અરે આ શું? વગર કોઈના અડે બગીચામાં સાધન હલવા લાગ્યું, પોલીસ પણ દંગ રહી ગઈ…વિડીયો જોઈ લોકો બોલ્યા મિસ્ટર ઇન્ડિયા

વર્તમાન સમયમાં જો વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા હાલ ચાર મહત્વના માધ્યમો બની ગયા છે જેમાં યુટ્યુબ, ઇનસ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વીટરનો સમાવેશ થાય છે. આ ચાર માધ્યમો એવા છે જ્યાં રોજબરોજના અનેક વિડીયો વાયરલ થતા જ રહે છે જેને જોયા પછી સોશિયલ મીડિયા યુઝરો પણ ખુબ મનોરંજીત થતા હોય છે.

એવામાં હાલ ઇનસ્ટાગ્રામ દ્વારા એક આવો જ અનોખો વિડીયો સામે આવ્યો છે જેમાં એવું થાય છે કે જોનાર સૌ કોઈ હચમચી ગયું હતું. આમ તો તમે જોયું હશે કે હાલના સમયમાં લોકો ભૂતને એવા ઘણા બધા પ્રેંક કરીને મસ્તીખોર વિડીયો બનાવતા હોય છે પણ આ વિડીયોમાં એવું નથી થઇ રહ્યું. કારણ કે બગીચામાં રહેલ કસરત કરવાનું સાધન અચાનક જ હલવા લાગ્યું હતું આની તપાસ કરવા પોલીસ આવી તો તેઓ પણ ચોકી જ ગયા હતા.

વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે એક બગીચામાં રહેલ કસરત કરવાનું સાધન અચાનક જ ઉચ્ચું નીચ્ચું થવા લાગે છે આથી પોલીસ પણ ચકાસણી કરવા જાય છે કે આ કોઈ યુવકની મસ્તીખોરી તો નથીને પણ પોલીસને એવું કઈ લાગતું નથી. હવે આ કસરત કરવાનું સાધન કેવી રીતે હલતું હશે તેતો હાલ એક રહસ્ય બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. આ જોયા પછી પોલીસ અધિકારીઓ પણ દંગ જ રહી ગયા હતા અને વિડીયો ઉતારવા લાગ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by SCHOOLDAYS ™ 2M (@school.days__)

જણાવી દઈએ કે આ વિડીયો ઇનસ્ટાગ્રામ પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકોને પણ ખુબ જ પસંદ આવી રહ્યો છે, આ વિડીયોની મુખ્ય વાત તો એ છે કે આ સાધન કઈ રીતે હલતું હશે આ વાતને લઈને સોશિયલ મીડિયા યુઝરોનું પણ માથું ચક્કર ખાય ગયું હતું. આ વિડીયો જોયા બાદ અમુક યુઝરોએ તો એવી પણ પ્રતીક્રીયા આપી છે કે આ સાધન મિસ્ટર ઇન્ડીયા હલાવી રહ્યા છે, જયારે બીજા ઘણા યુઝરોએ આવી ફની પ્રતિક્રિયા આપી હતી.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *