લેશન ના કરતા છોકરા ને મમ્મી એ માર મારતા એવુ કીધુ કે વિડીઓ જોઈ તમે પણ કહેશો કે..

નાનપણમાં જ્યારે બાળકો સ્કુલનું લેશન ના કરે ત્યારે માતા પિતા તેને ખીજાતા હોય છે અથવા તેને મારતા હોય છે.જેથી તે સારી રીતે ભણી ને આગળ વધી સકે.સામાન્ય રીતે એવું જોવા મળતુ હોય છે કે મમ્મી બાળકો ને વધારે અભ્યાસ માં ધ્યાન આપવાનું કહેતી હોય છે.અને ભણતર પર વધારે ધ્યાન આપતી હોય છે જેથી તેના બાળકો જીવનમા આગળ વધી તરક્કી કરે.પરંતુ ઘણીવાર બાળકો જ્યારે લેશન કરવા ના બેસે અને તોફાન કરે તો માતા તેને ખિજાઈ અને મારતી જોવા મળે છે.

આમ કરતાં માતા પણ દુઃખી થતી હોય છે પરંતુ બાળકોના ભવિષ્ય ની તેને ચિંતા હોવાથી તે મન મકકમ રાખી ને બાળકો ને આવું કરતી હોય છે. સોશીયલ મિડીયા પર હાલમાં એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે.જેમાં ભણવા ના બેસતા દીકરા ને માતા એ માર્યો અને બાળક જોર જોરથી રડવા લાગ્યો.રડી રહેલા બાળક ને માતા નંબર લખવાનું કહી રહી છે.ત્યાં જ બાજુ માં બેસેલા તેના પિતા મોબાઇલ માં વીડિયો ઉતરતા જોવા મળે છે. બાળક રડી રહ્યું છે અને માતા ગુસ્સામાં બાળકને ખીજાઈ રહી છે. આ દરમિયાન બાળક કંઇક આવા ડાયલોગ બોલે છે કે તે સાંભળી આપણને હસવું આવી જાય છે.

સોશિયલ મીડિયા માં વાયરલ થઈ રહેલા વીડિયો માં તમે જોઈ શકો છો કે રૂમમાં ઍક બાળક પથારી પર બેસી પેન્સિલ વડે લેશન કરી રહ્યો છે તે એક બુક લઇ ને બેઠો છે જેમાં માતા ના કહ્યા અનુસાર નંબર લખી રહ્યો છે.જેમાં માતા ગુસ્સામાં બોલે છે કે ૧૯ લખ ત્યાં બાળક પણ વન નાઈન બોલીને રડતા રડતા લખી રહ્યો છે. આમ માતા ગુસ્સો કરતા કરતા પણ બાળકના આંખમા આવતા આંસુ ને લૂછતી જાય છે. સાથે ફરીવાર લખવા માટે પણ કહેતી હોય છે.જેમાં વચ્ચે વીડિયો રેકોર્ડર કરી રહેલા પિતા રડતા બાળકને કહે છે કે સુ ફાયદો થશે રડવાથી? આના પર બાળક કહે છે કે તમે ચૂપ બેસો. પિતા કહે છે કે હું કેમ ચૂપ રહું? ત્યારે બાળક જવાબ આપે છે કે તમે મારા મમ્મી નથી પપ્પા છો એટલે.


થોડા જ સેકન્ડ ના આ વિદિયો ને અનેક લોકો એ સોશીયલ મીડીયા પર જોઈ લીધો છે.હાલમાં આ વીડિયો બહુ જ મોટા પ્રમાણ માં વાયરલ થઈ રહ્યો છે.આ વીડિયોમાં અંત માં જ્યારે બાળક ને માતા પિતા રડતો શાંત કરાવે છે ત્યારે તેઓ વચ્ચે પણ નાનો ઝગડો થઇ જાય છે. ત્યાર પછી થોડા સમયમાં જ બંને શાંત થઈ જાય છે. આવા બાળપણ ને આપને સૌં એ જીવી લીધું છે.જેમાં માતા લેશન કરાવતી હોય અને આપણે શાંતિ થી લેશન કરતા હોઈએ. અને જો આમ કરવામાં ના આવે તો ઘણી વાર મેથીપાક પણ મળતો હતો. ફેસબુક પર વાયરલ થઇ રહેલા આ વીડિયો ને અશફાક નાયક નામના વ્યક્તિ એ શેર કર્યો છે. આ વીડિયો ને ૩ લાખથી વધુ લોકો એ લાઈક કર્યો છે અને આ વીડિયો ને જોયા પછી તમને તમારું બાળપણ પણ યાદ આવી જસે.

 

 

View this post on Instagram

 

A post shared by Dipak Kumar (@kumar.anurag2130)

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *