જો તમે પણ તમારા બાળક ને મશ આંજતા હોય તો ખાસ જાણી લેજો ડોક્ટરે જણાવેલી આ વાત…

ભારતમાં આમ તો દરેક નાના બાળકો ને આંખો માં કાજળ એટલે કે મશ લગાડવામાં આવતી હોય છે. એવું માનવામાં આવે છે કે, કાજળ આખો માં લાગવાની સાથે માથા પર અને હાથમાં પણ લગાડવું જોઈએ. જેનાથી ખરાબ નજર ના લાગે. વાસ્તવમાં એવું માનવામાં આવે છે કે કાજળનું  કાળું ટપકું બાળક ને ખરાબ નજર થી બચાવે છે અને આંખો માં કાજલ લગાડવાથી આંખો મોટી બતાય છે. આમાં કદાચ તમને એ જાણ હશે જ કે બાળકો ને આંખ માં કાજલ લાગવાથી તેમની આંખો ને નુકશાન પણ થઇ સકે છે.

જી  હા એટલે  તો પહેલાના જમાનામાં ઘરના બનેલા કાજલ નો જ ઉપયોગ કરવામાં આવત્તો હતો, પરંતુ આજ ના સમય માં બજારમાં કેમિકલ યુક્ત કાજળ મળવા લાગ્યા છે જેનાથી બાળકો ની આંખો ને નુકશાન થઇ સકે છે. નાના બાળકો ને આંખમાં મસ ( કાજળ ) લગાડવાથી થતું નુકશાન વિષે તો ચાલો  આપડે જાણ્યે. કાજળમાં રહેલા કેમિકલ્સ માત્ર બાળકો ની આંખ ને જ નહિ પરંતુ બાળકોમાં નર્વસેસ સીસ્ટમ પણ ઉભી કરે છે. બાળકો બહુ  જ કોમલ હોય છે આથી આવા ઇન્ફેકશન વધુ લાગી સકે છે.

કાજળ થી નુકશાન કોઈ પણ વ્યક્તિ ને થઇ સકે છે અને એમાં પણ બાળકો ને વધુ તેની ગંભીર અસરો જોવા મળે છે.  કાજળમાં આવેલો લેડ બાળકો ના માટે બહુ ખતરનાક હોય છે વાસ્તવમાં કાજલનો જો રોજ વપરાસ કરવામાં આવે તો શરીરમાં લેડ જમા થઇ જાય છે અને લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરવાથી લેડ ની માત્ર વધી પણ સકે છે. અને કીડની થી જોડાયેલી બીમારી નું કારણ બની સકે છે. કાજળમાં રહેલો લેડ બાળકો ને બહુ ખતરનાક સાબિત થઇ સકે છે. તેનો નકારાત્મક અસર બોન મેરો પર જોવા મળે છે આની સાથે જ માંસપેશીઓની વિકાસમાં પણ અસર થાય છે.

અને લાંબા સમયે કીડની ને લગતી સમસ્યા ઉભી થઇ છે. કાજળ લગાવતા બાળકો પોતાની આંખ ને રગડે છે જેનાથી આ કાજલ ની કળી તેની આંખો માં અંદર જાય છે જેનાથી ઇન્ફેકશન નો ખતરો વધે છે અને આ  આગળ વધતા બાળકો ની આંખો ની સમસ્યાનું કારણ બને છે. જો તમે બાળકો ને કાજલ લગાડવાનું ચાહતા હોય તો કાજળ ઘરે બનાવી શકો છો એના માટે  ૪-૫ બદામ લઇ ને તેને  કાંટાળી ચમચીમાં લઇ તેને થોડી સળગાવી ને એક પ્લેટમાં લઇ આ બાદમ ની બળી જે રાખ બને છે.તે રાખ માં થોડા શુદ્ધ ઘી ના ટીપા નાખી તેની કાજળ બનાવી લો . આ કાજળ તમારા બાળકો ને કોઈ નુકશાન પહોચાડશે નહિ અને તે આંખ ને ઠંડક પણ આપે છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *