સુરતના જહાંગીરપુરા માંથી પતિ તેના ફ્લેટની બાલકની માંથી નીચે પટકાયો અને તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું ! સમગ્ર મામલો CCTV માં કેદ….જુઓ વિડીઓ

આજના સમય માં વ્યક્તિ પર ક્યારે અને કેવી રીતે જીવલેણ હુમલો થાઈ છે તે કોઈને ખબર હોતી નથી. ઘણી વખત કોઈ નાની ભૂલ તો વળી કોઈ ધ્યાનનો અભાવ ને કારણે વ્યક્તિ સાથે ગંભીર અકસ્માત બનતું હોઈ છે તેમાં તેનો જીવ પણ જતો હોઈ છે. અને ઘણી વખત તેના મૃત્યુ ની પાછળ નું કારણ હત્યા પણ હોઈ છે અહ્યા એક તેવોજ અટપટો કિસ્સો બન્યો છે જેમાં એક વ્યક્તિ ફ્લેટની બાલકાની  માંથી નીચે પટકાઈ છે અને ત્યાજ તેનું કમકમાટી ભર્યું મૃત્યુ થઇ જાય છે. ચાલો તમને આ ઘટના વિષે વિસ્તાર માં જણાવીએ.

આ ઘટના સુરતના જહાંગીરપુરા વિસ્તાર માં ગઈ ૨૦ તારીખે રોજ સામી આવી હતી ગઈ ૨૦ તારીખે જાનકી રેસિડેન્સી માં રહેતા ચંદ્રશેખર બાગડી નામનો વ્યક્તિ પોતાના ઘરની બાલકની માંથી નીચે પટકાયો હતો અને ત્યાર પછી ચંદ્રશેખરનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું. તેમજ આ કેસમાં મૃતક પરિવારજનો આક્ષેપ કર્યા છે કે મૃતકની પત્નીએજ તેની હત્યા કરી છે. અને પોલીસ કમિશનર પાસે તે રજુવાત લઈને પહોચી જાય છે.

ચંદ્રશેખર સુરતના મ્યુનીસીપલ કોર્પોરેશન માં માર્શલ તરીકે નોકરી કરતા ૨૮ વર્ષીય ચંદ્રશેખર બાગડી પોતાના ફ્લેટના ૨ માળની બાલકની માંથી નીચે પટકાયો હતો. આ અંગેના CCTV ફૂટેજ પણ સામા આવી રહ્યા છે આ ઘટનાના મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને તે સમયે અકસ્માતનો ગુનો પણ દાખલ કર્યો હતો. આ કેસમાં મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યા છે કે મૃતકની પત્ની એજ તેની હત્યા કરી છે અને પછી તેને બાલકની માંથી નીચે ફેકી દીધો છે. વધુ એમ પણ કહ્યું છે કે મૃતક જ્યારે નીચે પટકાયો ત્યારે તેના ગળામાં ભારતીનો દુપટ્ટો હતો, જે તેની પત્ની એ હટાવી દીધો હતો. આમ પરિવારજનોએ પોલીસ ને ખાસ કીધું કે આ અંગે તે ઊંડી તપાસ કરે.

આમ ચંદ્રશેખર બાગડીએ આત્મહત્યા કરી છે કે, તેની હત્યા થઇ છે કે કોઈ અકસ્માત છે. તે વિષે પોલીસની ટીમ તપાસ કરી રહી છે જે સાચું હશે તે સામું આવીને રહેશે. ઉપરાંત એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે ભારતીએ તેના પ્રેમી સાથે મળીને તેના પતિની હત્યા કરાવી છે અને તે પછી તેના પતિને  ટેરેસ પરથી નીચે ફેકી દીધો છે.

 

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *