જામનગરમાં એક વૃદ્ધ જેવો ઘરની બહાર નીકળ્યો ત્યાજ ઢોરે હુમલો કર્યો અને જ્યાં સુધી જીવ નો ગયો ત્યાં સુધી તેને ખૂંદતો રહ્યો સમગ્ર ઘટના CCTVમાં કેદ ! જુઓ વિડીઓ…

વ્યક્તિ પર જીવલેણ હુમલો ક્યારે અને કેવી રીતે થાય છે તે કોઈને ખબર હોતી નથી. અને ઘણી વાર તો પાલતું પશુ અને પ્રાણીઓઓ પણ આપણા પર હમલા કરતા હોઈ છે જેમાં આપણે ખુબજ ગંભીર રીતે ઘાયલ થઇ જતા હોઈએ છીએ. આમ તેવીજ રીતે એક વૃદ્ધ પર ઢોરે પોતાના શીંગડા વડે એવા હમલા કર્યા જેના લીધે તેનું મૃત્યુ નીપજ્યું હતું. આવો તમને આ ઘટના વિષે પૂરી માહિતી જણાવ્યે.

આ ઘટના જામનગર શહેરમાં વિકરાળ બનતી ઢોરની સમસ્યા ને લીધે બની છે શહેરની મહાનગરપાલિકા નિંદ્રામાં છે. છેલ્લા ઘણા સમયથી શહેરમાં અને જીવલેણ અકસ્માતો બની રહ્યા છે પરંતુ શહેરના મહાનગરપાલિકાને લોકોની પડીજ નથી એમ વધુ કે વૃદ્ધનો ભોગ ઢોરે લીધો છે. શહેરના ચાંદીબજાર પાસે આવેલા વાણીયાડ વિસ્તારમાં ઘરેથી નીકળતા વૃદ્ધ પર ઢોરે પોતાના શીંગડા વડે હુમલો કર્યો. આ ઘટનમાં વૃદ્ધનું કમકમાટી ભર્યું મોત થયું.

આ સમગ્ર ઘટના નજીકના ઘરમાં લાગેલા CCTV માં કેદ થઇ હતી. જામનગર શહેરના ચાંદીબજાર વિસ્તારમાં રહેતા ભરતભાઈ જેઠાલાલ બોસમિયાને ઘરની નજીક રખડતા ઢોરે તેના શીંગડા વડે મારમારી તેમજ પગ વડે ખુબજ રગદોળયા. ત્યારબાદ તેમને ખુબજ ઈજા થઇ હતી તેઓને બેભાન હાલતમાં હોસ્પિટલ લઇ જતા રસ્તામાંજ તેમનું દુઃખદ મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ થતા હોસ્પિટલ પણ ચોકી ગઈ હતી તેમજ પોલીસ દોડી આવી હતી.

આ પહેલા પણ આ વિસ્તારમા ભોગગ્રસ્ત ઢોરના ટોળાએ ૧-૨ વ્યક્તિને ઝપટમાં લઈ ઈજાઓ પહોચાડી હતી. તેમજ ઉલ્લેખનીય છે કે શહેરમાં મુખ્ય માર્ગ સહીત નાની મોટી ગલ્લી માં પણ છેલ્લા કેટલાક સમયથી રખડતા ઢોરનાં ત્રાસ ને લીધે લોકો ખુબજ પરેશાન છે. આમ ઢોરના લીધે અમુક વ્યક્તિઓ ઘાયલ થયા છે તો વળી હાલ આ વૃદ્ધ ની દુખદ મોત નીપજી શહેરના મહાનગરપાલિકા આ સમસ્યા ક્યારે દુર કરશે તેવી શહેરજનોમાં રોષની લાગણી વ્યાપી છે.

 

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.