અરે અરે આંટી કન્ટ્રોલ ! લગ્નમાં વાગ્યું આંટીનું ફેવરીટ ગીત તો પછી આંટી એ એવો ધાસુ ડાંસ કર્યો કે લોકો જોતા જ રહી ગયા..જુઓ આ વિડીયો
સોશિયલ મીડિયા એક એવી જગ્યા છે જ્યાં દરરોજ હજારો વસ્તુઓ વાયરલ થાય છે. આ એક એવું મંચ છે જે રાજાને રુક અને રુકને રાજા બનાવી શકે છે. આના દ્વારા દુનિયાભરમાં ન જાણે કેટલા લોકો લોકપ્રિય થઈ ગયા છે. પછી તે રાનુ મંડલ હોય કે અનોખી શૈલીમાં બદામ વેચનાર ‘કાચા બદામ’ ફેમ ભુવન બદ્યાકર. હા, તમે અત્યાર સુધી આવા ઘણા વાયરલ વીડિયો જોયા હશે.
અમે તમારા માટે એક એવો જ મજેદાર વિડિયો લાવ્યા છીએ, જેને જોયા પછી હસ્યા પછી તમને ચોક્કસ પેટમાં દુખાવો થઈ જશે. આ વાયરલ વીડિયોમાં લગ્નમાં ડાન્સ ફ્લોર પર જે રીતે એક આંટી ડાન્સ કરી રહી છે તે જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.લોકો આ વિડિઓ ને ખુબ પસંદ કરી રહ્યા છે આ વિડિઓ ને અત્યાર સુધી માં 64 લાખ વ્યૂ મળી ગયા છે
લગ્નમાં ડાન્સ કરતી આન્ટીનો વીડિયો વાયરલ થયો છે
વાયરલ થઈ રહેલા આ વીડિયોને wedus.in ઈન્સ્ટા નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે પંજાબી ગીત ‘ઈશ્ક તેરા તડપાવે’નું મ્યુઝિક શરૂ થતાં જ સાડી પહેરેલી આંટી તેના પર ખતરનાક રીતે ડાન્સ કરવા લાગે છે.આન્ટી ને ડાન્સ કરતા જોઈ ને મેહમાનો પણ ચકિત થઇ ગયા હશે.આન્ટીના ડાન્સ મૂવ્સ એટલા ફની છે કે લોકોએ તેના પર રિએક્શન આપવાનું શરૂ કરી દીધું છે.
View this post on Instagram
આ વીડિયો પર કોમેન્ટ કરતાં એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું કે, “શું માતાજી આવ્યા છે કે શું “, જ્યારે બીજાએ લખ્યું, “અરે દીદી આરામથી”. બીજી તરફ બીજાએ કટાક્ષ કરીને લખ્યું, “આન્ટી રાહ જ જોતા હતા કે કોઈક ડાન્સ માટે બોલાવે”. આ વીડિયો પર આવી ઘણી ફની પ્રતિક્રિયાઓ જોવા મળી છે.