“એ મૂછો વાળા મગનકાકા આવ્યા”!હિંમતનગરનો આ ઉમેદવાર ધરાવે છે 5-5ફૂટની મૂછો, આટલી લાંબી મૂછ રાખવાનું કારણ…
જેમ તમે જાણોજ છો કે હાલ ગુજરાતમાં ચુંટણીનો માહોલ ચાલી રહ્યો છે તેવામાં ઘણા નેતાઓ તેમની અલગ અલગ જે તી પર્તીઓના નારાઓ અને રેલીઓ લગાવતા હોઈ છે. તેવીજ રીતે આજે તામને એક ખુબજ અનોખા ઉમેદવાર લઈને તમારી પાસે આવ્યા છીએ. જેના વિષે જણાવીએ તો તેઓ ૫ ફૂટની મૂછો ધરાવે છે તેઓ અપક્ષના ઉમેદવારનો અનોખો પ્રચાર; ગામમાં નીકળતા લોકો બૂમો પાડે છે ‘મૂછોવાળા મગનકાકા આવ્યા’ જી સાંભળી ગામના લોકો તેણે જોવા માટે તરતજ પોતાના ઘરની બાર આવી જતા હોઈ છે. અને થોડાજ સમયની અંદર ત્યાં ઘણી ભીડ થઈ જતી હોઈ છે.
વાત કરવામાં આવે તો હિંમતનગરના આપક્ષમાંથી ઉમેદવાર નોંધાવતા એવા ઉમેદવાર મળ્યા. જેમની પાર્ટીનું ચિન્હ સફરજન છે, પરંતુ તેમને લોકો મગનકાકા મૂછોવાળાના નામથી ઓળખે છે. જેમની મૂછ તેમની પાર્ટીની ઓળખ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. તો આવો જાણીએ કોણ છે આ મગનકાકા મૂછોવાળા. તેમની વાત કરવામાં આવે તો મગનભાઈ સોલંકી પહેલા એક આર્મી ઓફિસર તરીકે થળ સેનામાં ફરજ બજાવી ચૂક્યા છે. તેમણે દેશની સરહદ પર આર્મી જવાન તરીકે ખુબજ સારી સેવા આપી છે
આમ આ સાથે તમને જણાવીએ તો મગનકાકાએ તેમની મૂછો વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, હું આર્મીમાં જ્યારે ભરતી થયો હતો 19 વર્ષે ત્યારથી મૂછો રાખવાનો મને શોખ છે અને કહેવાય છેને મર્દ મૂછો વગર ન શોભે. એટલે હું 19 વર્ષનો હતો હતો ત્યારથી આજદીન સુધી મેં મૂછો કપાઈ નથી, પરંતુ અહિંયાના વાતાવરણ અને ગરમીના કારણે મૂછો અત્યારે નાની થઈ ગઈ છે. એ પહેલા મારી આનાથી પણ મોટી અને ભરાવદાર મૂછો હતી. મારી મૂછ એક તરફ અઢી ફૂટ અને બીજી તરફ અઢી ફૂટ એટલે પાંચ ફૂટ લાંબી છે. મૂછને હું પહેલા શેમ્પુથી ધોઈને તેને બને સાઈડથી વાળીને કંપનીની સ્પેશિયલ ક્રીમથી 30 મિનિટ માલિશ કર્યા પછી જ બહાર નીકળુ છું. જો હું મારી મછ બહાર ખોલું તો લોકો આટલી મોટી મૂછ જોઈને અચંબામાં પડી જાય છે.
આમ આ સાથે વધુમાં મગનભાઈએ દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, મારે થળ સેનામાં આર્મીમાં ફરજ બચાવી નિવૃત થયે 10 વર્ષ જેટલો સમય વીતી ગયો છે. નિવૃત થયા બાદ અત્યારની ચૂંટણી પહેલા હું 2 ચૂંટણી લડી ચૂક્યો છું. જેમાં એક વિધાનસભામાં બહૂજન સમાજ પાર્ટી તરફથી અને બીજી લોકસભામાંથી અપક્ષ તરફથી લડી ચૂક્યા છું. જ્યારે હું બહુજન સમાજ પાર્ટીમાં લડ્યો હતો. ત્યારે મને કોઈએ સહકાર નહતો આપ્યો પછી મેં બીજીવારમાં અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી અને ત્યારે મને 2500 વોટ મળ્યા હતાં. આ વખતે પણ ઘણા લોકોએ મને કહ્યું તમે લડો અને મારૂ માજી સૈનિકોનું સંગઠન પણ છે જેનો વિશ્વ સ્તરે વિકાસ કરવા માટે અને લોકો હાલ ઘણી મુશ્કેલીઓથી પિડાઈ રહ્યા છે તો તેમને પણ સેવા કરવાના હેતુથી મેં આ વખતે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો