જો તમારું પણ કોઈ બેંકમાં એકાઉન્ટ છે તો તમને પણ આ રીતે ફ્રીમાં મળી શકે છે રુ. 2 લાખ સુધીનો ફાયદો બસ આટલું કામ કરવું પડશે… જાણો વિગતે
મિત્રો તમને જણાવી દઈએ કે બેંક પોતાના જન ધન ખાતાધારકોને 2 લાખ રૂપિયા સુધીનો લાભ આપી રહી છે. આ યોજના આર્થિક રીતે નબળા વર્ગના લોકોને ફાયદાકારક રીતે નાણાકીય સેવાઓ, બેંકિંગ સેવિંગ અને ડિપોઝિટ ખાતા, ક્રેડિટ, વીમા, પેન્શનની સુલભતા સુનિશ્ચિત કરે છે. મિત્રો તમે ચોંકી જતા નહીં ખરેખર તમને આ રુ. 2 લાખ સુધીની સુવિધા ફ્રીમાં મળતી હોય છે, પરંતુ મોટાભાગના બેંકના ગ્રાહકોને આ સુવિધા અંગે જાણ હોતી નથી. તમને જણાવી દઈએ કે બેંકની તરફથી જનધન એકાઉન્ટ ધરાવતા ગ્રાહકોને આ સુવિધા આપવામાં આવે છે.
બેંકો ગ્રાહકોને 2 લાખ રુપિયા સુધીના એક્સિડેન્શિયલ ઈન્શ્યોરન્સ કવરની સુવિધા આપે છે. તો ચાલો જાણીએ બેંકની આ યોજના વિશે તમામ માહિતી. તમને જણાવીએ તો જન ધન ખાતાના લાભો 6 મહિના બાદ ઓવરડ્રાફ્ટની સુવિધા 2 લાખ રૂપિયા સુધીનું અકસ્માત વીમા કવચ રૂ. 30,000 સુધીનો જીવન વીમો, જે પાત્રતાની શરતોની પરિપૂર્ણતાને આધીન લાભાર્થીના મૃત્યુ પર ઉપલબ્ધ છે.
તેમજ આ ડિપોઝિટ પર વ્યાજ મળે છે.ખાતા સાથે ફ્રી મોબાઈલ બેંકિંગની સુવિધા પણ આપવામાં આવે છે. જન ધન ખાતું ખોલનારને રૂપે ડેબિટ કાર્ડ આપવામાં આવે છે, જેમાંથી તે ખાતામાંથી પૈસા ઉપાડી શકે છે અથવા ખરીદી કરી શકે છે. જન ધન ખાતા દ્વારા વીમા, પેન્શન ઉત્પાદનો ખરીદવા સરળ છે. જો જન ધન ખાતું હશે તો પીએમ કિસાન અને શ્રમયોગી માનધન જેવી યોજનાઓમાં પેન્શન માટે ખાતું ખુલી જશે. આમ દેશભરમાં મની ટ્રાન્સફરની સુવિધા સરકારી યોજનાઓના લાભના રુપિયા સીધા જ ખાતામાં આવે છે.
આમ જેમની પાસે Jan Dhan Accouts છે, તેઓ બેંકમાંથી RuPay PMJDY કાર્ડ મળે છે. 28 ઓગસ્ટ 2018 સુધી ખોલવામાં આવેલા જન ધન ખાતાઓ પર જારી કરાયેલા RuPay PMJDY કાર્ડ માટે વીમાની રકમ 1 લાખ રૂપિયા હશે. 28 ઓગસ્ટ, 2018 પછી જારી કરાયેલા RuPay કાર્ડ પર મફતમાં રૂ. 2 લાખ સુધીના અકસ્માત કવરનો લાભ મળશે. જો તમારે પણ આ લાભ ઉઠાવવો હોય તો માહિતી સ્ટોર કરીને રાખો. તેમજ જો જન ધન એકાઉન્ટ ન હોય તો આ રીતે એપ્લાય કરો.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.