આ છે ગાય માતાના સાચા પ્રેમી, લક્ઝુરિયર્સ બંગલોમાં 11 ગાયોને દીકરીની જેમ કરે છે ઉછેર,…તસવીરો જોઇ સલામ કરશો

મિત્રો વાત કરીએ તો આપણે આપણા જીવનામાં ઘણાં પશુ અથવાં પ્રાણીને જરૂર પ્રેમ કરતા હોઈએ છીએ ભલે પછી તે પાલતુ હોઈ કે રખડતું. તેમજ વાત કરીએ તો ગાયની તો આપણી સંસ્કૃતિમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. ગાય બચાવોને લઈને દેશભરમાં ચર્ચાઓ ચાલી રહી છે. અને રાજ્ય સરકાર ગૌરક્ષણ માટે ખૂબ જ સક્રિય બન્યા છે અને ગૌહત્યા વિરૂધ્ધ કડક કાયદા ઘડવામાં આવી રહ્યા છે. ઉલ્લેનીય છે કે ગુજરાત સરકારે ગાયની ગેરકાયદેસર હેરાફેરી અને ગૌમાંસ સાથે પકડાયેલા લોકો માટે કાયદા કડક બનાવ્યા છે.

આપણે સૌ આપણી આજુબાજુમાં ગૌ પ્રેમીઓ તો જોયા હશે પરંતુ અમદાવાદમાં રહેતા એક કરોડપતિનો ગાયો પ્રત્યેનો પ્રેમ જોઇને તમે પણ ચોંકી ઉઠશો. આ ગૌપ્રેમીનું નામ છે વિજય પરસાણા. વિજ્ય પરસાણા તેના ઘરમાં છેલ્લી 3 પેઢીથી 11 ગાયનોની નિભાવી રહ્યા છે. વિજય પરસાણાએ અમદાવાદ નજીકના મણિપુર ગામમાં તેનો બંગલો ગાયો માટે ખાલી કરી દીધો છે. આ બંગલામાં 11 ગાયોને કોઇ તકલીફના પડે તે માટેનું બધી સુવિધા કરવામાં આવી છે.

આ 11 ગાયો પાંચ હજાર વારના પ્લોટમમાં બનેલા બંગલામાં રહે છે. આટલી વિશાળ કાર્મ હાઉસમાં બનેલા બંગલામાં ગાયો અને વાછરડા આરામથી રહે છે. વિજયભાઈએ ગાયો ડ્રોઇંગ રૂમમાં લપસીના પડે તે માટે ટાઇલ્સ પણ કાઢી નાખી છે. તેના ઉપર પાથરી દીધી છે. ગાયોનો મચ્છર ના કરડે એ માટે મચ્છરનું મશીન અને રેકેટ રાખવામાં પણ આવ્યું છે. ગાયો અને વાછરડાઓને બેડરૂમ સાથેનો બંગલો મેળવીને વીઆઈપીને ટ્રીટમેન્ટ મેળવે છે.

આ ગાયોની રખેવાળ ખુદ વિજ્ય પરસાણા કરે છે. ગાયોને કોઈ પ્રકારની તકલીફના પડે તે માટે ગાયો માટે ભોજનશાળા, પાણી પીવાનો હવાડો, પંખાની વ્યવસ્થા, બારીઓમાં જીણી ઝાળી કરાવી દીધી છે. આ ઉપરાંત ત્રણ વાર ગાયોને નવડાવે છે. વિજય પરસાણા ગાયોને કેરવવા માટે કારમાં લઇ જાય છે. આ સાથે જ વાછરડીઓને શણગાર માટે કબાટ પણ રાખવામાં આવે છે.આ કબાટમાં વાછરડીઓના કપડા, બુટ્ટી,દોરો,ઝાંઝર, દુપટ્ટા સહિતની વસ્તુઓ છે.

વર્ષ 2016માં અગ્રણી ફિટનેસ ચેઇનના માલિક વિજય પરસાણા તેમની ગીર ગાય પૂનમાં ધામધૂમથી લગ્ન કરાવવા બદલ સમાચારમાં ચમક્યા હતા. તેમણે પૂનમના લગ્ન ભાવનગરના કોટિયા ગામના બળદ અર્જુન સાથે કરાવ્યા હતા. આ ગાયના લગ્નમાં લાખો રૂપિયાનો ખર્ચો થયો હતો અને તેમાં ગાય અને ગોલ્ડ જ્વેલરી પણ પહેરાવવામાં આવી હતી. આ ગાયે પહેલા વાછરડાને જન્મ આપ્યો છે. આ વાછરડાનું નામ સરસ્વતી રાખવામાં આવ્યું છે. આ ફંક્શનમાં ગાયના ‘સાસરિયા’ મીઠાઇ લઇને નવા બાળકને વધાવવા આવશે. આ સાથે જ પૂનમ અને સરસ્વતીની પૂજા કરવામાં આવશે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.