દાંતામાં ભારે વરસાદની સાથે વીજળી પડતાં માલધારી યુવક અને 50 બકરાંના દર્દનાક મોત!…પરિવાર શોકમાં ડૂબ્યો

મિત્રો વાત કરીએ તો આ દુનિયામાં કોઈપણ વ્યક્તિને મોત ક્યારે અને કેવી રીતે આંબી જતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. ઘણી વખત કોઈ અકસ્માતમાં કે હત્યાને લઇ વ્યક્તિનું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. તેવીજ રીતે હાલ એક ખુબજ દર્દનાક મૃત્યુનો મામલો સામે આવી રહ્યો છે. જેમાં વીજળી પડતાં માલધારી અને એક સાથે 50 બકરાંના મોત થયા છે. જે બાદ સમગ્ર ગામમાં અરેરાટી થવા પામી હતી. આવો તમને વિગતે જણાવીએ.

તમને જણાવીએ તો આ ઘટના દાંતા તાલુકાના માણેકનાથ ડુંગર વિસ્તારમાંથી સામે આવી રહી છે જ્યાં રવિવારે એકાએક વીજળી પડતા માલધારી યુવક સહિત 50 બકરાંના મોત નીપજ્યા હતા. અંધારામાં મૃતદેહો શોધવા ડુંગર વિસ્તારમાં ભારે દોડધામ મચી જવા પામી છે.છેલ્લા 24 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે 23 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. જેમાં 6 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જ્યારે 17 તાલુકાઓમાં અડધા ઇંચ સુધીનો વરસાદ થતાં વાતાવરણમાં દિવસભરના ઉકળાટ બાદ સાંજના સમયે ઠંડક પ્રસરી હતી.

ભચડીયા ગામના માલધારી સમાજના આગેવાન કેવળભાઈ દેસાઈના જણાવ્યા મુજબ અડેરણ (ત) ગામના ચમનભાઈ દેવરાજભાઈ રબારી (35) અને તેમનો ભાઈ બકરાં ચરાવવા રવિવારે માણેકનાથ ડુંગર વિસ્તારમાં ગયા હતા. દરમ્યાન સાંજના સુમારે એક ભાઈ બકરાં લઇને નીચે ઉતરી ઘરે પહોંચી ગયો હતો. પરંતુ બીજો ભાઈ મોડી સાંજ સુધી પરત ન આવતા પરિવારજનો ડુંગર વિસ્તારમાં શોધ ખોળ હાથ ધરી હતી.

આમ જ્યાં વીજળી પડવાથી ચમનભાઈ સહિત તેના 50 બકરાના મોત નીપજ્યા હોવાનુ જોવા મળ્યું હતું. ઘટનાને લઇ નાનકડા ગામ સહીત સમગ્ર માલધારી સમાજમાં ભારે અરેરાટી અને શોકની કાલિમા પ્રવર્તી જવા પામી છે. આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી હજુ પણ માલધારી લોકો ડુંગર પર અન્ય પશુ ધન શોધવાની કવાયત હાથ ધરી રહ્યા છે. મૃતકનો દેહ પણ હજુ સુધી નીચે લાવવામાં આવ્યો નથી.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *