સાસુ હોય તો આવા ! કોરોના મા પુત્ર નુ મોત થતા પુત્રવધુને દીકરી બનાવી ને સાસરે વળાવી……જાણો ક્યા…
હમણાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે લોકો લગ્નમાં કોઈ ન કોઈ એવી બાબતો કરતા જોવા મળે છે જેથી લગ્નને યાદગાર બનાવી શકાય . લગ્નને તો લોકો તહેવાર ની જેમ ઉજવતા જોવા મળે છે એ પણ ધામધૂમ થી અને તમામ રીત રસ્મોની તો વાત જ સુ કરવાની .તેના લીધે તો લગ્નમાં રંગ જામતો હોય છે. આમ જોઈ એ તો લગ્નમાં વરરાજા અને દુલ્હન નું બહુ માન જોવા મળતું હોય છે .સાથે જ બંનેના પરિવારોનું પણ એટલું જ માન સમ્માન થતું જોવા મળે છે .
એટલે જ તો ભારતીય લગ્નને માત્ર બે માણસો વચ્ચે ના લગ્ન ના કહેતા બે પરિવારો વચ્ચેના અતુટ સંબંધ તરીકે ઓળખવામાં આવે છે . જેમાં મહેમાનો આવા પ્રસંગે પોતાના લોકોનો સાથ અને વર -વધુ ને આશીર્વાદ આપવા આવતા હોય છે .ભારતીય લગ્નમાં લોકો કઈક અલગ કરીને લગ્નને યાદગાર બનાવતા જોવા મળે છે જેથી લોકો વર્ષો ના વર્ષો આ લગ્નને યાદ રાખે .
આવો જ એક સમાજને નવી રાહ ચીંધતો કિસ્સો સામે લઈને અમે આવ્યા છીએ જે લોકોને દીકરી અને પુત્ર વધુ બંને એકસમાન જ છે એવું આ કિસ્સાથી જાણવા મળે છે.જુનાગઢ ના રહેવાસી એ પોતાના પુત્રનું કોરોના દરમ્યાન મૃત્યુ થયા બાદ પિતા એ દીકરીની જેમ પુત્રવધુ ના લગ્ન કરાવી વિદાય આપી હતી.આ સાથે દીકરીને આપવામાં આવતો તમામ કરિયાવર પણ આપ્યો હતો.
જુનાગઢ ના ભીખુભાઈ માલવિયા ના પુત્ર પ્રજેશ ભાઈના લગ્ન મેંદરડા ના બાબરતીર્થ ગમે રહેતા જેન્તીભાઈ રાખોલીયાના પુત્રી ચેતનાબેન સાથે થયા હતા.પ્રજેશભાઈ જોશીપરા માં પાનની દુકાન ચલાવતા હતા. સામાન્ય અને નાના પરિવારની જેમ ખુશી થી જીવન જીવતા હતા. પરંતુ કોરોનામાં પ્રજેશભાઈ નું અચાનક મૃત્યુ થયું .
આથી તેમનો એકનો એક પુત્ર અને પત્ની નિરાધાર બન્યા હતા ને તેમની જવાબદારી પ્રજેશભાઈ ના પિતા પર આવી ગઈ હતી. ભીખુભાઈ પુત્રવધુને દીકરીની જેમ સાચવતા હતા .સમય જતા પુત્રવધુ નું સગપણ કરવાનો વિચાર કર્યો .કુટુંબ ના લોકો એ પણ આ વાત થી સહમતી દર્શાવી ,ત્યારબાદ અમદાવાદ માં નોકરી કરતા હાર્દિકભાઈ કેશવાલા સાથે પુત્રવધુ નું સગપણ ગોઠવવામાં આવ્યું .
અને તમામ રીત રીવાજો સાથે ભીખુભાઈ એ પુત્રવધુ ચેતનાના લગ્ન દીકરીની જેમ કરાવ્યા હતા ,અને તમામ કરિયાવર પણ આપ્યો હતો જે એક દીકરીને સાસરે મોકલતી વખતે આપવામાં આવે .એમ ચેતના બેનના ભાઈ તુષારભાઈ રાખોલિયા એ જણાવ્યું હતું.