૪ વર્ષના બાળકને કોબ્રા જેવા ખતરનાક સાપ કરડ્યો તો બાળકી જગ્યાએ સાપ પોતેજ તડપી તડપી ને મરી ગયો ! જાણો ક્યા બની આ ઘટના…

વ્યક્તિ પર મોત નો હુમલો ક્યારે અને કેવી રીતે થય જતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી ઘણી વાર કોઈ અકસ્માત નડે છે તો વળી કોઈના દ્વારા હત્યા કરી નાખવામાં આવતી હોઈ આવ કિસ્સોઓથી લોકો ખુબજ ખોફમાં આવી જતા હોઈ છે. હાલ એક ચોકાવનારો કિસ્સો સામો આવી રહ્યો છે જેમાં એક નાના બાળકને સાપ કરડવાથી તે બાળક નહિ બલકે સાપ તડપી તડપીને મરી ગયો એ જોય આસપાસના લોકોની આંખો પહોળી થઈ ગઈ હતી.

આ સમગ્ર ઘટના માત્ર ૩૦ સેકન્ડમાં બની હતી. બીજી તરફ બાળક સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. આ ઘટના બિહારના ગોપાલગંજ શહેરથી સામી આવી રહી છે. ગોપાલગંજમાં રહેતા રોહિત કુમારને ચાર વર્ષનો દીકરો પણ છે. આ બાળક તેના મામાનાં ઘરે દરવાજા પાસે રમી રહ્યો હતો. અને તેજ સમયે બાજુના ખેતરમાંથી સાપ આવી ચડ્યો હતો. જેને અનુજનાં પગમાં ડંખ માર્યો. આમ સાપને જોતાજ ત્યાં હાજર બાળકો ડરીને ભાગી ગયા હતા. અને અમુક લોકો લાકડી લઈને સાપને મારવા દોડ્યા હતા.

તેમજ આશ્ચર્યની વાત એ છે કે અનુજ નામના બાળકને સાપ કરડતા બાળકને બદલે સાપ તડપી તડપીને મરી ગયો. આ પછી અનુજ પાછો રમવા લાગ્યો હતો. વધુ તપાસ માટે તેમના પરિવારે અનુજ ને હોસ્પિટલ ડોક્ટરની તપાસ કરવા માટે લઈ ગયા તો ડોક્ટર ની તપાસ માં તેણે જણાવ્યું કે બાળક સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. અને તેને કોઈ ખતરો નથી.

તેમજ પરિવારજનોએ મૃતક કોબ્રાને બોક્સમાં ભરીને હોસ્પિટલ લઇ ગયા. જેથી ડોક્ટરને પણ સાપને ઓળખવામાં કોઈ મુશ્કેલી નો પડે અને બાળકને યોગ્ય સારવાર મળે. તેમજ હોસ્પીટલમાં આ કોબ્રા સાપને જોઈ લોકો ખુબજ ચોકી ગયા હતા.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.