ગુજરાતી ફિલ્મના દિગ્ગ્જ અભિનેતા એવા હિતેન કુમારે કમાં વિષે આવું કહ્યું! ‘મહેરબાની કરીને તમે…જાણો શું કહ્યું

આજે અત્યારે મોટા સેલીબ્રિટી થી પણ વધારે સુપ્રસિદ્ધ બન્યો છે આ કમો આમ તો નાનપણ થી જ પૂજ્ય મોરારી બાપુ શ્રી રામા મંડળ મા ખુજ રસ ધરાવતો આ કમો અને આ કમા ની આજે દેશ વિદેશ ના લોકો ઓળખવા લાગ્યા છે. કીર્તીદાન ગઢવીએ પણ કહેલું છે કે, આપણે ઈશ્વરનું સ્વરૂપ કહી શકીયે કારણ કે આવા વ્યક્તિઓનો જન્મ ઈશ્વરે આપેલ વરદાન રૂપ જ ગણાય છે.દોસ્તો વિવિધ ડાયરાઓમાં રાશ ધરાવતો આ કામો અને તેમાં ડાન્સ કરે છે આજે કમાને ઓળખાણની લગભગ જરૂર નહિ. તેવાંમાં હાલ ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર હિતેન કુમારે ગુસ્સે ભરાઈ “કમા” વિશે આપ્યું મોટું નિવેદન. આવો તમને વિગતે જણાવીએ.

આપણે સૌ કોઈ લોકો જોઈએ છીએ કે અત્યારે અવારનવાર મોટા મોટા કલાકારો અને સુપરસ્ટારના નિવેદન પણ અત્યારે સામે આવી રહ્યા છે કે જેમાં, કમા ને ડાયરાના પ્રોગ્રામ ની અંદર નાચતા જોઈને અલગ અલગ પ્રકારની પોતાની વ્યથા જણાવી રહ્યા છે. ની સામે ગુજરાતી ફિલ્મ ના ખૂબ જ મોટા સુપરસ્ટાર કહેવાતા હિતેનકુમાર પણ કમા ને સાથ સહકાર માટે એક નિવેદન આપ્યું હતું. તાજેતરમાં જ હિતેનકુમાર એ કમા ના ગુસ્સા ઉપર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો

તમને ખાસ જણાવી દઈએ કે, ગુજરાતની ખૂબ જ મોટી મીડિયા એજન્સી એટલે કે abp મીડિયા ની સાથે ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર હિતેન કુમારને ખાસ વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, હું છેલ્લા ત્રણથી ચાર મહિનાથી કમાના જે પણ વિડિયો અત્યારે સામે આવી રહ્યા છે તે હું જોઈ રહ્યો છું અને આ બધા વિડીયો જોઈને હું એક જ વાત કહીશ કે આ સર્કસ ચાલી રહ્યું છે. મારી બધા જ ડાયરાના મિત્રોને અને કલાકારોને વિનંતી કરું છું કે,

કમા પ્રકારના વ્યક્તિને આવી રીતે રમકડું બનાવીને ન મૂકો. હિતેનકુમાર એ પણ વાતચીત દરમિયાન વધુમાં જણાવ્યું હતું કે, કારણ કે માનસિક રીતે વિકલાંગ કરી શકાય તેવી કોઈ કરુણા તો પેદા નથી થઈ શકતી પરંતુ, હસ્યસ્પદ ઘટના અત્યારે બની રહી છે. કમા ને રમકડું ન બનાવી દેવું જોઈએ. કમા વિશે કરુણા હોઈ તો આ પ્રકાર ના તાઇફા ઓ કરવાના બંધ કરવા જોઈએ. ગુજરાતી ફિલ્મના સુપર સ્ટાર હિતેનકુમાર વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે કિર્તીદાન ભાઈએ આ શરૂ કર્યું ત્યારે તેમની ભાવના જુદી હતી

આમ તો પણ આજના સમયમાં જે ત્રણેક મહિનાથી કમાને રમકડા ની જેમ અત્યારે વાપરવામાં આવી રહ્યો છે. હિતેન કુમારે કમા અંગે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, મને એક માણસ તરીકે આ બધી વસ્તુઓ ખૂબ જ વધારે ડિસ્ટર્બ કરી રહી છે અને કમાને તો ખબર જ નથી કે એની સાથે અને તેની આસપાસ આ પ્રકારની કઈ ઘટના બની રહી છે. એ તો નાનકડું બાળક છે અને તેની સાથે જે પણ કરવામાં આવી રહ્યું છે તે ખરેખર શરમજનક ઘટના છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. TODAYGUJARAT.IN વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈ પણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ Todaygujarat.in કરતુ નથી જેની ખાસ નોંધ લેવી. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.