શું તમે જોયું છે ક્યારેય કે હરણે સિંહ ને મજો ચખાવ્યો હોઈ?…વિડીઓ જોઈ વિશ્વાસ નહિ આવે
મિત્રો તને સોશિયલ મીડિયા પર આવર નવાર એવા દંગ રહી જાવ તેવાં વિડિઓ જોતાજ હશો તેવાંમાં વાયરલ થઈ રહેલો એક વિડિઓ હાલ સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઈ રહ્યો છે મિત્રો તમે ઘાની વખત સાંભળતા હશો અને જોયું પણ હશે કે ડિક્શનરી જેવી ચેનલોમા સિંહના જડબામાં આવેલો શિકાર ક્યારેય બચી શકતો નથી. આને અંતે તેનું મોત જ થતું હોઈ છે. આને સિંહ ને પોતાનું ખાવનું ખોરાક મળી રહેતો હોઈ છે. પરંતુ દરેક વખતે એવું બનતું નથી. ક્યારેય સિંહને પણ હારનો સામનો કરવો પડી શકે છે.
આમ જ્યારે ઓપ પછી શિકાર બચીને નીકળી જતો હોઈ છે. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે જેમા જંગલનો રાજા સિંહ એક હરણ સામે હારી જાય છે અને શિકારને પડતો મુકી ભાગવુ પડે છે. એક સિંહનું ઝૂંડ તળાવ કાંઠે ફરી રહ્યું હોય છે ત્યારે એક સિંહ હરણને પકડી લે છે ત્યારે તે હરણ પાણીમાં છલાંગ લગાવી દીધી. હવે જેવુ હરણ પાણીમાં પડે છે તેની સાથે સિંહ પણ છલાંગ લગાવી દે છે, જ્યારે અન્ય સિંહો તળાવના કાંઠે ઉભા રહે છે. ત્યારબાદ પાણીમાં પડેલો સિંહ હરણને પકડી લે છે અને કાંઠે લઇ જવાનો પ્રયત્ન કરે છે. પરંતુ હરણ પણ પોતાનો જીવ બચાવવા મરણીયો પ્રયાસ કરે છે.
વિડીઓમાં તમે જોઈ શકો છો કે પાણીમાં સિંહ અને હરણ વચ્ચે બરાબરનો જંગ જામે છે. સિંહ પુરી તાકાત લગાવી દે છે તેમ છતા હરણને પાણીની બહાર કાઢી શકતો નથી. અને હરણ ધીમે ધીમે કરીને પાણીની વચ્ચે પહોંચી જાય છે. જે બાદ સિંહ પણ તેની પકડીને પાછળ પાછળ આવતો રહે છે. તો બીજી તરફ તળાવના કાંઠે ઉભેલા સિંહો ફક્ત તમાશો જોતા રહે છે તેમાનો કોઇ પણ પાણીમાં સિંહની મદદે આવતો નથી. ને શિકાર કરવાનું પણ વિચારતો નથી. સિંહ નું આખું ટોળું હોવા છતાં પણ આ હરણ હિંમત હારતું નથી અને સામનો કર્યા કરે છે.
થોડીવાર ઘર્ષણ ચાલુ રહે છે પરંતુ આખરે હરણ પાણી વધુને વધુ ઉડુ જતુ રહે છે. ત્યારબાદ જંગલના રાજાના ગાત્રો ઢીલા પડવા લાગે છે, કારણ કે સિંહને ડર છે કે પાણીમાં વધુ દૂર જશે તો મગરમચ્છ હુમલો કરી શકે છે. તેથી સિંહ પોતાનો જીવ બચાવવા હરણને છોડી દે છે. આમ હરણ પોતાની બહાદૂરી અને હિમતથી સિંહની પકડમાંથી છૂટી જાય છે. આ વીડિયોને @em4g1 નામના ટ્વિટર હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો છે. જેને ૩ હજારથી પણ વધુ 3 લાઇક્સ મળી ચૂકી છે. લોકો આ વીડિયો જોઇને હરણની હિંમતને સલામ કરી રહ્યા છે. લોકોએ આ વીડિયો પર વિવિધ પ્રકારની કોમેન્ટ પણ કરી છે.
High pressure resistance strength🗺
#SaveRayan#طيور_الجنة pic.twitter.com/lJFnXIXeAS
— عالم الحيوانات المفترسة والاليفه🗺 (@em4g1) February 5, 2022
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો