પતિ એ પત્ની ને તરછોડી તો પત્ની એ એવી કાયા પલટ કરી કે આખો દેશ જોતો રહી ગયો ! જુવો તસવીરો

જેમ તમે જાણોજ છો કે આ દુનિયામાં જો કોઈ વ્યક્તિ એક વાર કઠોર સંકલ્પ કરી ખુબજ મહેનત અને પરિશ્રમ કરી જે કામ કરે છે તેમાં તે જરૂર સફળતા મેળવતો હોઈ છે તેવીજ રીતે આજે તમને એક મહિલા વિશે જણાવીશું જેણે જીવનમાં પતિનો સાથ ગુમાવ્યો છે. જે વર્કિંગ વુમન હતી, પરંતુ પતિએ છોડી દીધી હતી. તેણે સંબંધો બચાવવાનો ઘણો પ્રયાસ કર્યો હતો, પરંતુ પરિસ્થિતિ ના સુધરતા તેણે જીવનમાં આગળ વધવાનું નક્કી કર્યું. આવો તમને તેના વિશે વિસ્તારમાં જણાવીએ.

આમ વાત કરીએ તો મિસ ઇન્ડિયા વર્લ્ડ ઇન્ટરનેશનલ 2022નો અવોર્ડ જીતનાર પ્રિયા પરમિતા પૉલ મુંબઈમાં રહે છે. તે આઇટી કંપનીમાં પ્રોજેક્ટ મેનેજર તથા લાઇફ કોચ છે. તેણે કહ્યું હતું કે તેણે જીવનમાં અનેક ચઢાવ-ઊતાર જોયા છે, પરંતુ હિંમત હારી નથી. તેણે નક્કી કર્યું હતું કે તે ક્યારેય હાર માનશે નહીં, લાઇફમાં ત્યાગ કરવાથી કંઈ જ થશે નહીં. તે તમામ સપના પૂરાં કરશે. તેણે નાનપણમાં બ્યૂટી પેજન્ટ બનવાનું સપનું જોયું હતું અને આજે તે પૂરું થયું.

તેમજ પ્રિયાએ કહ્યું હતું કે 2016માં લગ્ન બાદ તે સાસરે વ્યવસ્થિત રીતે રહેતી હતી. નોકરી પણ હતી. તે સાસુ-સસરા, પતિના બે ભાઈ તથા પતિ સાથે રહેતી હતી. થોડાં મહિના બાદ પતિ અલગ રહેવા જતો રહ્યો. એક દિવસ જ્યારે તે ઓફિસમાં હતી તો પતિનો મેઇલ આવ્યો કે તે તેની સાથે રહી શકશે નહીં. તેણે અનેક ફોન ને મેસેજ કર્યા, પરંતુ કંઈ જ પ્રતિક્રિયા આવી નહીં. આમ તે બે વર્ષમાં તે ડિપ્રેશનમાં જતી રહી હતી. આ જ કારણે તેની નોકરી જતી રહી હતી. નોકરી ગયા બાદ ઘરના હપ્તા તથા અન્ય ખર્ચાઓએ તેનું ટેન્શન વધારી દીધું હતું. તેણે પ્રયાસો કરવાના બંધ કરી દીધા હતા. 2018માં ડિવોર્સ થયા હતા. તેમજ ખબર પડી કે પતિનું અન્ય યુવતી સાથે અફેર હતું. પછી તે પિયર આવી ગઈ.

આમ વધુમાં પ્રિયાએ કહ્યું હતું કે તે નાનપણથી બ્યૂટી પેજેન્ટ બનવા માગતી હતી. જોકે, રૂઢીવાદી વિચારસરણીને કારણે તેણે આ સપના છોડી દીધા હતા. મુશ્કેલ પરિસ્થિતિમાં તેણે પોતાની બૉડી પર કામ કરવાનું શરૂ કર્યું હતું અને સપનાઓને પૂરું કરવાનું નક્કી કર્યું હતું. તેણે સેલ્ફ હીલિંગ, યોગ વગેરેની મદદ લીધી હતી. તેમજ પ્રિયાએ ઉમેર્યું હતું કે તેણે બ્યૂટી પેજેન્ટમાં ભાગ લેવાનું નક્કી કર્યું. પર્સનાલિટી પર કામ કર્યું. તે સ્ટ્રેસમાં રહેતી હતી અને તેથી જ તેણે સ્ટ્રેસ ઓછો કરવાનું નક્કી કર્યું હતું. તેણે મેન્ટલી સ્ટ્રેસ ઓછું કામ કરવાનું નક્કી કર્યુ અને 10 કિલો વજન ઘટાડ્યું. પછી તે ઘણી સ્ટ્રોંગ, બોલ્ડ ને આત્મવિશ્વાસુ બની હતી. આજે તે મિસિસ ઇન્ડિયા વર્લ્ડની ફાઇનાલિસ્ટ છે. તે આગળ આ જર્નીને ચાલુ રાખવા માગે છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.