ડાયાબિટીસના દર્દીઓ જો આ ફળ ખાશે તો વધુ હિતાવહ રહેશે..જાણો ડોકટરોનો મત

આજના આ વધતા જતા સમયગાળામાં રોગોનું પ્રમાણ ઘણું વધુ જોવા મળે છે તેમાં ડાયાબીટીસ એક એવો રોગ છે જેમાં લોહીમાં શર્કરાનું તેમજ ગળપણનું પ્રમાણ વધી જવા પામતું હોય છે આથી ડાયાબીટીસના દર્દીઓ એ ખાવા-પીવાની બાબતે ખૂબ જ સાવચેતી રાખવાની જરૂર હોય છે. અને તેવામાં આપણે જો શુગરનું પ્રમાણ વધુ લઈએ અને શુગર લેવલ હાઈ થઇ જાય તો રોગનું જોખમ વધુ વકરી શકે છે .આવા સમયમાં ફળોમાંથી મળતું નેચરલ શુગર એ ખૂબ જ ફાયદાકારક હોય છે ઉપરાંત તે ખાંડથી એકદમ જુદા પ્રકારે હોય છે ,પરંતુ આ બાબતથી ઘણા દર્દીઓ અજાણ હોય છે .ક્યા ફળ ઉપયોગમાં લેવા એ અંગેની કઈ પણ સૂજ હોતી નથી..આથી આ અસમજણ ને કારણે તેઓ સતત ડરમાં રહે છે અને ડરના લીધે કોઈ પણ ફળનું સેવણ કરતા નથી..પરંતુ આર્યુવેદ મુજબ અમુક ફળોનું સેવન એ આરોગ્ય્માટે ફાયદાકારક માનવામાં આવે છે તો ચાલો જાણીએ આવા જ ઉપયોગી ફળ ના ગુણ વિષે જે ડાયાબીટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે …

ફળોના બોડી બિલ્ડર તરીકે ઓળખાતા કેળાની વાત કરીએ તો ડાયાબિટીસના દર્દીઓ આ ફળનું સેવન વગર કોઈ ચિંતાએ કરી શકે છે..અલબત એમાં અમુક બાબતોની કાળજી લઈને તેનો ઉપયોગ કરીએ તો તે વધુ ફાયદાકારક સાબિત થાય છે..ફરીદાબાદની એશિયન હોસ્પીટલના ડાયટિશીયન વિભા બાજ્પાઈનું એવું માનવું છે કે , ” ડાયાબિટીસના દર્દી પાકા કેળા નાસ્તા તરીકે લઈ શકે છે અને કાચા કેળા શાક બનાવીને ખાઈ શકે. પરંતુ આમાં  બંનેની કંસિસ્ટેન્સિ અને ઉપયોગ અલગ-અલગ  છે. આમાં શુગર લેવલ કેટલું છે તેના આધારે નક્કી કરી શકાય કે ડાયાબિટીસના દર્દી પાકા કેળા ખાઈ શકે કે કેમ..”કેળામાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ અને કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ વધારે હોય છે, જેના કારણે શુગર લેવલ પણ વધવાં પામી  શકે છે. જો  તમે ભોજનની વચ્ચે નાસ્તા તરીકે કેળા ખાઈ શકો છો, પરંતુ નાસ્તા, લંચ અને ડિનર સાથે કેળા ખાવાની મનાઈ  છે…જો તમે બે ભોજન વચ્ચેના ગેપમાં તમે માત્ર 100 ગ્રામ કેળાનું જ સેવન કરો છો તો સૌથી સુરક્ષિત માની શકાય . જો તમારૂ શુગર નિયંત્રણમાં હોય તો તમે મીડીયમ સાઈઝના  કેળાનું સેવન કરી શકો છો. પરંતુ આમાં એક સમસ્યા છે કે જો તમે તમારા રોજબરોજના આહારમાં (નાસ્તો, લંચ, ડિનર)માં કાર્બોહાઇડ્રેટ્સ, ઊર્જા, પ્રોટીન પૂરતા પ્રમાણમાં હોય એવા ખોરાક લો છો અણે સાથે કેળા પણ  ખાવ છુઓ તો આ બધી વસ્તુઓ વધી જશે, જેનાથી શુગર લેવલ વધવાની સંભાવના છે.

એક માહિતી અનુસાર જોઈએ તો કેળામાં સોલ્યુબલ ફાઇબર, વિટામિન સી, ફોલિક એસિડ, પોટેશિયમ, કાર્બોહાઇડ્રેટ્સ, ઊર્જા, ફ્રુક્ટોઝ શુગર વગેરે જેવા તત્વો સમાવિષ્ટ  હોય છે. ડાયાબિટીસના રોગીઓ માટે આ બધું જ હેલ્ધી છે,જો નાનું બાળક હોય અને એને  ટાઇપ-1 ડાયાબિટીસ હોય અને  જો તે ઇન્સ્યુલિન પર નિર્ભર હોય તો તેને ખાંડ નાંખ્યા વગર કેળાનો શેક આપી શકાય છે .આ શેક બનાવવા 150 મિલી દૂધ લો. તેમાં 5-6 બદામ, 1 અખરોટ(પ્રોટીનના વધારા માટે) અને અડધુ કેળું નાંખી શેક બનાવી લો. તેમાં ખાંડ ન નાંખવી. મેડીકલ માહિતી મુજબ કોઈ વસ્તુમાં પ્રોટીન ઉમેરવાથી ગ્લાયકેમિક લોડ ઓછો થાય છે. આવી સ્થિતિમાં શુગરનું લેવલ અચાનક વધવા પામતું નથી. આ શેક પીવાથી શુગર લેવલ વધશે નહીં આ માટે ડાયાબિટીસ ધરાવતા વૃદ્ધ લોકો પણ ડોકટરની સલાહ લઇ આ શેકનું સેવન કરી શકે છે. .

જેમનું શુગર લેવલ ખૂબ જ વધારે હોય તો તેમણે  જ્યાં સુધી તે કંટ્રોલમાં ન આવે ત્યાં સુધી પાકા કેળા ખાવા ણ જોઈએ. શુગર નોર્મલ થઈ જાય પછી તેનું સેવન કરી શક્ય પરંતુ યોગ્ય માપમાં .જ્યારે રોગ ખૂબ જ ઝડપથી વધતો હોય ત્યારે ખાણી-પીણીમાં ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ અને એ માટે યોગ્ય દવાઓનું સેવણ કરવું હિતાવહ છે. ડાયાબિટીસના દર્દીએ  ગોળ, ખાંડ જેવી મીઠાઈ તરત ન ખાવી જોઈએ. જોકે શુગરના દર્દીઓ માટે ખાંડનો સખત વિરોધ છે . કેળામાં ફાયબર, સોલ્યુબલ ફાયબર, વિટામિન્સ, મિનરલ્સ હોય છે. જેથી કેળા લઈ શકાય છે. જ્યારે ખાંડમા માત્ર કેલેરી હોવાથી એમાં કોઈ પોષકતત્વો જોવા મળતા નથી. જોકે સાચી સલાહ એ જ છે કે  ડાયાબિટીસના દર્દીઓ તેનાથી દૂર રહે તે જ હિતાવહ છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *