હું દાનની વસ્તુ નથી, તમારી દીકરી છું’, મહિલા IASએ લગ્ન સમયે ન કરાવ્યું કન્યાદાન ! જાણો વિગતે

આપણા હિન્દૂ ધર્મમાં સૌથી ઉત્તમ અને શ્રેષ્ઠ દાન કન્યાદાન છે અને કહેવાય છે ને કે,દીકરીના મા બાપ પોતાના દિલમાં પથ્થર મૂકીને હંસતા મોંઢે પિતાની વ્હાલ સોયી દીકરીને એક પારકા ઘરમાં સોંપી દે છે અને એજ સમય થી એ દીકરી પારકી બની જાય છે. કન્યાદાન જેટલો રૂડો પ્રસંગ આ જગતમાં છે જ નહીં કારણ કે, આ પુણ્ય ભાગ્યે જ કોઈ માતા પિતાને મળે છે કન્યાદાન કરવાનો અવસર!ત્યારે હાલમાં જ એક ઘટના બની હતી જે ખૂબ જ ચોંકાવી દેનાર હતી.

વાત જાણે એમ છે કે, હાલમાં જ જાણવા મળ્યું હતું કે , એક દીકરી પોતાની કન્યાદાનની રસમમાં કહ્યું કે, હું દાનની વસ્તુ નથી, તમારી દીકરી છું’, મહિલા IASએ લગ્ન સમયે જે કર્યું તે ખૂબ જ ચોંકાવી દેનાર છે. ચાલો અમે આપને આ ઘટના વિશે સંપૂર્ણ માહિતી જણાવીએ. આ ઘટના થી સૌ કોઈ ચોંકી ગયા છે. આ કોઈ સામન્ય વાત નથી પણ સમાજને એક ઉત્તમ સંદેશ આપ્યો છે.

હાલમાં જ સૂત્ર દ્વાર જાણવા મળ્યું છે કે, મધ્ય પ્રદેશના નરસિંહપુર જિલ્લાના જોબા ગામ ખાતે એક મહિલા આઈએએસ (IAS) ઓફિસર અને આઈએફએસ (IFS) અધિકારીના લગ્ન થયા તે ખૂબ જ ચર્ચામાં આવ્યા છે કારણ કે, આઈએએસ તપસ્યા પરિહારે યુપીએસસીની પરીક્ષામાં 23મી રેન્ક મેળવી હતી. તેમણે આઈએફએસ અધિકારી ગર્વિત ગંગવાર સાથે લગ્ન કર્યા હતા. યુવતીએ કન્યાદાન કરાવવાની ના પાડી દીધી હતી. તપસ્યાએ પોતાના પિતાને કહ્યું હતું કે, હું દાનની વસ્તુ નથી, તમારી દીકરી છું.

તેમણે લગ્નમાં કન્યાદાનના રિવાજનું પાલન નહોતું કર્યું. આપણે ત્યાં હિંદુ સંસ્કૃતિમાં કન્યાદાનનું વિશેષ મહત્વ છે પરંતુ નરસિંહપુર જિલ્લા ખાતે જન્મેલી તપસ્યા પરિહારે તમામ બંધનો તોડીને પોતાના લગ્નમાં કન્યાદાનની વિધિ ન થવા દીધી. આઈએએસ અધિકારી તપસ્યાના કહેવા પ્રમાણે બાળપણથી જ તેમના મનમાં સમાજની આ વિચારધારાને લઈ લાગતું હતું કે, કોઈ કઈ રીતે મારૂ કન્યાદાન કરી શકે, તે પણ મારી ઈચ્છા વગર. ધીમે ધીમે મેં મારા પરિવારજનો સાથે આ વાતની ચર્ચા કરી અને મારા પરિવારજનો પણ માની ગયા.ત્યાર બાદ વર પક્ષને પણ આ માટે રાજી કરવામાં આવ્યો અને કન્યાદાન વગર જ લગ્ન થઈ ગયા.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *