પોતાનો જીવને દાવ પર લગાવી હુસૈનભાઈએ 50લોકોને મૌતના મુખમાંથી બહાર કાઢ્યા! એક બાજુ લોકો વિડીયો બનાવતા હતા ત્યારે ….
મોરબીમાં મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ તૂટી પડવાની ઘટનાથી સમગ્ર દેશ હચમચી ગયો છે. તેવામાં આ ઘટનામાં પોલીસે 9 લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા લોકોમાં આ બ્રિજનું મેન્ટેનન્સનું કામ જે કંપનીને સોંપાયું હતું તે ઓરેવા કંપનીના મેનેજર પોલીસે દિનેશ દવે અને દિપક પારેખ સહિત 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમજ ઘણાં લોકોએ આ ઘટના બનતાજ ડૂબી રહેલ અજાણ્યા લોકો માટે પોતાનો જીવ જોખમમાં નાખી મચ્છુ નદીમાં કૂદીને બચાવવા માટે પ્રયાસ કર્યા છે.
તેવીજ રીતે માનવતાને મહેકાવતી ઘટના પણ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. મોરબીનો હુસૈન પઠાણ કે જેની હાલમાં સોશિયલ મીડિયા પર પ્રશંસા થઈ રહી છે. તેનું કારણ છે કે તેણે પોતાના જીવની પરવાહ કર્યા વગર મોરબી હોનારતમાં ઘણા લોકોનો જીવ બચાવ્યો હતો. મોરબીમાં મચ્છુ નદી પર પાંચ દિવસ પહેલા જ ખુલ્લા મૂકાયેલો ઝૂલતો બ્રિજ રવિવારે સાંજના સમયે તૂટી પડ્યો હતો. જેમાં 140 જેટલા લોકોના મોત નીપજ્યા છે. મૃતકોમાં બાળકો અને યુવાનોની સંખ્યા વધારે છે. આ ઘટનાએ ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશને હચમચાવી મૂક્યો છે.
ગુજરાત સરકારની આકરી ટીકાઓ થઈ રહી છે અને આ બ્રિજના સમારકામ અને જાળવણીનો કોન્ટ્રાક્ટ જે કંપની પાસે છે તેવી ઓરેવા કંપની સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઊઠી છે. તમને જણાવીએ તો હુસૈન પઠાણ મોરબીનો જ છે અને જ્યારે બ્રિજ તૂટ્યો ત્યારે એક તરફ ઘણા લોકો મોબાઈલ ફોન દ્વારા દુર્ઘટનાને કેમેરામાં કેદ કરવામાં વ્યસ્ત બની ગયા હતા. ત્યારે હુસૈન પઠાણે નદીમાં કૂદકો મારીને લોકોના જીવ બચાવવામાં લાગી ગયા હતા.
આમ તેમણે કુલ 50 જેટલા લોકોના જીવ બચાવવામાં મદદ કરી હતી. આમ આ ઘટના બાદ ધરપકડ કરાયેલા લોકોમાં આ બ્રિજનું મેન્ટેનન્સનું કામ જે કંપનીને સોંપાયું હતું તે ઓરેવા કંપનીના મેનેજર પોલીસે દિનેશ દવે અને દિપક પારેખ, ટિકિટ બારીના ક્લાર્ક મનસુખ ટોપીયા અને મહાદેવ સોલંકી, સિક્યુરિટી ગાર્ડ અલ્પેશ ગોહિલ, પ્રકાશ પરમાર, દિલીપ ગોહિલ, મુકેશ ચૌહામ અને દેવાંગ પરમારનો સમાવેશ થાય છે. ધરપકડ કરાયેલા લોકોમાંથી દીપક પારેખ ઓરેવા ટ્રસ્ટના જયસુખભાઈ પટેલના અંગત વ્યક્તિ હોવાનું જણાવાઈ રહ્યું છે. આ તમામ લોકો સામે આઈપીસીની કલમ 304, 308 અને 114 મુજબ એફઆઈઆર નોંધવામાં આવી છે. આ ઘટનાની તપાસ માટે સરકારે સ્પેશયલ ટીમ પણ બનાવી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.