હવામાન વિભાગની મોટી આગાહી આગામી દિવસોમાં આ- આ જિલ્લાઓમાં થશે ભારે થી અતી ભારે વરસાદ…જાણો વિગતે

રાજ્યમાં વરસાદના વધુ એક રાઉન્ડની હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 4 દિવસ સૌરાષ્ટ્ર,પૂર્વ અને મધ્ય ગુજરાત તથા દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. થન્ડર સ્ટોર્મ એક્ટિવિટીના કારણે ભારે પવન સાથે વરસાદની સંભાવના છે. આજે સુરત, નર્મદામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 13 સપ્ટેમ્બરે વડોદરા,છોટાઉદેપુરમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો વરસાદના પગલે કેટલાક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યુ છે.

12 સપ્ટેમ્બરની વાત કરીએ તો સુરત નર્મદામાં અતિ ભારે વરસાદની આગાહી વડોદરા ભરૂચ નવસારી તાપી વલસાડ પોરબંદર જુનાગઢ અમરેલી અને ભાવનગરમાં છુટોછવાયો ભારે વરસાદ, આમ આ સાથે 13 સપ્ટેમ્બરની વાત કરીએ તો વડોદરા અને છોટાઉદેપુરમાં અતિભારે વરસાદની આગાહી અમદાવાદ ખેડા આણંદ મહીસાગર પંચમહાલ દાહોદ સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર રાજકોટ અમરેલીમાં છુટોછવાયો ભારે વરસાદ થવાની આગાહી છે.

તેમજ 14 સપ્ટેમ્બરની વાત કરીએ તો સુરત નવસારી અને વલસાડમાં અતિ ભારે વરસાદની આગાહી અમદાવાદ ખેડા આણંદ વડોદરા ભરૂચ નર્મદા તાપી ડાંગ બોટાદ ભાવનગર અમરેલી અને ગીર સોમનાથમાં છુટોછવાયો ભારે વરસાદ, 15 સપ્ટેમ્બરની વાત કરીએ તો તાપી ડાંગ અને વલસાડમાં અતિભારે વરસાદની આગાહી. વડોદરા છોટાઉદેપુર નર્મદા સુરત અને નવસારીમાં છુટોછવાયો ભારે વરસાદ. આ સાથેજ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી છે કે, બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ થશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી શકે છે. ઉત્તર-મધ્યમ ગુજરાતમાં પણ પવનના સુસવાટા સાથે વરસાદ ખાબકી શકે છે.

આ સાથે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં તોફાની ઈનીગના એંધાણ છે. દક્ષિણ ગુજરાતમાં આ પાંચ દિવસમાં 6 ઈંચથી વધુ વરસાદ ખાબકી શકે જ્યારે મુંબઈના ભાગોમાં 10 ઈંચથી વધુ વરસાદની શક્યતા છે. આમ વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં 13 તારીખના રોજ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં વલસાડ, નવસારી અને દમણમાં ભારે વરસાદ થશે. એ સિવાય ડાંગ, નર્મદા અને ભરૂચને પણ મેઘરાજા ધમરોળશે. બંગાળમાં લો પ્રેશર થવાના કારણે આગામી 4 દિવસ રાજ્યમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *