મેંદરડા પંથકમાં હૃદય ધ્રુજાવીદે તેવી ઘટના, યુવાનને છરીના 20 ઘા મારી મોતને ઘાટ ઉતારી પાડ્યો… દલિત પરિવાર શોકમાઁ ડૂબ્યો

આ દુનિયામાં કોઈપણ વ્યક્તિને મોત ક્યારે અને કેવી રીતે આંબી જતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. ઘણી વખત કોઈ અકસ્માતમાં કે હત્યાને લઇ વ્યક્તિનું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. તેવીજ રીતે હાલ એક ખુબજ દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામ દલિત યુવાનની છરીના 20 ઘા ઝીંકી પતાવી દીધો છે. આવો તમને વિસ્તારમાં આ હત્યાની ઘટના જણાવીએ.

આ હત્યાની ઘટના મેંદરડા પંથકના ખીજડિયા ગામ માંથી સામી આવી રહી છે જ્યાં એક યુવાનની છરીના 20 ઘા મારીને હત્યા કરી નાખવામાં આવી છે. સૂત્રો પરથી જાણવા મળ્યું છે કે તે યુવાન દલિત સમાજનો હતો જે બાદ દલિત સમાજના લોકો યુવનના ન્યાય માટે અવાજ લગાવી રહયા છે.

ઘટનાની વાત કરીએ તો ખીજડિયા ગામે વાડી વિસ્તારમાં રહેતા જયસુખભાઈ વજુભાઈ મૂછડિયા (ઉ.વ.38)ની રાત્રીના 12 વાગ્યાના અરસામાં 20થી વધારે છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવવામાં આવી હતી. આ બનાવને લઈ પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. તેમજ દલિત સમાજના આગેવાનો પણ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. મૃતક જયસુખભાઈના પિતા વજુભાઈએ મેંદરડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

તેમજ વધુ તપાસ પીએસઆઈ મોરી ચલાવી રહ્યાં છે. આ બનાવને લઈ દલિત સમાજ દ્વારા મેંદરડા- સાસણ પાદર ચોકમાં મુખ્ય માર્ગ પર ચક્કાજામ કરી મૃતકના પરિવારને ન્યાય મળે તેમજ હત્યારાને કડક સજા મળે એવી માંગ કરી હતી. જોકે, પોલીસે સ્થળ પર પહોંચી યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી હતી. યુવાનની હત્યા શા માટે કરવામાં આવી તે અંગે અલગ અલગ વાતો શરૂ થઈ છે. પોલીસે પ્રેમપ્રકરણ સહિતના મુદે્ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.