લવ-જેહાદનો ભયાનક કિસ્સો,યુવતીનું નિવેદન સાંભળી આંખો પહોળી થઇ જશે…જાણો આખી ઘટના

આજના સમયમાં સૌથી પ્રબળ અને સળગતો પ્રશ્ન કહી  શકાય એ લવ-જેહાદનો છે અને આ બાબત અંગે આજે ઘણી ચર્ચાઓ જોવા મળી રહી છે જેમાં ગુજરાતના નડિયાદ જીલ્લામાં આવો કંઇક કેસ  જોવા મળ્યો છે,જેમાં એક યુવતીએ પહેલા પોતાના પર શારીરિક અને માનસિક અત્યાચાર થયો છે એવી ફરિયાદ નોંધાવી અને હવે તેણીને જે વ્યક્તિએ આ કાર્ય કર્યું છે તેની સાથે પ્રેમ હોવાનો દાવો કરી રહી છે અને નિવેદન પાછું ખેચી રહી છે,ખરેખર સાચી ઘટના શું છે ચાલો જાણીએ..

અત્યાચાર અંગેની ફરિયાદ :-ગયા 24 માર્ચના રોજ નડિયાદની રિચા (નામ બદલેલ છે)ને યાસરખાન પઠાણ અને તેના પરિવારના લોકો સહિત કુલ 10 ઈસમો વિરુદ્ધ જબરદસ્તી ધર્મ પરિવર્તન કરાવવો.તેણી સાથે મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધવો તેમજ તેણીને શારીરિક અને માનસિક રીતે ત્રાસ આપીને હેરાન કરી એ અંગેની ફરિયાદ H.C.H.T સેલમાં આપવામાં આવી હતી.જેમાં યાસરખાન પઠાણ દ્વારા કેવી રીતે તેણીને પોતાના પ્રેમ પ્રપંચમાં ફસાવીને અને લગ્ન અને પૈસા અંગેની લાલચ આપી અને તેની સાથે વારંવાર બળાત્કાર જેવી પાપજનક કૃત્ય કર્યું અને ત્યારબાદ તેણીને એકલી વિદેશ મોકલી દીધી અને જ્યારે તે પરત આવી ત્યારે તેને ભાડાના મકાનમાં બંધ કરી યાસર અને તેના ભાઈ અને માતા-પિતા સહીતનાં પરિવારના દરેક સભ્યોએ અનેક પ્રકારે તેની સાથે અત્યાચારીક પ્રવુત્તિઓ કરી …આવી પગમાંથી જમીન સરકી જાય એવી ખૂબ જ ભયાનક વિગતો સાથેની ફરિયાદ અને એફિડેવિટ કરી હતી.

યુવતીએ નિવેદન બદલ્યું ,પોલીસની આંખો થઇ પહોળી:-  આવા રૂવાડા બેઠા કરી દે એવી ફરિયાદ જોઇને પોલીસે તાત્કાલિક 24 કલાકમાં મુખ્ય આરોપીના ભાઈ અને માતા-પિતા સહીતનાં તમામ સાત લોકોને પકડી જેલને સરનામે કરી દેવાયા હતા…જેના 17 દિવસ બાદ આરોપી યાસર પણ જેલના હવાલે થઇ ગયો હતો પરંતુ આખી ઘટનામાં વળાંક ત્યારે આવ્યો જ્યારે 26 એપ્રિલના મંગળવારના રોજ આ ભોગ બનનાર યુવતીએ પોલીસને એવું કહ્યું કે “મને  યાસર સાથે પ્રેમ છે અને હું તેની સાથે લગ્ન કરી રહેવા માંગુ છું આથી આપ યાસરને છોડી દો” આવી યાસર તરફી અરજીની રજૂઆત કરતા પોલીસોની પણ આંખ પહોળી થઇ ગઈ છે..આ પરથી એવું લાગી રહ્યું છે કે આ યુવતીનું કોઈએ માઈન્ડ વોશ કર્યું છે પરંતુ હાલ આ યુવતીનો નિર્ણય તેની મરજીથી છે કે પછી તેના પર કોઈએ આ અંગે દબાણ કર્યું છે એ તપાસનો મુદ્દો બની ગયો છે..

કેટલાક લટકતા સવાલો :-હાલ પોલીસ ફરિયાદમાં કરેલ આશ્ચર્યજનક નિવેદનથી અમિતાએ પોલીસનો બંદોબસ્ત લીધો છે જેમાં સરકારી ખર્ચે ૧ મહિલા અને ૧ પુરુષ કોન્સ્ટેબલ ફાળવવામાં આવ્યા છે અને સાથે સાથે તે હવે માતા-પિતાનું ઘર છોડીને યાસરના મિત્રના ઘરે રહેવા પહોચી ગઈ છે  અને આ બાબતથી આ યુવતીના માતા-પિતાને એક ઊંડો આઘાત લાગ્યો છે..આ ઘટના સાથે સાથે ચરોતર સહિત સમગ્ર રાજ્યમાં આ સળગતી ચર્ચાના ટોચે ચઢેલા આ મુદ્દામાં લાવ-જેહાદનો ભોગ બનેલી યુવતી યાસરને જામીન પર છોડાવવાની અરજી લઈને સોમવારે કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા અને આ બાજુ યાસર તરફથી વકીલોના ટોળેટોળા ઉમટ્યા હતા…જોકે આ બાબતમાં ઘણા સવાલો લટકી રહ્યા છે કે યુવતી સાથે આટલા વકીલો કોને મોકલ્યા? તેનો આ બદલાયેલ નિર્ણય મરજીપૂર્વક છે કે દબાણપૂર્વક આ બધા વેધક સવાલો તપાસ માંગી લે એવા છે..

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.