ફીલ્મો થી લઈ રાજકારણ સુધી આવુ જીવન જીવે છે હિતુ કનોડીયા ! જુવો પત્ની સાથે ની ખાસ તસવીરો

ગુજરાતી સિનેમા ઘણા એવા કલાકારો છે, જેઓ અભિનય સાથે સંકડાયેલ છે. આજે આપણે વાત કરીશું, ગુજરાતી સિનેમાના એવા લોકપ્રિય અભિનેતા વિશે જેમનો પરિવાર ઢોલીવુડમાં અતિ લોમપ્રિય છે. જેમ બોલીવુડમાં કપૂર પરિવારનું મહત્વનું યોગદાન છે, બસ એમ ગુજરાતી ફિલ્મોમાં કનોડિયા પરિવારનું ખૂબ જ મહત્વ છે. આજે અમે આપને જણાવીશું ગુજરાતી સિમેમના લોકપ્રિય અભિનેતા હિતુ કનોડિયા વિશે.

પિતા અને બાપુજીનો વારસો તેમને બખૂબી નિભાવ્યો છે. કહેવાય છે ને કે, મોરના ઈંડા ચીતરવા ન પડે.ગુજરાતી સિનેમાનાં અભિનેતા હિતુ કનોડિયા એક શ્રેષ્ઠ કલાકાર ની સાથે આજે ઇડર વિધાન સભાના ધારાસભ્ય છે. આજે તેઓ રાજકીય ક્ષેત્રની સાથો સાથ ગુજરાતી સિનેમા સાથે પણ સંકળાયેલ છે. તેમના પત્ની પણ ગુજરાતી સિનેમાના લોકપ્રિય અભિનેત્રી છે.

હીતું કનોડિયા પિતા નરેશ કનોડિયા તરફથી જ વારસમાં અભિનયની ભેટ મળી હતી.12 ધો થી તેણે ફિલ્મની દુનિયામાં આગમન કર્યું અને તેમને અનેક અભિનેત્રીઓ સાથે ફિલ્મો કરી જેમાં તેમની લોકપ્રિય જોડી હતી મોના થિબા સાથેની જે દર્શકોનું દિલ જીતવામાં સફળ રહી. આપણે જાણીએ છે કે, હાલમાં મોના થિબા અભિનયની દુનિયામાં થી વિદાઈ લઈ લીધી હતી અને એક માતા તરીકે અને વહું ની ભૂમિકા નિભાવે છે પણ હવે ફરી એક વખત તેમને પુનરાગમ કર્યું અને ગુજરાતી ફિલ્મોમાં જોવા મળી રહ્યા છે.

હિતુ કનોડિયા 200 થી વધુ ફિલ્મ કામ કરેલું છે. ફિલ્મી સફર દરમિયાન જ તેમને અભિનેત્રી મોના સાથે લગ્ન કર્યા હતા અને આજે તેમને ત્યાં એક દીકરો છે જેનું નામ રાજવીર છે. આજે હિતુ કનોડિયા એક એવા અભિનેતા છે જેમને પોતાના અભિનયની સફર કારકિર્દી બાદ પણ પોતાના પિતા અને બાપુજી અને મા ની સેવામાં જીવન સમર્પિત કર્યું.આજે તેઓ પોતાનું જીવન દેશ ની સેવા માટે આપ્યું છે. એક શ્રેષ્ઠ અભિનેતાની સાથે તેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રખર રાજ નેતા અને ઇડર ગામના ધારાસભ્ય છે અને લોકો તેમના કાર્ય થી પ્રભાવિત છે.

કનોડિયા પરિવાર રાજકીય ક્ષેત્રમાં મહત્વનું યોગદાન આપ્યું છે કારણ કે મહેશ કનોડિયા પાટણ વિસ્તારના લોકસભાના સાંસદ સભ્ય રહેલા તેમજ નરેશ કનોડિયા ગુજરાત ના કરજણ વિધાનસભા મતક્ષેત્રમાંથી વિધાન સભાના સભ્ય પણ રહી ચૂક્યા છે. અને તેમને પોતાનું જીવન મુખ્યત્વે લોક સેવામાં સમર્પિત કર્યું છે. આ સિવાય હિતુ કનોડિયા પોતાની રાજકીય સફર વર્ષ 2012માં કરેલ હતી અને તેઓ કડી મત વિસ્તાર થી ચૂંટણી લડ્યા હતા પરંતુ ત્યાં તેમની હાર થઈ હતી.

હાર થઈ છતાંય લોક સેવા કરવાનો નિર્યણ અડગ હતો અને તેમને ભાજપ પાર્ટી દ્વારા વર્ષ 2017માં ઇડર વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવી અને વિધાન સભાના સભ્ય તરીકે ચૂંટાય આવ્યા અને આજે તેઓ ધારાસભ્ય તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા છે. તેમના પિતા અને બાપુજી પણ વિધાનસભા અને લોકસભામાં હતા. હવે પિતા અને બાપુજીના માર્ગે હિતુ કનોડિયા પોતાના જીવનનું ઘડતર કરી જ રહયા છે.હાલમાં જ તેમની માધવ નામની સુપર એક્શન ફિલ્મ આવી રહી છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *