અમદાવાદ ના વિજયભાઈ જેવા ગૌસેવક નહીં જોયા હોય ! ગાયોને પોતાના મહેલ જેવા ઘરમાં રાખે અને……

એક એવી વ્યક્તિની વાત જેનો પ્રેમ એની ગાય છે.જેની સાથે તે ખુબ આનંદ્દથી જીવન જીવી રહ્યા છે તો જાણ્યે એ પશુ પ્રેમી વ્યક્તિ વિશે કે જે ગાય સાથે આટલો પ્રેમ કરે કે એની જ સાથે જમે છે, ખાય છે, સ્નાન કરે છે તથા એક જ પથારીમાં સાથે સુવે છે  

ભારતમાં ઘણી વિચિત્ર ઘટના બનતી જોવા મળે છે એમાં પણ પશુપ્રેમ ના કિસ્સા ખુબ જ જોવા મળે છે આવી જ ઘટના ની આપડે વાત કરવા જઈ રહ્યા છીએ એક પતિ, બે બાળકોના પિતા ,પોતાના પરિવારને છોડીને પોતાના જીવનનો બધો જ સમય તેમની ગાયો સાથે પસાર કરે છે.તેમનો જીવ બચાવવા બદલ તેઓ આ રીતે ગાયોનો આભાર માને છે .

૪૫ વર્ષીય વિજય પરસાના ને ગાયો માટે ખુબ જ પ્રેમ છે કે તેઓ ગાય સાથે સ્નાન કરે છે, ખાય છે, ટેલીવિઝન પણ જોવે છે તથાએક જ પથારીમાં સુવે .તેઓ ગાયોનું મૂત્ર પણ પીવે છે તેમનો દાવો છે કે ગૌમૂત્ર પીવું સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે અને તેઓ એકવાર ૨૨ દિવસ માટે ફક્ત ગૌમુત્ર પીય ને જ રહ્યા હતા તેઓ કહે છે કે “ગૌમૂત્રથી મારું શરીર હાઇડ્રેટેડ રહ્યું હતું અને તેનાથી મને પૂરતા પોષક તત્વો પણ મળી રહ્યા હતા. ગૌમુત્ર માં રહેલા પોશક તત્વો શરીરમાં રહેલા કચરા અને અશુધ્ધીને દુર કરે છે. સવારમાં એક કપ ગૌમુત્ર પીવાથી તમારું સ્વાસ્થ્ય સુધરે છે દરેકે ટ્રાય કરવું જોઈએ .”

બે બાળકોના પિતા વિજય પરસાના એ લગભગ છ સાત વર્ષો પહેલા જ પોતાના પરિવારને છોડીને ધાર્મિક જીવન જીવવાનું શરુ કરી દીધું હતું .અમદાવાદમાં આવેલા તેમના ઘરથી ચાર માઈલ દુર તેઓ ગાયો સાથે રહે છે .”

વર્ષ ૨૦૧૭ માં તેઓએ તેમની ગાયોના લગ્ન કરાવ્યા હતા ,જેમાં તેમણે લગભગ ૧૮,૦૦,૦૦૦રૂપિયાનો ખર્ચ કર્યો હતો.અને માનવામાં ન આવે તેવી વાત તો એ છે કે આ બધી બાબતોમાં તેમનો પરિવાર સાથ આપે છે .

વિજય અમદાવાદ આવ્યા પછી તેમણે જુગારની આદત લાગી ગઈ હતી પરંતુ જયારે તેઓએ પોતાની ગાયો સાથે સમય પસાર કરવાનું શરુ કર્યું ત્યારથી તેઓ બદલાઈ ગયા તેઓ કહે છે કે ,”મારો ગાયો પ્રત્યેના પ્રેમને સમજાવી સકાય એમ નથી મારા માટે ગાયોથી વધુ બીજું કઈ જ નથી ,મને દુનિયાની કોઈ પણ વાત ની ચિંતા નથી .હું અને મારી ગાયોએ એક બીજા સાથે ખાસ સબંધ બનાવ્યો છે મારો પરિવાર મારા માટે ખુશ છે હું માનું છુ કે હું તેમને સમજી શકું છુ અને તેઓ મને સમજી સકે છે હું મારા બધું જ સુખ અને દુઃખ તેમની સાથે વહેચું છુ .”  

વિજય પાસે બે બળદ , છ કુતરાઓ અને ૨૦૦૦થી  વધુ બીજા બધા પ્રાણીઓ છે જેમકે મોર,સસલા,પક્ષીઓ ,સાપો .પરંતુ તેઓ કહે છે કે મારી ત્રણ ગાયો –રાધા, પૂનમ અને સરસ્વતી ની મારા દિલમાં વિશેષ અલગ જગ્યા છે .

