ભાજપના ધારાસભ્ય હિતુ કનોડિયાએ ફિલ્મી ડાઈલોગ મારતા કહ્યું કે મોદી એટલે શાન…

ગુજરાત વિધાનસભામાં આજે ભાજપના ધારાસભ્ય અને અભિનેતા હિતુ કનોડિયાએ કોંગ્રેસે કરેલી ટિપ્પણીનો જોરદાર પ્રત્યુત્તર આપતા કોંગ્રેસના સભ્યોના મોઢા સિલાઈ ગયા હતા.કનોડિયાએ અસરકારક વકતવ્ય આપતા જણાવ્યું હતું કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી શાનદાર, જાનદાર તથા ઈમાનદાર છે. તેમના આટલા સરસ વ્યક્તવ્યથી ભાજપના સભ્યો ઉત્સાહમાં આવીને પાટલી થપથપાવીને હિતુ કનોડિયાને વધાવ્યા હતા.

તેઓ એ એમ પણ જણાવ્યું હતું કે તાજેતરમાં જ સરદાર પટેલ સ્ટેડિયમમાં નરેન્દ્ર મોદીએ યુવાનીમાં શક્તિ અને જોમનો સંચાર કર્યો હતો તથા એમ પણ કહ્યું હતું કે બાળકોને બારાખડીમાં ‘ભ’ એટલે ભ્રષ્ટાચાર થઇ ગયો હતો અને ૨૦૧૪ માં નરેન્દ્ર મોદીના આવ્યા પછી ‘ભ’ એટલે ભારત.

આ ઉપરાંત કોંગ્રેસના ધારાસભ્ય પુંજાભાઈ વંશનના ૫૬ ઇંચના નિવેદન ને પણ જવાબ આપતા કહ્યું હતું કે યુક્રેન – રશિયામાં જે બાળકો ફસાયેલા હતા તેમને સહી – સલામત રીતે ભારત લાવવામાં પણ ૫૬’ ની છાતીવાળા વડાપ્રધાન જ કરી શકે. આ નિવેદનને પણ ભાજપના સભ્યોએ વધાવ્યો હતો જ્યારે કોંગ્રેસના સભ્યો કોઈ પ્રતિક્રિયા આપી શક્ય નહિ.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *