સ્ટેટ મોનિટરીંગ સેલ ની બાઝ નજર ! ડિંગુચાના પટેલ પરિવારને ગેરકાયદેસર US મોકલનાર એજન્ટ ભરત પટેલ ને ઝડપી લીધો

હાલ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અને દેશમાં ગેર કાનૂની કર્યો ખુબજ વધી ગયા છે. જેમાં ચોરી, લૂટફાંટ, હત્યા, વગેરે. તેવામાં હાલ એક એવા વ્યક્તિને પકડવામાં આવ્યો છે જે બોગસ પાસપોર્ટથી લોકોને અમેરિકા-મેક્સિકો-કેનેડા-તુર્કી મોકલતો હતો. તેમાં પણ જો વાત કરીએ તો જાન્યુઆરી મહિનામાં અમેરિકા-કેનેડા બોર્ડર પર આખેઆખો પરિવાર ઠંડીને કારણે થીજીને મોતને ભેટ્યો તેમને પણ ‘કબૂતરબાજ’ ભરત ઉર્ફે બોબી પટેલે જ મોકલ્યો હતો. આવો તમને આ સમાચાર વિગતે જણાવીએ.

બોગસ પાસપોર્ટ થકી અમેરિકા-તુર્કી-મેક્સિકો-યુરોપ સહિતના દેશોમાં મોકલી દેનારા ‘કબૂતરબાજ’ ભરત ઉર્ફે બોબી પટેલને પકડી પાડી મોટા રેકેટનો ભાંડાફોડ કર્યો છે. તમને જણાવીએ તો રાજ્ય પોલીસવડા આશિષ ભાટિયા, સ્ટેટ મોનિટરિંગ સેલના એડીજીપી નીરજા ગોટરી, સ્ટેટ મોનિટરિંગ સેલના એસપી નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ સ્ટેટ મોનિટરિંગ સેલના ડીવાયએસપી કે.ટી.કામરિયા સહિતના અધિકારીઓ-સ્ટાફની ટીમે ગુજરાતમાં વિવિધ ગુના આચરી નાસતાં ફરતાં મોસ્ટ વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા માટે આ પુરી ટીમને ખબર મળી હતી .

આ ખબર પ્રમાણે અમદાવાદ શહેરના દરિયાપુર પોલીસ મથકમાં જુગાર સહિતના કેસોમાં સંડોવાયેલો અને છેલ્લા ઘણા સમયથી નાસતો ફરતો ભરત ઉર્ફે બોબી રામભાઈ પટેલ (રહે.બંગલો નં.85, સુપરસિટી ગ્લોરી, ભાડજ સર્કલ-અમદાવાદ) ગાંધીનગર આવ્યો છે. બાતમી મળતાં જ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ત્રાટકીને ભરતને ગાંધીનગર ખાતેધી પકડી લીધો હતો.

તેમજ આ સાથે જો તમને આ વ્યક્તિ વિષે જણાવીએ તો ભરત ઉર્ફે બોબી પટેલ સામે કોલકત્તા, મુંબઈ અને દિલ્હીમાં પણ કબૂતરબાજીના અનેક ગુનાઓ નોંધાયેલા છે. ભરત ઉર્ફે બોબી મુખ્યત્વે લોકોને ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલવાનું આંતરરાષ્ટ્રીય રેકેટ ચલાવી રહ્યો હતો. આમ જ્યારે પોલીસ ધ્વરા ધરપકડ કરી બોબી રામાભાઈ પટેલની પૂછપરછ કરતાં તેણે કબૂલાત આપી હતી કે તે ખોટા પાસપોર્ટ-વિઝા માટે બનાવટી દસ્તાવેજો બનાવી કબૂતરબાજીનું કામ કરતો હતો જેથી પોલીસે તેની ચાંદલોડીયા તેમજ ગુજરાત વિદ્યાપીઠ પાછળ આવેલી ઑફિસની તલાશી લેતાં ત્યાંથી 94 જેટલા પાસપોર્ટ, બે લેપટોપ તેમજ યુરોપીય દેશોના સેન્ઝેન વિઝા મેળવવા માટેના દસ્તાવેજો મળી આવતાં તેનો કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *