ગાંધીનગર હાઈવે પર બાઈક અને કાર વચ્ચે અકસ્માત મા પતિ પત્ની નુ એક સાથે કમકમાટીભર્યુ મોત નીપજ્યું ! એક નાની એવી ભુલ…

હાલ છેલ્લા ઘણા સમય થી રાજ્યમાં અવાર નવાર અકસ્માતો જોવામળી રહ્યા છે અને જેમાં લોકો ગંભીર રીતે ઘાયલ થતા તેમનું મૃત્યુ થાઈ છે. તેવાજ એક અકસ્માત માં એક દંપતી નું મૃત્યુ થતું જોવા મળી રહ્યું છે આ ઘટનામાં દંપતી અને એક યુવક તેમ ત્રણ લોકો બાઈક પર સવાર હતા અચાનક પાછળ થી આવતી પૂરી ઝડપે કારે બાઈક ને ટક્કર મારતા ૨ નાં મોત થયા જે દંપતી હતા અને એક યુવક હોસ્પિટલ ખસેડાયો હતો. આવો તમને પૂરી ઘટના વિષે રૂબરૂ કરાવ્યે.

આ ઘટના ગાંધીનગર ઈંદ્રોડા પ્રકૃતિ ઉધાન રોડ ઉપર શનિવારની ઢળતી સાંજે કારના ચાલકે પોતાની કાર ફૂલ ઝડપે ચલાવીને પાછળથી બાઈકને જોરદાર ટક્કર મારી હતી. જેના કારણે બાઈક ઉપર સવાર ત્રણ લોકો ઉછળીને રોડ ઉપર પટકાયા હતા. જે પૈકી ઈંદ્રોડા નાં દંપતીનું ઘટના સ્થળેજ જ કરુણ મોત નીપજ્યા હતા. જ્યારે બાઈક ચાલકને શરીરે થોડી ઈજાઓ થતા તેને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ ઘટનાના બાઈક ચાલક યુવક ગાંધીનગરનાં ઈંદ્રોડા ગામે રહેતા ભીખાજી ફતાજી મકવાણા ઇન્ફોસિટી nicmમાં પટાવાળા તરીકે ફરજ બજાવે છે. જ્યારે તેમના કુટુંબી ભાઈ રાજુજી મકવાણા અને તેમના પત્ની સવિતાબેન પણ ઈંદ્રોડા ગામે રહી છુટક મજુરી કામ કરતા હતા. જેમનાં પરિવારમાં ત્રણ દીકરી અને બે દીકરા છે તેમાંથી ત્રણ દીકરીના લગ્ન થઇ ચુક્યા છે અને ૨ દીકરા અપરણિત છે. આમ તેમના માતા- પિતા ના અવસાન બંને દીકરા એકલા પડી ગયા અને પરિવારમાં દુઃખનો માહોલ થવા પામ્યો હતો.

શનીવારની સાંજે ભીખાજી ચ-0 સર્કલથી પોતાના ઘરે ઈંદ્રોડા ગામે બાઈક લઈને જઈ રહ્યા હતા. જેમના બાઈકની પાછળ કુટુંબીભાઈ રાજુજી અને તેમના પત્ની સવિતાબેન પણ બેઠા હતા. ત્યારે સેક્ટર ૧/8 કટ પસાર કરી જ રોડ પ્રકૃતિ ઉધાન નજીક પહોચતાજ એક કારના ચાલકે પોતાની કાર પૂરી ઝડપે અને ગફલતભરી રીતે હંકારીને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત થતા આસપાસ નાં લોકો ભેગા થઇ ગયા હતા અને બનાવની જાણ ૧૦૮ એમ્બ્યુલન્સ ને કરતા તરતજ તે ઘટના સ્થળે પહોચી ગઈ હતી. અને ત્યાજ દંપતી ની તપાસ કરતા તેને મૃત જાહેર કર્યા હતા.તેમજ આ અકસ્માત અંગે પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.