બધાને મદદ કરતા ખજૂરભાઈ ને સાવરકુંડલા નાં બે ભાઈઓએ ખજુરભાઈ ને આપ્યા ૨૦૦૦ રૂપિયા ! કારણ જાણશો તો…

નીતિનભાઈ જાની આ નામ તો કોઈ નહિ ઓળખતું હોઈ તેવું બનેજ નહિ. તેઓ ખુબજ દયાળુ અને ગરીબોનો આશરો બનીને સામે આવતા હોઈ છે. જેના દિલગીરી અને સહાય આપતા કાર્ય જોઈ તમે પણ ભાવુક થઈને રડી પડશો. જેમ તમે જાણોજ છો કે ગયા વર્ષે આવેલા વાવાઝોડાના સમયગાળા દરમિયાન ગુજરાતના ઘણા બધા અંતરિયાળ ગામડાઓની અંદર લોકોના કાચા મકાનો પડી ગયા હતા. આ પછી ગુજરાતના સોનું સુદના નામથી ઓળખાતા નીતિનભાઈ જાની રાહ જોયા વગર ગરીબ લોકોની ખુબ વધારે મદદ કરી રહ્યા છે.

આમ અત્યાર સુધીમાં ખજુરભાઈએ સમગ્ર ગુજરાતમાં રાજ્યની અંદર ૨૦૦ થી પણ વધારે મકાનો બનાવીને લોકોને રહેવા માટે આશરો આપ્યો હતો. અને હજી આજના સમયમાં પણ ખજુરભાઈની ઘર બનાવવાની મુહિમ ચાલુ છે. તેમજ સાથે સાથે લોકો ને એક વર્ષ સુધી ઘરવખરી અને કરીયાણાનો સામાન પણ પૂરો પડે છે. આજના સમયમાં ગરીબ લોકો અને નીસહાય લોકો માટે નીતિનભાઈ જાની દેવદૂત બની ગયા છે. આમ ખજુર ભાઈ છેલ્લા એક વર્ષથી ગુજરાતના ખૂણે ખૂણે ફરીને સેવા આપી રહ્યા છે. આ સેવાઓ વિષે તો તમે સૌકોઈ જાણતાજ હશો.

આમ ખજુરભાઈ ની ઘણી સેવાઓ આપણે જોઈ હશે. તેમજ તેમના ચાહવા વાળા પણ ખુબજ છે. એક વિડીઓ અત્યારે સોશિયલ મીડિયા પર ખુબજ વાઈરલ થય રહ્યો છે તેમાં જોવા મળે છે કે બે ભાઈ ગાડીમાંથી ઉતરીને, ખિસ્સામાંથી ૨૦૦૦ રૂપિયા કાઢીને ખજુરભાઈને હાથમાં આપ્યા હતા. અને આ ૨૦૦૦ રૂપિયા હાથમાં આપીને ખજુરભાઈને આ બે ભાઈ કહે છે કે ‘આ અમારા તરફથી ખુબજ નાની ભેટ છે. આ બે હજાર રૂપિયા તમે ખુબ જ સારા કામ માં વાપરો તેવી શુભેચ્છા આપીએ છીએ.

તો વાત એવી છે કે ગયા વર્ષે વાવાઝોડા ની અંદર જંગલની અંદર નેસ્વામાં જે માલધારીઓ રહેતા હતા. તેમનો ઘાસચારો ખુબજ બગડી ગયો હતો.અને આવા કપરા સમયમાં ખજુર ભાઈ ત્યાં ઘાસચારો લઈને પહોચી ગયા. અને તેજ સમયે આ બંને ભાઈઓ ખજુરભાઈને મળવા આવ્યા હતા. આમ ખજુર ભાઈની સેવાઓ જોઈ આ બંને ભાઈઓ ખુબજ તેને પસંદ કરે છે અને આ કારણથી ખુશીથી તેમણે બે હજારની ભેટ આપી હતી.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.