જો તમે પણ સવારે ખાલી પેટ ચા પીવો છો તો ચેતી જજો તમને પણ થઈ શકે છે આવી ગંભીર બીમારી….

ઘણા લોકો એવા હોય છે કે જેમને સવારે ઉઠતા જ ચા પીવાની ટેવ પડી ગઈ હોય છે.ઘણા લોકો એવા પણ જોવા મળે છે કે જે ખાલી પેટે ચા નું સેવન કરતા હોય છે.પરંતુ ત્યારે તેમને જાણ નથી હોતી કે તે આપણા શરીર માટે કેટલું હાનીકારક સાબિત થઈ શકે છે.ચા માં કેફીન જોવા મળે છે જેથી શરીરમાં પેટને સબંધિત સમસ્યા થઈ શકે છે.અને સાથે જ પાચન માં પણ તેની અસર જોવા મળે છે.આથી જો તમે ચા પીતાં સમયે ધ્યાન રાખો કે તે ખાલી પેટે તેનું સેવન કરવામાં ના આવે.ચાની અંદર જોવા મળતું કેફીન અનેક પ્રકારની બિમારીઓ ને આમંત્રણ આપે છે.જે શરીરને નુકશાન પહોંચાડી શકે છે.તો આવો જાણીએ આ બિમારીઓ વિશે.

પેટ ફુલવાની સમસ્યા : ઘણા લોકો એવા હોય છે કે જે દૂધથી બનાવેલી ચા પીતા હોય છે.તેમને આ પેટ ફુલવાની સમસ્યા થતી જોવા મળે છે.આ સમસ્યા દૂધમાં ઉચા પ્રમાણમાં જોવા મળતા લાઇક્તોજ સામગ્રીના કારણે જોવા મળે છે.કે તમારા ખાલી પેટ ને પ્રભાવિત કરે છે.અને તમારા શરીરમાં કબજિયાત અને ગેસ જેવી સમસ્યા ઊભી થાય છે.

તે ઉબકાનું કારણ બની શકે છે: ખાલી પેટ જો ચા પીવામાં આવે તો તેમાં જોવા મલતા કેફીન અને લેક્ટોઝ થી ઊબકાની સમસ્યા થઈ શકે છે.આ સિવાય પણ જો ખાલી પેટ ચા પીવામાં આવે તો શરીરમાં બળતરા ઉત્પન્ન કરે છે. તેનાથી ઉલટી થવાની શક્યતા પણ વધી શકે છે.

શરીરને ડિહાઇડ્રેટ કરે છે: ચા ની અંદર ડ્યુરેતિક ઈફેક્ટ જોવા મળે છે જે તમારા શરીરમાંનું પાણી દૂર કરે છે. આથી જ્યારે તમે સવારે ઉઠો છો ત્યારે પાણી વિના તમારું શરીર સતત આઠ કલાક ની ઊંઘ ન કારણે પહેલેથી જ ડિહાઈડ્રેડ થઈ ગયું હોય છે.આવી સ્થિતિમાં જ્યારે તમે સવારે ખાલી પેટ ચા પીઓ છો ત્યારે તમારું શરીર વધુ પડતા ડિહાઇડ્રેશનનું કારણ બની શકે છે જેનાથી સ્નાયુઓમાં ખેંચાણ અનુભવ થઈ શકે છે.

દાંતની સમસ્યા ઊભી થાય: સવાર સવારમાં ચા પીવામાં આવે તો તે આપણા દાતના ઇનેમાલને નુકશાન પહોંચાડી શકે છે.એવું એટલા માટે થાય છે કે મોઢામાં રહેલા બેક્ટેરિયા ખાંડને તોડી નાખે છે જેનાથી મોંની અંદરના એસિડનું પ્રમાણ વધી જાય છે.જેનાથી તમારા દાંતની સમસ્યા થઈ શકે છે.

મેટાબોલિક પ્રવૃત્તિમાં ખલેલ પહોંચાડે છે : સવારે ખાલી પેટ ચા પીવાથી પેટમાં એસિડિક અને આલ્કલાઇન પદાર્થોનું સંતુલન બગડી જાય છે.જેના કારણે શરીરની મેટાબોલિક સિસ્ટમમાં ફેરફાર જોવા મળે છે જેથી શરીરની નિયમિત મેટાબોલિક પ્રવૃત્તિમાં ખલેલ પહોચે છે અને શરીરમાં વધુ સમસ્યાઓનું કારણ બની શકે છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.