જો તેમ પણ પથરીની સમસ્યા થી પરેશાન છો તો આ ઉપાય અજમાવી જુવો, આ ઉપાય કરવાથી શરીરમાં જામેલી પથરી…..

હાલમાં ચોમાસાની ઋતુ શરૂ થઈ છે આથી આ ઋતુ અનેક લોકોને બહુ જ ગમતી હોય છે તો ઘણા લોકો એવા પણ હોય છે કે જે આ ઋતુને પસંદ કરતા નથી. નાના બાળકો ને તો આ ઋતુ એટલી વધારે પ્રિય હોય છે કે વરસાદ શરૂ થતાં જ તેઓ નાહવા પહોંચી જાય છે.વરસાદ બધી જગ્યા એ ભિન્ન ભિન્ન વરસી રહ્યો છે ક્યાંક જગ્યાએ વધુ પ્રમાણમાં વરસે કે ત્યાંના લોકો ને જીવવું પણ નસીબ બનતું નથી અને આવામાં પુર જેવી સમસ્યા આવતા અનેક ગામો જલમગન બની જતા હોય છે. તો ઘણા એવા પણ વિસ્તાર હોય છે જ્યાં વરસાદ નું એક ટીપુ પણ નસીબ થી મળતુ હોય છે.

આમ વરસાદ થી અનેક સમસ્યા શરૂ થતી જોવા મળે છે.વરસાદની ઋતુ આવતા જ તેની સાથે અનેક રોગોના ઉદભવ પણ થાય છે .સાથે આવા રોગના ઉપચાર માં મદદરૂપ સાબિત થતાં ફળ ની મોસમ પણ જામી હોય છે.આથી લોકો શરીરની સમસ્યા નો ઉપાય આ મોસમમાં થતાં ફળોથી કરતા હોય છે જેથી શરીરની તકલીફો દૂર કરી શકાય છે.ઘણા લોકોને શરીરમાં પથરી ની સમસ્યા હોય છે.લોકોને પથરી કિડની અને મૂત્રાશયમાં જોવા મળતી હોય છે. જેના કારણે પથરીના દર્દીઓને પેટમાં બહુ જ દુખાવો થતો જોવા મળે છે.

 

આવી દુખાવો કોઈ પણ સ્થળે અને ક્યારે થાય તે કહી શકાતું નથી.લોકો આ પથરીની સમસ્યાથી છુટકારો મેળવવા અનેક ઉપાયો અને દવા કરતા હોય છે. અનેકો પ્રયત્નો કરતા પણ લોકોને શરીરમાં રહેલી પથરીની સમસ્યા દૂર થતી નથી.આથી અમે એક એવો ઉપાય લઈને આવ્યા છીએ કે જે પથરીની આ સમસ્યાને દૂર કરવામાં મદદ કરશે. પથરીની સમસ્યા ને દૂર કરવા માટે આપણે બીજોરું નામના ફળનો ઉપયોગ કરવાનો છે. બીજોરુ શરીરમાં રહેલી પથરીના ઈલાજ માટેનો રામબાળ ઉપાય ગણી શકાય છે.

બિજોરું ને લીંબુના ભાઈ તરીકે પણ ઓળખવામાં આવે છે કેમ કે તે લીંબુ જેવું જ દેખાય છે. જે લોકો ને પથરીની સમસ્યા હોય તો તેવા લોકોએ બિજોરુ લઇ તેનો રસ કાઢી તેને ફ્રીઝ માં મૂકવું. આ ઉપાય કરવા માટે ૫૦ ગ્રામ બીજોરુનો રસ લેવો. તેની અંદર સિંધવ મીઠું નાખવું અને આ રસને સવારે ઉઠી નરણાં કોઠે પીવું. આ રસ ને પીધા પછી તમારે એક કલાક સુધી કંઈ ખાવા પીવાનું નથી. જો આ ઉપાય થોડા દિવસ સુધી કરવામાં આવે તો શરીરમાં રહેલી પથરીનો ભુક્કો થઈ શરીર ની બહાર નીકળી જશે. આમ આ ઉપાય કરવાથી શરીરમાં રહેલી પથરીની સમસ્યાથી બચી શકાય છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *