંજલ ભટ્ટ હૈદરાબાદની એક ઇન્ટરનેશનલ કંપનીમાં એક સીનીયર આઈટી પોસ્ટ પર નોકરી કરતા હતા. અને તે દરમિયાન તેમણે આંખમાં આવેલી એક તકલીફને કારણે તરતજ સર્જરી કરાવવાની જરૂર પડી હતી જે બાદ તેમણે સુરત આવવું પડ્યું હતું.

કુંજલે આ મામલે જણાવ્યુ હતુ કે, ‘મને અગાઉથી જ ખાવાનું બનાવવાનું અને લોકોને ખવડાવવાનો શોખ હતો અને હેલ્થ ઈશ્યૂના કારણે હૈદરાબાદથી નોકરી છોડીને સુરત આવી ગયો હતો અને અહીં રેસ્ટોરન્ટ બિઝનેસ સાથે સંકળાઇ ગયો હતો. આઈસ્ક્રીમ ભજીયા, આઈસ્ક્રીમ વડાપાંવ, આઇસ્ક્રીમ પાણીપુરી અને ઈલેક્ટ્રિક શોક આઈસ્ક્રીમ પાણીપુરી અમે ખવડાવીએ છીએ.’

આમ આ સાથે તેઓ વધુમાં જણાવે છે કે, ‘સુરતના લોકો ખાણીપીણીના શોખીન છે અને નવી વસ્તુઓ આવતાંની સાથે જે તેઓ આકર્ષિત થઈ જાય છે. ખાસ કરીને જે રીતે લોકો વડાપાંવ ખાય છે, તેમાં બટાકાનું સ્ટફ હોય છે તે જ રીતે આઈસ્ક્રીમમાં ભજીયામાં બટાકાની જગ્યાએ આઇસ્ક્રીમ મૂકવામાં આવે છે અને તેની ખાસિયત છે કે, આઇસ્ક્રીમ ઓગળતો નથી.’ તેમજ કુંજલ પાણીપુરી બાબતે કહે છે કે, ‘બીજી બાજુ બટાકા અને રગડાની જગ્યાએ પાણીપુરીમાં અમે આઈસ્ક્રીમ મૂકીએ છીએ અને ખાસ આ આઈસ્ક્રીમ પાણીપુરી માટે પાણી તૈયાર કરવામાં આવે છે. જે લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે.’

આમ આઇસ્ક્રીમ ભજીયા અને આઈસ્ક્રીમ પાણીપુરીની મજા માણનાર દીપીએ જણાવ્યું હતું કે, ‘અત્યાર સુધી છથી વધુ ફ્લેવરની પાણીપુરી ખાધી છે, પરંતુ પ્રથમવાર આઈસ્ક્રીમ પાણીપુરી ખાઈને મજા આવી ગઈ છે. આઇસ્ક્રીમ પાણીપુરીમાં ઠંડો, ગરમ, ખાટો, મીઠો તમામ પ્રકારના સ્વાદ આવે છે. હું પાણીપુરીની શોખીન છું. પરંતુ આજ દિન સુધી આવી પાણીપુરી ખાધી નથી. એટલું જ નહીં, આઈસ્ક્રીમ વડાપાંવ પણ ખાવાની મજા આવી ગઈ છે. ક્યારેય વિચાર્યું નહોતુ કે આઈસ્ક્રીમના પણ ભજીયા બનશે!’

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *