જો માખી મચ્છર નો ત્રાસ રહેતો હોય તો આ એક ઉપાય અજમાવી જુવો! નીરાશ નહી થાવ
માખી અને મચ્છર નો ઉપદ્વવ દરેક જગ્યાએ હોય છે.અને એનાથી દરેક લોકો ક્યારેકને ક્યારેક પરેશાન થયા જ કરે છે.માર્કેટમાં મચ્છર ભગાડવા માટે જાત જાતની પ્રોડકટ મળતી હોય છે.પણ આનો ઉપયોગ કરવો આપણા સ્વાસ્થ્ય માટે સારું નથી.અને આપણે બધાએ વાત જાણવી જ જોઈએ
ઘણીવાર સંજોગોને આધીન ઘરની બહાર સુવા પર આપડે મજબુર બનતા હોઈએ છીએ .ત્યારે આ માખી મચ્છર કઈ રીતે ઊંઘ બગાડે છે એનો અનુભવ થાય છે. તેમજ જયારે ઘરે લાઈટ ના હોય ત્યારે આવા માખી મચ્છર નો ત્રાસ વધુ પ્રમાણમાં જોવા મળે છે.પછી આખી રાત મચ્છરને મારવાના ચક્કર માં ઊંઘ આવતી નથી .
ગરમીના અને ચોમાસાની ઋતુમાં આવા માખી ને મચ્છરોનો ત્રાસ અતિ જોવા મળતો હોય છે.દિવસમાં માખી હેરાન કરે છે અને રાત્રે લોકો ઊંઘી જાય પછી મચ્છર ભાઈ આવે છે જે લોકોને ઊંઘવા દેતા નથી પણ સાથે સાથે લોકોનું લોહી પણ ચૂસી લે છે .તો એવી પરીસ્થિતિ માટે અમે તમારા માટે એક એવો ઉપાય લઈને આવ્યા છીએ કે જે તમને મચ્છર અને માખીના ઉપદ્રવ થી તમને બચાવશે. આવો તેમના વિશે તમને જણાવીએ .
મિત્રો અમે જે ઉપાય લઈને આવ્યા છીએ તે એક સરળ ઉપાય છે.એના માટે જરૂરી વસ્તુઓ પણ તમારા ઘરમાં જ મળી જશે .આ ઉપાય કરવા માટે તમે સૌથી પહેલા એક લીંબુ લો,તેને વચ્ચેથી કાપી લો,પછી એના બંને ટુકડા અલગ અલગ કરી લો .અને આ ટુકડામાં ૧૦_૧૫ લવિંગ ભરવી દો.આ ટુકડાને તમારી આજુ બાજુ મૂકી દો .જેનાથી પછી મચ્છર તમારી નજીક આવવની હિમત નહિ કરે.
તો મિત્રો હવે જયારે પણ તમે ક્યાય બહાર આઉટીંગ પર જાવો છો,તો પોતાની સાથે લીંબુ અને લવિંગ જરૂર રાખવા જોઈએ.તે માખી અને મચ્છર ને દુર ભગાડવામાં તમારી મદદ કરશે.આ ઉપાય એક ખુબ સરળ અને સારો ઉપાય છે.આમાં તમ્રે વધુ મહેનત કરવાની જરૂર નથી. ૨ મીનીટમાં તો તમે આને તેયાર કરીને ઉપયોગમાં લઇ શકો છો .