મકાન માલિકે દરવાજો ખોલતા જ હોશ ઉડી ગયા ! મકાન મા એક સાથે બે લાશો જોવા મળી અને પોલીસ ને જાણ કરતા…
દેશમાં અને રાજ્ય માં ઘણા આપઘાતના મામલા સામા આવતાજ હોઈ છે અને તે જોઈ લોકો ચોકી જતા હોઈ છે તેમજ આપઘાત કરવા પાછળનું કારણ ઘણીવાર ખબર પડતી હોઈ છે તો વળી ઘણીવાર આપઘાત કરનાર જે તે વ્યક્તિ ની સાથેજ તેનું કારણ દબાઈ જતું હોઈ છે અને તે કારણ કોઈ દિવસ સામું આવતું નથી. તેવીજ એક યુગલ ના આપઘાત ની ઘટના સામી આવી છે ચાલો તેના વિષે વિગતે ચર્ચા કર્યે.
આ ઘટના રાપર શહેર ની છે પોલીસ લાઈન પાછળ આવેલા તાકીયાવાસમાં યુવક અને યુવતી એક જ રૂમમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃત જોવા મળતા અરેરાટી વ્યાપી હતી. મળેલ વિગત મુજબ તાકીયાવાસમાં રાપરના નવીન રામજીભાઈ પઢિયાર અને ભૂટકિયાની વનીતા બાબુભાઈ સોલંકીએ કોઈ અગમય કારણોસર બિનવારસા મકાનમાં ૩ દિવસ પહેલા ગળે ફાંસો ખાધેલી હાલતમાં આજે મકાન માલિકે મકાન જોવા આવ્યા ત્યારે મળી આવ્યા હતા.
જે પછી મકાન માલિકે તરતજ પોલીસને જાણ કરી તેનો કાફલો આવ્યો અને સાથે માલતદાર સહિતના બીજા અધિકારીઓ પણ ઘટના સ્થળે આવ્યા હતા. ત્યારબાદ યુવક અને યુવતીના પરિવાર જનોને બોલાવીને ઓળખ પડાવી હતી. આમ મકાન માલિક બાબુભાઈ મુળજીના ભાઈ પ્રવીણભાઈ આજે મકાન દેખાડવા આવ્યા ત્યારે રૂમમાં થી દુર્ગંધ મારતી યુવક અને યુવતીનો લટકતો મૃતદેહ જોઈ તેને રાપર પોલીસ ને જાણ કરી હતી.
આમ આવી રીતે અપરણિત યુવક અને પરણિત યુવતી એ ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટુંકાવ્યું હતું. ત્યારબાદ ઘટના સ્થળે લોકો નાં ટોળા વળી ગયા હતા. તેમજ આ ઘરમાં તેઓ ક્યારે આવ્યા અને શા માટે આપઘાતનું પગલું ભર્યું તેની તપાસ રાપર પોલીસે હાથ ધરી છે.અને બીજું આ જાણવા મળ્યું છે કે મૃતક અનીલ ગયા ૨૪/૫ ના રાત્રે ૧ વાગે ઘરે થી ભાગી ગયેલ તેમજ ૨ દિવસ પહેલા પરણિત યુવતી વનીતા બાબુભાઈ સોલંકની ગુમ થયાની નોધ લખાવી હતી. જેના હાલ ૧૨/૫ ના દિવસ જ લગ્ન થયા હતા.