માર્ચ ૨૦૧૭ માં તેઓએ ૫૦૦૦થી  વધુ મહેમાનોને બોલાવીને ધામધુમથી તેમની ગાય પૂનમ નામના લગ્ન બળદ અર્જુન સાથે કરાવ્યા હતા .જેમાં તેમણે લગભગ ૧૮,૦૦,૦૦૦ રૂપિયાનો ખર્ચ કર્યો હતો .હિંદુ પારંપરિક રીતરિવાજ મુજબ ,પૂનમના લગ્ન માં પૂનમને ઘણી બધીઓ ભેટો આપીને અર્જુન સાથે વળાવી હતી.

વિજયે પૂનમ અને અર્જુન ની વાછરડી સરસ્વતીનો એક મહિનાનો જન્મદિવસ પણ ઉજવ્યો હતો વિજય સરસ્વતીને પોતાની પોત્રી માને છે અને તેના જન્મદિવસે ૩૦૦ મહેમાનો ને બોલાવીને ઉજવણી કરી હતી જેમાં તેમણે રૂપિયા ૫ લાખ નો ખર્ચ કર્યો હતો .

વિજય કહે છે કે હું આજે જે કઈ પણ છુ એ બધું જ મારી ગાયોના કારણે છુ મારી આર્થિક સ્થિતિ ,સ્વાસ્થ્ય અને વ્યક્તિત્વ બધું જ ગાયોના કારણે બદલાયું છે . ગાયો આપણી માતા સમાન છે હું દરેકને અરજી કરીશ કે એક ગાય લાવો અને પછી જુવો કે એ તમારા જીવનમાં કેટલા બદલાવ લાવે છે

વિજયને પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ તેમના માતા -પિતા અને દાદા- દાદી તરફ થી મળ્યો છે .તેઓ પોતાના ઘરમાં કેટલાક ગાયો ને કુતરા રાખતા હતા ,વિજય પ્રાણીઓને પ્રેમ કરતા કરતા જ મોટા થયા પરંતુ તેણે પોતાની પહેલી ગાય વર્ષ ૨૦૧૨ માં લીધી .

તેઓ આ વિષે કહે છે  કે “મારા બાણપન માં મને યોગા અને સ્વાસ્થ્યમાં ખુબ જ રૂચી હતી મેં ઘણા પ્રકારના કુદરતી તત્વો વિષે સંસોધન કર્યું કે તેઓ કઈ રીતે શરીરને ઉપયોગી છે અને જયારે મને જાણવા મળ્યું કે ગાયની દુઘ ,મુત્ર,અને છાણ શરીર માટે ખુબ જ ફાયદાકારક છે,તો મેં મારો સંપૂર્ણ સમય ગાયોને આપી દીધો.”

શરુવાતમાં વિજયની પત્ની અને પરિવારના બીજા સભ્યો,મિત્રો અને સબંધીઓ ને લાગતું કે તેઓ પાગલ થઇ ગયા છે પરંતુ જયારે તેમણે વિજયમાં આવેલા બદલાવ નોંધયા ત્યારે તેઓએ તેમના આ આધ્યાત્મને સ્વીકારી લીધું.

રોજ સવારે તેઓ અમદાવાદમાં પોતાની માલિકી ધરાવતા ૨૨ જીમમાંથી એક જીમમાં કામે જાય ત્યારે તેઓ ગૌમુત્ર પીવે છે અને સવારના નાસ્તામાં છાણ ખાય છે.જયારે વછરડી સરસ્વતી ૨ મહિનાની હતી,ત્યારે ક્યારેક એ પણ તેમની સાથે કામે જતી હતી. તેઓએ જણાવ્યું કે હવે હું મારા કામ ,પરિવાર અને મારી ગાયો વચ્ચે સમતોલન જાણવી રાખું છુ હું સાંજે ૫ વાગે ઓફીસ થી નીકળીને પહેલા મારા પરિવારને થોડો સમય આપું છુ અને પછી આશ્રમ પરત જઈને મારી રાતો ગાયો સાથે પસાર કરું છુ હું સરસ્વતી સાથે જમું છુ ,ટીવી જોવ છુ,અને પછી અમે બંને સાથે જ સુઈ જૈયે છીએ .પહેલા હું પૂનમ સાથે સુઈ જતો પરંતુ હવે સરસ્વતી સાથે સુઈ જાવ છુ મારા દિલમાં રાધા અને પૂનમ માટે સમાન પ્રેમ છે પરંતુ હવે આ  બંને ગાયો આટલી મોટી થઇ ગઈ છે કે માત્ર ઘરમાં આવી નથી સકતી .”

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *