કાળઝાળ ગરમી વચ્ચે યુનિક સ્ટાઇલથી ટ્રાફિક મેનેજ કરે છે કરતા હોમગાર્ડના જવાન, પણ મહેનતાણું બસ આટલું…

જ્યાં ગુજરાતમાં લોકો એકતરફ ગરમીથી પરેશાન છે ત્યાં બીજી તરફ ગુજરાતી અને ખાસ કરીને અમદાવાદીઓ ટ્રાફિકથી પણ એટલા જ પરેશાન છે. કાળઝાળ ગરમીમાં બહાર નીકળવાનો પણ કંટાળો આવે ત્યારે અમદાવાદનો એક હોમગાર્ડ જવાન છે આ તડકામાં બધાને મનોરંજન પૂરું પાડતા ટ્રાફિક નિયંત્રિત કરે છે.

આ હોમગાર્ડના જવાન છે પિંકેશભાઇ જૈન જેમનો એક વિડીઓ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે અમદાવાદની કાળઝાળ ગરમી વચ્ચે સિગ્નલ પર હસતા મોઢે ડાન્સ કરીને ટ્રાફિક મેનેજ કરી રહ્યા હતા જેને જોઇને થોડી વાર માટે લોકો ગરમી અને ટ્રાફિકની સમસ્યાને ભૂલી ગયા હતા.ગમે તે ઋતુ હોય ગમે એટલો વરસાદ કે ગરમી હોય હોમગાર્ડ જવાન પિંકેશભાઇ જૈન પુરતી લગનથી તેમની ફરજ નિભાવે છે. એમની અનોખી સ્ટાઇલની વાત કરીએ તો પિંકેશભાઇ જૈન સિગ્નલ પર સતત સીટીઓ વગાડવાની સાથે એ મુજબ જ હાથ-પગની યુનિક મૂવમેન્ટ કરીને રસ્તા પર થયેલ ટ્રાફિક કન્ટ્રોલ કરે છે. એમની આ અનોખી સ્ટાઇલ જોવામાં જ લોકો સિગ્નલ તોડવાનું પણ ભૂલી જાય છે.

 

એક ઈન્ટરવ્યુમાં એમને જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 20 વર્ષથી આ નોકરી કરે છે અને અમદાવાદની દરેક ગલી અને શેરીઓ એમને ફરી લીધી છે. સાથે જ તેઓ પોતાનું ગુજરાન ચલાવવા માટે સવારે આઠ વાગ્યાથી બે વાગ્યા સુધી હોમ ગાર્ડની નોકરી કરે અને એ પછી ત્રણ વાગ્યાથી રાતે અગિયાર વાગ્યા સુધી ઓઇલની દુકાનમાં નોકરી કરે છે તો પણ આ અમદાવાદ જેવા શહેરમાં એમનું ગુજરાન માંડ માંડ ચાલે છે. એમને જણાવ્યું હતું કે પરિવારમાં માતા અને પાંચ ભાઈ છે અને તેમને આ હોમ ગાર્ડની નોકરીમાં 8-9 હજાર રૂપિયા કમાઈ છે. સાથે જ એમને એમ પણ જણાવ્યું હતું કે એમને ડાન્સ કરતા નથી આવડતું અને એમને ડાન્સનો જરા પણ શોખ નથી. એ જે રીતે ટ્રાફિક કંટ્રોલ કરે છે એ બસ એની યુનિક સ્ટાઇલ છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *