સુ તમને પણ આવા લક્ષણો તમારા શરીરમાં જોવા મળે છે તો જાણો કે તે વિટામીન B12 ની ઉણપના કારણે તો નથી ને ..
શરીરનું સ્વાસ્થ લોકો માટે સારું હોય તે ખુબ જરૂરી છે જે લોકો તંદુરસ્ત હોય છે તેણે આપણે સારું સ્વસ્થ ધરાવનારા વ્યક્તિ કહી શકીએ છીએ .શારીરિક સ્વાસ્થ માટે વિટામીન B12 મહત્વનું પોષક તત્વ છે.તેની ઉણપ થી શરીરનું એનર્જી લેવલ ઘટે છે.અને નર્વસ સીસ્ટમ પ્રભાવ કરે છે.
વિટામીન B12 અનેક તત્વો માંથી પ્રાપ્ત થઇ સકે છે .આપણા શારોરમાં ઉમર વધવાની સાથે વિટામીન B12 ને સંપૂર્ણ રીતે નથી શોષી શકતું .આ કારણે ઉમર વધવાની સાથે ઘણી વાર શરીરમાં B12 ની ખામી જોવા મળે છે.આ B12 ની ખામી ને જાણવાના લક્ષણો વિષે આજે આપણે વાત કરશું .
વિટામીન B12 ની ઉણપ ના લક્ષણોની ઓળખ :-
- ત્વચાનું પીળું થવું
તમારી ત્વચા જો પીળી પડી રહી છે તો તે વિટામીન B12 ની ખામી નું લક્ષણ હોઈ સકે છે.કારણકે ,B12 ની ઉણપ થવાથી શરીરમાં હેલ્ધી રેડ બલ્ડ સેલ્સની પણ ઉણપ જોવા મળે છે આ કારણે ત્વચા પીળી પાડવા લાગે છે .
- માથાનો દુખાવો
સામાન્ય રીતે દરેકને ક્યારેક ને ક્યારેક માથાનો દુઃખાવો થતો હોય છે પરંતુ જો આ દુઃખાવો રોજ થવાનું કારણ વિટામીન B12 મી ખામી નું હોઈ સકે છે,કારણ કે વિટામીનનું પ્રમાણ ઘટવાના કારણે માથામાં દુખાવો થવા લાગે છે.
- પેટ સાથે જોડાયેલી સમસ્યા
વિટામીન B12 ની લીધે પેટની પણ સમસ્યા થઇ સકે છે.જો તમને ઝાડા,કબજિયાત,પેટમાં ગેસ,પેટ નું ફૂલવું અને ઉબ્કાની સમસ્યા ડર બીજા દિવસે થવા લાગે છે,તો તમારે વિટામીન B12 ઉપર ધ્યાન આપવું જોઈએ .
- ચક્કર આવવા
માણસના શરીરમાં ઘણીવાર તબિયત સારી ના હોવાને કારણે પણ ચક્કર આવતા જોવા મળે છે પરંતુ વિટામીન B12 ની ખામીના કારણે જો શરીરમાં કોશો સારી રીતે કામ ના કરી શકે તો વારંવાર ચક્કર આવવા અને માથું ફરતું હોય એવું લાગે છે.
- ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી
જો શરીરમાં કૈક ખામી હોય કે તબિયત સારી ના જણાય તો શરીર કોઈ બાબતો કે વસ્તુમાં ધ્યાન આપી શકતું નથી અને થાક નો અનુભવ કરવા લાગે છે,આમ જ જો શરીરમાં વિટામીન B12 પૂરતા પર્માણમાં ના હોય તો કોઈ પણ વસ્તુમાં ધ્યાન લાગતું નથી અને અસ્વસ્થતાનો અનુભવ થાય છે .તેમજ ખાસ કરીને વાંચવામાં મુશ્કેલી જોવા મળે છે.
આપણા આહારમાં વિટામીન B12 ના સારા સ્ત્રોત ગણાતા દૂધ ,માંસ ,માછલી ,ઈંડા ,ચીઝ ,dahi વગેરે નો સમાવેશ કરવો જોઈએ .આ સાથે બજારમાં મળતા લીલા શાકભાજી અને બીટ તથા ઋતુ મુજબ આવતા દરેક ફળોને પણ રોજીંદા આહારમાં ઉપયોગ કરવો જોઈએ .આહારમાં તેનો સમાવેશ કરવાથી વિટામીન B12 ની ઉણપ સામે લાદવામાં ફાયદો થાય છે.