અમદાવાદમાં આજથી ૩ દિવસ સુધી ભારે વરસાદની આગાહી ! તેમજ ગુજરાતના આ આ રાજ્યોમાં પડી શકે છે વરસાદ ! હવામાંના વિભાગે કરી મોટી આગાહી…

હાલ ગુજરાતમાં ચોમાસાનું આગમન થઇ ચુક્યું છે અને ઘણા જિલ્લાઓમાં વરસાદ ની અસર ખુબજ જોવા મળી રહી છે લોકો ખુબજ ગરમીથી રાહત મળતી જોવા મળી રહી છે તેમજ ખેતી કરતા ખેડૂતોના ચહેરા પણ ખુશીથી ખીલી ઉઠ્યા છે ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી અનેક જિલ્લાઓમાં પુશ્કળ વરસાદ વરસ્યો જેમ કે ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ, બનાસકાંઠા, ખેડા, વગેરે જીલ્લાઓ.  તેવામાં હાલ હવામાન વિભાગે તરફથી આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી આપવામાં આવી રહી છે.

આગાહી કરતા જણાવ્યુ કે ‘મધ્ય અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્કયુલેશન સિસ્ટમ સક્રિય થઇ છે. ત્યારે રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારમાં આજે વરસાદ પડી શકે છે. અમદાવાદમાં પણ આજથી 3 દિવસ સુધી વરસાદ વરસી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ વરસવાની શકયતા રહેલી છે.’  તેમજ જેમ હવામાન વિભાગે આગાહી કરી છે તેવીજ રીતે અંબાલાલ પટેલે પણ વરસાદ ને લઇ આગાહીઓ કરી છે તેમણે જણાવ્યું છે કે ૨૫ જુન થી ૩ જુલાઈ સુધી વાવણી લાયક વરસાદ વરસશે. તેમજ ગુજરાતમાં અનેક જગ્યાએ હળવાથી ભારે વરસાદ વરસશે.

તેમાં સૌરાષ્ટ્રથી-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદ પડશે. તેમજ બીજી બાજુ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડશે. અને ઉત્તર ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ થશે. તો અમદાવાદ, વડોદરા, આણંદ અને પંચમહાલમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ જુન મહીનાનના અંતમાં ગુજરાત પાણીની તરબોળ થશે. તેમજ ગઈકાલે ગુજરાતમાં અનેક જગ્યાએ મેઘરાજા મોહ વરસાવી રહ્યા હતા. ગઈ કાલે સુરત સહીત દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો હતો. આમ વરસાદ પડવાથી સુરતના લોકોને ગરમીથી રાહત જોવા મળી હતી.

તેમજ વાત કરીએ તો અમરેલીના જાફરાબાદમાં પણ કોસ્ટલ બેલ્ટમાં ધીમો ધીમો વરસાદ વરસ્યો હતો. આ સિવાઈ ધારી-ગીર પંથકમાં પણ ગઇકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધારીના વીરપુર, જીરા, મુંજાણીયા અને ઈંગોરાળામાં વરસાદ ખાબક્યો હતો. તેમજ જુનાગઢમાં પણ ગઈકાલે વરસાદ જોવા મળ્યો હતો તેથી ખેડૂતોને પણ વાવણી કરી હોવાથી હાશકારો અનુભવ્યો હતો. તેમજ વિસાવદરમાં ગઈકાલે ૧ ઇંચ વરસાદ વરસ્યો હતો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *