લગ્ન મા ૧૧ લાખ રૂપીયા દહેજ મળ્યુ તો વરરાજા ના પિતા એ માત્ર ૧૦૧ રૂપીયા લીધા અને બાકી ના બધા રૂપીયા પાછા આપ્યા.

દહેજ પ્રથા પ્રાચીન સમયથી જ ચાલતી આવે છે હા પરંતુ  અત્યારના સમયે આ સમસ્યા મોટાભાગે જોવા મળતી નથી પણ હજી ઘણા એવા રાજ્યો છે જ્યાં આ પ્રથા જોવા મળે છે જ્યાં દહેજના વગર લગન થઇ સકતા નથી અને જો દહેજ ના આપવામાં આવે તો લગ્ન તૂટી જાય છે.અથવા વહુ ને બહુ હેરાન કરતા જોવા મળે છે.અને પિયર જઈને પૈસા લાવવાનું  દબાણ કરતા  જોવા મળે છે .

દહેજના રિવાજના કારણે ઘણીવાર દીકરીઓ ખોટું પગલું ભરવા મજબુર થઇ જાય છે.પરંતુ હજુ માણસાઈ જોવા મળે છે એવા પણ બહુ લોકો છે જે આ દહેજ પ્રથાની ખિલાફ છે દહેજ માટે થતા કિસ્સા તો આપણે ઘણી વાર જોયા છે પરંતુ આ ખબર એવી છે જે વાંચીને લોકો ખુશ થઈ જાય છે ખબર એવી છે કે, એક સસુરે દીકરીના બાપે જયારે તેને દહેજ આપ્યું તો તેણે માત્ર ૧૦૧ રૂપિયા જ લીધા .

થયું એવું કે , સગાઈના સમયે દુલ્હનના પિતા જયારે થાળી માં પૈસા લઈને આવ્યા તો વરરાજા ના પિતા બૃજમોહન મિળા એ આ  રૂપિયા લેવાની મનાઈ કરી અને દુલ્હનના પિતાનો હાથ પકડી બોલ્યા કે, ‘ અમને તો માત્ર દીકરી જોવે છે. ’આ ખબર રાજસ્થાનના બુંદી જીલ્લાની છે .વાત કઈક એમ છે કે, એક સેવા નિવૃત પ્રિન્સીપાલ બૃજમોહન મિળા એ ટાંક જીલ્લાના એક ગામ માં પોતાના દીકરા નો સબંધ નક્કી કર્યો હતો.

અને મંગળવારે તેણે સગાઇ રાખી હતી.આ રસમોના વચ્ચે દીકરીના  પિતા આવ્યા અને તેમણે નોટોની બંડલો થી ભરેલી એક થાળી દીકરાના પિતાની  સામે રાખી . જેને જોઇને બૃજમોહન મીળા બોલ્યા કે મને આ રૂપિયા નથી જોતા અમને તો માત્ર તમારી દીકરી જોઈએ છે.આ  કહીને તેમણે દહેજમાં મળી રહેલા ૧૧ લાખ રૂપિયાની રકમ પાછી આપી દીધી .પછી જયારે લોકોએ તેમણે રીવાજો અંગે કહ્યું તો તેમણે માત્ર રૂપિયા ૧૦૧ ને શગુન તરીકે સ્વીકાર કરયા .

વરરાજાના પિતા બૃજમોહન મીળા  ખજૂરી પંચાયત ના પીપરવાલા ગામના નિવાસી છે.તે પોતાના પુત્ર રામધન ની સગાઇ કરાવવા માટે ઉનીયાળા તાલુકાના સોલતપુર ગામમાં આવ્યા હતા. અહી આરતી સાથે રામધન ની સગાઇ થવાની હતી, સગાઇ દરમિયાન જયારે દુલ્હન ના પિતા દ્વારા આપવામાં આવેલી ૧૧ લાખ ૧૦૧ રૂપિયાની રકમ પાછી આપી ને માત્ર ૧૦૧ રૂપિયા જ શગુન તરીકે વરરાજાના પિતા એ રાખ્યા હતા.

આ અવસરમાં આવેલા તમામ  લોકો એ વરરાજાના પિતાના ખુબ વખાણ કર્યા  હતા અને કહ્યું હતું  બધાએ બૃજમોહન મીળા પાસેથી શીખ મેળવવી જોઈએ .દુલ્હન આરતી એ પણ પોતાના થનારા સસુર ના બહુ વખાણ કર્યા ,તે તેમના આ ફેસલાથી બહુ પ્રસન હતી . આરતી કહે છે કે તેના સસુરે દહેજમાં મળતી રકમને પાછી આપીને સમાજમાં એક સંદેશો આપ્યો છે

. અને દીકરીઓનું સમ્માન વધાર્યું છે. તમને એ જણાવી દઈએ  કે,આરતી B . Sc .કરેલી છે અને હવે તે B . Ed . કરે છે .આરતીના દાદાજી પ્રભુલાલ કહે છે કે “ અમારા વેવાઈ બૃજમોહન મીળા દ્વારા દહેજ ની રકમ પાછા આપીને પુરા સમાજમાં એક મોટી  પ્રેરણા આપી છે.

ઉલ્લેખનીય છે કે ટોંક , બુંદી અને સવાઈ માધોપુર જીલ્લામાં દહેજ પરત કરવાનો  આ પહેલો કિસ્સો છે. બૃજમોહન મીળા એ લીધેલું આ પગલું સમાજને એક નવી દિશા આપે છે. દરેક વ્યક્તિએ તેમાંથી બોધપાઠ લેવો જોઈએ અને તેનો જીવનમાં સમાવેશ કરવો જોઈએ .

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *