કપડા લઈ ને આવુ આવુ એવુ કહી ને ઘરેથી નીકળેલા દીકરા ના મોત ના ખબર આવ્યા અને એ પણ એવી હાલત મા કે…

મિત્રો અપને જાણીયેજ છીએ કે રોજ બરોજ દેશમાં અને રાજ્યમાં ઘણી આપઘાતની ઘટના સામી આવતી હોઈ છે અને આપઘાત પાછળના કારણ પણ સામા આવતા હોઈ છે તો વળી ઘણી વખત આપઘાત પાછળનું કારણ મૃતકની સાથે દબાઈ જતું હોઈ છે હાલ તેવોજ એક આપઘાત નો મામલો સામો આવી રહ્યો છે. ચાલો તમને આ ઘટના વિષે રૂબરૂ કરાવ્યે.

આ ઘટનમાં નવસારી નેશનલ હાઇવે નંબર ૪૮ નજીક ખડસુપા ગામ પાસે આવેલા શેરડીના ખેતરમાં શર્ટ કાઢેલી હાલતમાં નજીક્નાજ ગામનાં યુવાનની ફાંસો ખાધેલી લાશ મળતા ચકચાર મચી ગયો હતો. તેમજ ૨ દિવસ પહેલા ઘરેથી કપડા લેવા જાવ છુ તેમ કહીને ઘરે પરત ફર્યો નો હતો તેથી પરિવારજનોએ પોલીસમાં જાણ કરી હતી. તેમજ ઘટના સ્થળેથી મળતી માહિતી મુજબ નવસારી તાલુકાના નવાતળાવ ગામે મુકેશભાઈ હળપતિ તેમના બે દીકરા સાથે રહે છે.

આમ બંને પુત્રો માંથી નાનો પુત્ર ચેતન હળપતિ નવસારીના ગાર્ડા કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છે. મૃતક ચેતના હળપતિ જે ૨૮ મેં નાં રોજ ઘરે એમ કહીને નીકે છે કે હું કપડા લેવા જાઉં છુ. અને મોડે રાત સુધી તે ઘરે પરત નો ફરતા પરિવારના લોકોએ શોધ ખોલ હાથ ધરી હતી છતાં તે મળી આવ્યો નો હતો અને પરિવારે તેની ગુમ થયા ની ફરિયાદ પોલીસ ને લખાવી હતી.

મંગળવારે હાઈવે નંબર.૪૮ પાસે આવેલ ખડસુપા પાટીયા નજીક શેરડીના ખેતરમાંથી ચેતનની અર્ધનગ્ન અવસ્થામાં ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. તેમજ આ ઘટનાની જાણ મુનસાડ આઉટપોસ્ટનાં પીએસઆઈ એન.બી. સોલંકીને થતા તેઓએ ઘટના સ્થળે જઈ કાર્યવાહી હાથ ધરી. અને મૃતકની લાશને પીએમ માટે નવસારી સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હતા. જોકે મૃતકની લાશ જોતા ગ્રામજનો તેની હત્યા હોવાનું માની રહ્યા છે. હવે પોલીસ આ બાબત અર્થે તપાસ કરશે પછી સાચું કારણ સામું આવશે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.