પાંચ લોકો ને મારી પોતે પણ ફાંસી લગાવી લીધી ! સ્યુસાઈડ મા એવું લખ્યુ કે સૌની આંખો ફાટી ગઈ

મિત્રો વાત કરીએ તો આ દુનિયામાં કોઈપણ વ્યક્તિને મોત ક્યારે અને કેવી રીતે આંબી જતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. ઘણી વખત કોઈ અકસ્માતમાં કે હત્યાને લઇ વ્યક્તિનું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. તેવીજ રીતે હાલ એક હત્યાની ખુબજ દુઃખદ ઘટના સામે આવી રહી છે. જેમાં યુવકે પોતાનાજ પરિવારના 5 સભ્યોને મોતને ઘાટ ઉતારી પોતે આપઘાત કરી લીધો. સ્યુસાઈડનોટ પણ લખી હતી. આવો તમને આ દુઃખદ ઘટના વિગતે જણાવીએ.

આ ઘટના હરિયાણાના અંબાલા જિલ્લાના ગામ બલાનામાથી સામે આવી રહી છે જ્યા આ યુવકે પોતાનાજ પરિવારના 5 સભ્યને મારીને આત્મહત્યા કરી લીધી છે. યુવકે પહેલા તેનાં માતા-પિતા, પત્ની અને બાળકોને મારી નાખ્યા. ત્યાર પછી પોતે પણ ફાંસી લગાવી લીધી હતી. સુખવિંદર સિંહ ખાનગી ઈશ્યોરન્સ કંપનીમાં નોકરી કરતો હતો. આજે જ તેની દીકરી આશુનો જન્મદિવસ હતો. આ ઘટનાની જાણ એવી રીતે થઈ કે ભાણિયાએ શુભેચ્છા આપવા સવારે ફોન કર્યો હતો, પરંતુ ઘરના કોઈ સભ્યએ ફોન ઉપાડ્યો નહીં. ઘણા સમય પછી જ્યારે કોઈએ ફોન ના ઉપાડ્યો ત્યારે તેણે પડોશીમાં ફોન કરીને તપાસ કરી. આ દરમિયાન સમગ્ર ઘટનાનો ઘટસ્ફોટ થયો. મૃતકમાં 65 વર્ષના સંગત રામ, તેમનાં પત્ની મહિન્દ્રો કૌર, 34 વર્ષના સુખવિંદર સિંહ, તેમનાં પત્ની રીના, 5 વર્ષની અસ્મિત ઉર્ફે આશુ અને 7 વર્ષની જસમીત ઉર્ફે જસ્સી સામેલ છે.

આ ઘટના બાદ પોલીસ ને જાણ થતાં તે તરતજ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને આગળણી તપાસ હાથ ધરી હતી તેમજ પોલીસ ટીમના જણાવ્યા પ્રમાણે, દરેક લોકોનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે, પરંતુ સાચી વાત તો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જ જાણવા મળશે. પોલીસે મૃતદેહો સિવિલ હોસ્પિટલ અંબાલા સિટી મોકલી દીધા છે. DSP જોગિન્દર શર્માએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે 5 લોકોની ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે. ત્યાર પછી સુખવિંદરે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. એક સુસાઈડ નોટ પણ મળી છે, જેમાં જબરદસ્તી 10 લાખ રૂપિયા માગ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

આમ સુખવિંદર સિંહની સુસાઈટ નોટમાં લખ્યું હતું કે “આજે હું સુખવિંદર સિંહ મારા જીવનની લાસ્ટ વાત લખી રહ્યો છું. મારી તરફથી મારા પરિવાર અને મિત્રોને માફી, જો મેં કોઈ ભૂલ કરી હોય તો. મારે આ પગલું મજબૂરીમાં લેવું પડ્યું છે અને તેની પાછળ માત્ર બે લોકો જવાબદાર છે. એક નામ છે બાલ કિશન ઠાકુર અને બીજા કવિ નરુલા સાઈ હોન્ડા યમુનાનગરના માલિક. આ બંને જબરદસ્તી મારી પાસેથી રૂ. 10 લાખ માગી રહ્યા છે અને જો ના આપું તો મને અથવા મારા પરિવારને નુકસાન પહોંચાડશે.”

વધુમાં લખેલુ હતું કે હું એક ગરીબ માણસ છું અને બાલ કિશન રોજ નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપે છે. જેઓ મારા મિત્ર અને સંબંધીઓ બધાને ભલામણ છે કે જો શક્ય હોય તો તેમના વિરુદ્ધ કાર્યવાહી કરજો. IFFCO કંપનીના દરેક સિનિયર્સને પણ નિવેદન છે કે તમે આવો સ્ટાફ ના રાખશો, જેઓ પોતાના ફાયદા માટે, તેમના પર્સનલ ફાયદા માટે સ્ટાફને પરેશાન કરે છે. મને ખબર છે આ વિશે કોઈ કાર્યવાહી થવાની નથી, પૈસા પાછળ બધું દબાઈ જાય છે. સુખવિંદરે સુસાઈડ નોટમાં લખ્યું છે કે હું મારા પરિવારજનોને એક જ ભલામણ કરવા માગું છું કે તમે તમારું જીવન મારા કારણે ખરાબ ના કરતા, કારણ કે મારી હાલત તે બંને લોકોએ બહુ ખરાબ કરી છે. માણસ તેની મહેનતથી પ્રગતિ કરે છે, પરંતુ તેને કોઈ સાથ નથી આપતું. મારો લાસ્ટ મેસેજ મારા નજીકના પરિવારના સભ્યોને- જે પણ મારું અને મારાં માતા-પિતાનું છે તે બધા પર મારા બે ભાણિયાઓનો બરાબરનો હક છે. એ બધું મારા બે ભાણિયા મોહિત અને કરનદીપમાં વહેંચી દેવું. મારી છેલ્લી ઈચ્છા છે કે તમે આ કાર્યવાહીમાં દખલગીરી ના કરો, કેમ કે ખરાબ માણસ સામેની કાર્યવાહીમાં તમે ખરાબ ના બનશો. હવે હું મારા પરિવાર પિતાજી, માતાજી, પત્ની અને બે બાળકો તરફથી બધાની માફી માગું છું.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.