જાણૉ કોણ હતા નાયિકા દેવી જેના જીવન પર આધારિત ફિલ્મ આવી રહી છે, ગુજરાતના આ ગામ સાથે છે, ખાસ સંબંધ…

મહારાણી લક્ષ્મીબાઈનું નામ તો બધાએ સાંભળ્યું જ છે. પરંતુ આપને એ જણાવી દઈએ કે ભારત ના સૌપ્રથમ યોદ્ધા રાણી હતા.12 મી સદીના પાટણના મહારાણી નાયિકાદેવી જેઓ ભારતના સૌપ્રથમ યોદ્ધા રાણી હતા. તેઓ યુદ્ધકલમામાં પારંગત હતા જેમણે મહોમ્મદ ઘોરીને યુદ્ધમાં ધુળ ચાટતો કરી દિધો હતો. આવા આ બહાદુર મહારાણી પર ગુજરાતીમાં એક સરસ મજાની ફિલ્મ બની છે જે ટૂંક સમયમાં રિલીઝ થશે.

ઈતિહાસમાં પ્રથમ વખત અણહિલવાડ પાટણ પર બોલીવુડને ટક્કર આપે તેવી ફિલ્મ જેનું નામ નાયિકદેવી છે જે રિલીઝ થવા જઈ રહી છે.આ ફિલ્મ એક ઇતિહાસ પર આધારિત ફિલ્મ છે. આમાં ૧૨મી સદીની કથા છે તથા આ ફિલ્મ ભારતની પ્રથમ યોદ્ધારાણી નાયિકાદેવી ના જીવન ની ઝલક બતાવશે અને ફિલ્મ ૬ મે ૨૦૨૨ ના રોજ રીલિઝ થશે.

આ ફિલ્મમાં ખુશી શાહ મુખ્ય ભૂમિકા ભજવશે જેની સાથે ચંકી પાંડે, મનોજ જોષી તથા ચિરાગ જાની જેવા ગુજરાતી રંગભૂમિના મોટા ગજના કલાકારો પણ મુખ્ય ભૂમિકાઓમાં જોવા મળશે.

ચંકી પાંડે આ ફિલ્મમાં મહોમ્મદ ઘોરીની ભૂમિકામાં જોવા મળશે જેમાં તેમનો અભિનય ઉત્કૃષ્ટ કહી શકાય તેવો અને પોતાના પાત્રમાં જાન રેડીને અભિનય કર્યો છે. તથા ચિરાગ જાની નાયિકા દેવી ના પતિની ભૂમિકામાં છે. નાયિકાદેવી, ધ વોરિયન્ટ ક્વીન ગુજરાતી સિનેમાની પહેલી ઇતિહાસ પર આધારિત ફિલ્મ હશે જેને ટ્રી એન્ટરટઇનમેન્ટ પ્રોડ્યુસ કરી રહ્યું છે. આ ફિલ્મનું નિર્દેશન નીતિન જી. દ્વારા કરવામાં આવ્યું છે.

ફિલ્મના મ્યુઝિક કંપોઝર પાર્થ ભરત ઠક્કર છે જેમના એનર્જી ભર્યા મ્યુઝિકને કારણે ફિલ્મમાં એક જુસ્સાનો સંચાર થતો જોઈ શકાય છે.

ફિલ્મ પ્રોડ્યુસર ઉમેશ શાહના જણાવ્યા મુજબ આ ફિલ્મના ટ્રેલર જોયા બાદ લોકોનો જે પ્રતિસાદ મળી રહ્યો છે તે બહુ સારો છે તથા તેઓને કહ્યું છે કે સ્ક્રીન પર મહોમ્મદ ઘોરીને ઝલક દર્શકો સુધી પહોચાડવા અમે આતુર છીએ.

હવે આપણે જોઈએ કે આ નાયિકાદેવી કોણ હતા?ચાલુક્ય વંશના મહારાણી નાયિકાદેવી એ પાટણ પર ૪૨ વર્ષ સુધી રાજ કર્યું હતું અને ૧૧૭૮ માં થયેલ યુદ્ધમાં મહોમ્મદ ઘોરીને તેમણે હરાવ્યો હતો. મહોમ્મદ ઘોરીને પૃથ્વીરાજ ચૌહાણે હરાવ્યો તે પહેલાં આ બહાદુર રાણી નાયિકાદેવી યુદ્ધ માં તેને ધુળ ચાટતો કર્યો હતો.

નાયિકાદેવી કદમ એટલે કે આજના ગોવાના મહામંડલેશ્વર પરમાંની ના પુત્રી હતા. તેમના પતિ અજયપાલ સિંહની તેમના જ અંગરક્ષકો e હત્યા કરી હતી ત્યારે એક પુત્રની માતા નાયિકાદેવી ઉપર આખા પાટણની રાજગાદી ની જવાબદારી આવી પડી હતી.

 

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.