શું તમે ક્યારેય પક્ષીઓને વોલીબોલ રમતા જોયા છે?તો આ વિડિઓ જોઈ તમારાં પણ હોશ ઉડી જશે… જુઓ વિડિઓ

તમે સોશિયલ મીડિયા પર ઘણી વખત અવાર નવાર એવા ચોકાવનારા વિડિયો જોતા હશો જેને તમે ખુબજ પસંદ કર્તા હશો. તેમજ જયારે જયારે પણ લોકો ને કાક નવું અને અનોખું કરવાનો વિચાર આવે ત્યારે તે લોકો તેનો વિડીયો પણ બનાવતા હોઈ છે અને સોશિયલ મીડિયા પર મુકતા હોઈ છે. જેમ કે મનોરંજન, ડાન્સ, કોમેડી, વગેરે તેમજ ઘણી વખત પશુ, પ્રાણી, પક્ષી વગેરેના પણ અલગ અંદાજમાઁ તેઓના વિડિયો બનાવતા હોઈ છે. એક તેવોજ વિડિયો હાલ ખુબજ વાઇરલ થઈ રહ્યો છે. જેમાં તમે જોઈ શકો છો કે પક્ષીઓ માણસોની જેમ વોલીબોલ રમતા જોવા મળે છે. આ રમુજી અને શાનદાર વીડિયોને ડૉ. વિવેક બિન્દ્રાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કર્યો છે.

વાત કરીએ તો વીડિયોમાં તમે જોઈ શકો છો કે મધ્યમાં એક નાનકડી જાળી છે, જેની બંને બાજુ વિવિધ રંગના પક્ષીઓ એટલે કે ખેલાડીઓ હાજર છે. એક ટીમમાં બે પક્ષીઓ છે, જ્યારે બીજી ટીમમાં ત્રણ છે. પછી તેમની રમત શરૂ થાય છે. એક પક્ષી તેની ચાંચ વડે બોલ જેવી દેખાતી વસ્તુને ઉપાડે છે અને બીજી બાજુ ફેંકી દે છે, જેને બીજી બાજુનું પક્ષી તેની ચાંચ વડે ઉપાડે છે અને પછી તેને તેમની તરફ ફેંકી દે છે. ક્યારેક એવું બને છે કે બંને બાજુના ‘ખેલાડીઓ’ એક જ સમયે નેટ પર આવે છે અને વીજળીની ઝડપે બોલને એકબીજા તરફ ફેંકી દે છે.

વધુમાં જણાવ્યે તો 11 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 43 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે સેંકડો લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે અને વિવિધ પ્રતિક્રિયાઓ પણ આપી છે. એક યુઝરે લખ્યું છે કે-ખેલદિલી જીતશે, તો બીજા યુઝરે લખ્યું છે કે, ‘જીતશે એ, જે અંત સુધી જીતની આશા સાથે રમશે, પછી તે જીવન હોય કે રમત’.

આમ વોલીબોલ રમતા પક્ષીઓનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેને લોકો ખૂબ પસંદ પણ કરી રહ્યા છે. તમે આવો કોઈ વીડિયો ભાગ્યે જ જોયો હશે, જેમાં પક્ષીઓ માણસોની જેમ વોલીબોલ રમતા જોવા મળે છે. આ રમુજી અને અદભૂત વીડિયોને ડૉ. વિવેક બિન્દ્રાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે, ‘તમને લાગે છે કે કઈ ટીમ આ રમત જીતશે?’.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *