શોખ બોવ મોટી વાત છે! અમદાવાદના આ વ્યક્તિએ શોખમાં ને શોખમાં ઉભું કરી દીધું જોવા લાયક મ્યુઝિયમ, તસ્વીર જોઈ ગાંડા…

સામાન્ય રીતે તમે બધા જાણતાજ હશો કે મ્યુઝિયમમાં ખુબજ જૂની અને પ્રાચીન વસ્તુઓનું વગેરે ખુબજ કિંમતી વસ્તુઓનું કલેક્શન કરવામાં આવતું હોઈ છે. મ્યુઝિયમમાં રાખવામાં આવતી વસ્તુઓ ખુબજ રેર અને ભાગ્યેજ જોવા મળતી હોઈ છે. તેમજ અમુક વસ્તુઓતો એટલી જૂની હોઈ છે જેની કિંમત આંકવી પણ મુશ્કેલી બની જાય છે. આ બધાજ મ્યુઝિયમ ઘણીં બધી વસ્તુઓના અલગ અલગ જોવા મળતા હોઈ છે ત્યારે હાલ અમે એક તેવાજ અનોખા મ્યુઝિયમ અને તેની અનોખી વસ્તુઓને તમારી પાસે આવ્યા છીએ. આ મ્યુઝિયમ ગુજરાતના એક વ્યક્તિનું છે જે જેણે નાનકડાથી શોખથી આખું મ્યૂઝિયમ ઉભુ કર્યું અને હવે કહે છે, શોખની કોઇ કિમત નથી હોતી. આવો તમને વિગતે જણાવીએ.

જો તમને જણાવીએ તો આ દુનિયામાં ઘણા એવા લોકો હોઈ છે જેને તેની મનપસંદ વસ્તુઓ ભેગી કરી એક કલેક્શન તૈયાર કરતો હોઈ છે તેવીજ રીતે અમદાવાદ થલતેજ વિસ્તારમાં રહેતા લલિત મહેતા કાચબાઓની અનેક પ્રતિકૃતિ એકઠી કરી… કાચબાઓની અનેક પ્રતિકૃતિઓનું મ્યુઝીયમ તૈયાર કર્યું. ઓડિયો વિઝનના ઇક્વીપમેન્ટના વ્યવસાય સાથે સંકળાયેલા લલિત મહેતાએ 50 વર્ષની ઉંમર બાદ કાચબાની પ્રતિકૃતિ એકઠી કરવાની શરૂઆત કરી હતી. લલિત મહેતાએ વિશ્વના અલગ અલગ દેશ જેમ કે ફિલિપાઇન્સ, આફ્રિકા કેન્યા, અમેરિકા જેવા દેશ થતાં ભારતના અલગ-અલગ રાજ્યમાંથી 6 હજારથી વધારે કાચબાની પ્રતિકૃતિ એક્ઠી કરી છે. કાચબાના આકારની છીણી, સાબુ, ટી કોસ્ટર, સોડાની બોટલ ખોલવા માટેનું ઓપનર, બોટલ, પતંગ સહિતની વસ્તુઓ બનાવી છે. જે જોવામાં ખુબજ અધભૂત અને અવિશ્વશનીય લાગે છે.

આ સાથે વધુમાં જણાવીએ તો લલિત મહેતાએ 50 વર્ષની ઉંમર બાદ કાચબાની પ્રતિકૃતિ એકઠી કરવાની શરૂઆત કરી 14 વર્ષના અંતે આજે તેમના ટર્ટેલીયમમાં વિશ્વના અલગ અલગ દેશ તેમજ ભારતના પણ અલગ અળગ રાજ્યમાંથી એકઠી કરેલી 6000 થી વધારે કાચબાની પ્રતિકૃતિ છે. આમ ટર્ટેલિયમમાં 20 દેશોની ચલણી નોટ અને 125 દેશની પોસ્ટલ સ્ટેમ્પ છે, જેના પર કાચબાની પ્રતિકૃતિ હોય અહી અનેક એવા ગ્રીટીંગ કાર્ડ પણ છે. જ્યાં કેન્દ્ર સ્થાને કાચબો હોય. લલિત મહેતાના આ શોખથી તેમનું મિત્ર વર્તુળ અને સગા સંબંધીઓ પણ સારી રીતે પરિચિત થયા છે. તેથી વારે પ્રસંગે તેમને કાચબાની પ્રતિકૃતિ ભેટ સ્વરૂપે આપે છે. જાણીને નવાઇ લાગશે કે કાચબાની દરેક પ્રતિકૃતિ સાથે એક વાર્તા જોડાયેલી છે. જે ખુબજ રસપ્રદ અને અનોખી છે. તેમજ નોંધ લેવા જેવી બાબત છે કે શા માટે પ્રતિકૃતિ જીવિત કાચબો કેમ નહી તો લલિત મહેતા કહે છે કે, “જીવિત કાચબો રાખવો એક ગુનો હોવાથી તેઓ પ્રકિકૃતિ એકઠી કરી રહ્યા છે.”

મિત્રો એવું કહેવાય છે કે શોખની કોઇ કિમત નથી હોતી આમ તેથી ટર્ટેલીયમ માટે થયેલી કિંમતનો કોઇ ફોડ લલિત મહેતા પાડતા નથી. ટર્ટેલિયમમાં કાચબાની પ્રતિકૃતિની પીપુડી, સિંદુરની ડબ્બી, લેમ્પ જોવા મળશે અને કાચબાના સ્વરૂપમાં ઢળેલી અઢળક વસ્તુની પ્રતિકૃતિ તમને અહી જોવા મળશે. નર્મદા નદીના કિનારે આવેલા મંદિરના એક ખંડિત નંદીની પ્રતિમાથી કાચબાની પ્રતિકૃતિ એકઠી કરવાની સફર શરૂ થઇ જે આજે પણ ચાલુ છે. આ સફર દરમિયાન લલિત મહેતાને ઘણીંબધી અનોખી અને અલગ અલગ કાચબાની પ્રતિકૃતિઓ જોવા મળી છે. જે તેના હૃદયની સૌથી નજીક છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *