પાવાગઢ જવાનુ વિચારતા હોય તો આ જાણી લેજો કે 16 થી 18 તારીખ દરમ્યાન સામાન્ય જનતા માટે મંદિર બંધ રહેશે કારણ કે…

આગામી તારીખ ૧૮ જુન ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાવાગઢ માં વિકાસના કામોના લોકાર્પણ માટે આવી રહ્યા છે જેને લઈને ૧૬ જુનના બપોરે ૧૨  વાગ્યાથી ૧૮ જુન ના બપોરે ૩ વાગ્યા સુધી પાવાગઢ મંદિર દર્શન માટે બંધ રાખવાનો પાવાગઢ મંદિર ટ્રસ્ટે જણાવ્યું હતું.વડાપ્રધાન મોદી માલવાહક રોપ વે માં જાય તેવી શક્યતા છે.જેના માટે ૪ ટ્રોલી બનાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે.

પાવાગઢ મંદિર ટ્રસ્ટના સેક્રેટરી અશોક પંડ્યા એ પ્રેસ કોન્ફરન્સ ને સબંધીને જણાવ્યું હતું કે,વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડા તળાવથી માંચી સુધી રોડ પર આવશે અને ત્યાર બાદ રોપ વે ના માધ્યમ થી આગળ જશે .વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાંચર ચોક સહિતના અનેક કામોનું લોકાર્પણ કરશે.ત્યારબાદ વડાપ્રધાન મહાકાલી માતાના દર્શને જશે .આથી જાહેર જનતા  માટે તા ૧૬ થી ૧૮ જુન સુધી પાવાગઢ મંદિર બંધ રહેશે  

આ સમયે પંડિતો, ને ભૂદેવો મંદિરમાં પૂજા વિધિ કરાવસે . મંદિરની નજીક જ સટેજ બનાવવામાં આવ્યું છે, જ્યાં વડાપ્રધાન મોદીનું સ્વાગત  કરવામાં આવશે. જ્યાં વડાપ્રધાન ટ્રસ્ટીઓ સાથે વાર્તાલાપ કરશે . આ સમયે સંતો ,મહંતો, CM ,ગૃહમંત્રી ,ધારાસભ્યો ,અને સંસંદ હાજર રહેશે.આ પ્રસંગે  કંજરી રામજી મંદિરના મહંત અને અખિલ ભારતીય સંઘ સમિતિના ઉપપ્રમુખ રામશરણ દાસજી મહારાજ સહીત ૧૭ જેટલા સંતો હાજરી આપશે.

ઉલ્લેખનીય છે કે,હજુ એ નિર્ણય કરાયો નથી કે મોદીજી પેસેન્જર રોપ  વે માં જશે કે માલવાહક રોપ વે માં જશે .આનો નિર્ણય હજુ બાકી છે.જોકે પેસેન્જર રોપ વે માં જાય તો ૫૦૦ જેટલા પગથીયા ચડવા પડે,જેથી સુરક્ષા નો પ્રશ્ન ઉભો થાય છે,અને જો માલવાહક રોપ વે માં જાય તો તેઓ સીધા મંદિર પરિસરમાં પહોચી જાય. જેથી મોદી માલવાહક રોપ વે માં જાય તેની શક્યતા છે. જેના માટે ૪ ટ્રોલી બનાવવાની કામગીરી ચાલી રહી છે આજે રેંજ IG એમ .એસ .ભરાડા એ મંદિર ટ્રસ્ટીઓ સાથે મુલાકાત કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૧૭ અને ૧૮ જુને ગુજરાત માં આવશે, વડાપ્રધાન ૧૭ જુને ગાંધીનગર રાજભવન માં રાત્રી રોકાણ કરશે . ૧૮ મી  જુને સવારે ૯ :૧૫ કલાકે પાવાગઢ ખાતે મહાકાલી માતાજીના દર્શન કરશે અને ત્યાર બાદ ૧૧ :૩૦ કલાકે વિરાસત વન ( પાવાગઢ  નજીક ની જગ્યા ) ની મુલાકાત લેશે.

ત્યારબાદ વડોદરા ખાતે રેલવેના વિવિધ પ્રકારના ૧૬,૩૬૯ કરોડના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે.વડોદરાના લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે બપોરે ૧૨ :૩૦ કલાકે “ ગુજરાત ગૌરવ અભિયાન “ કાર્યક્રમ યોજાશે.આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજરી આપશે .સરકારના પવિત્ર યાત્રા ધામ વિકાસ બોર્ડ અને માર્ગ અને મકાન વિભાગ ના સંયુક્ત ઉપક્રમે વર્ષ ૨૦૧૭ માં મધ્ય ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ના વિકાસના કામો માટે રૂપિયા ૧૨૧ કરોડની મોટી રકમ ફાળવવામાં આવી હતી .

૨૦૧૭ થી જ પાવાગઢ ખાતે વિકાસના કામોનો આરંભ કરાયો હતો.જે તમામ વિકાસના કામો પૂર્ણ કરી દેવામાં આવ્યા છે, નીજ મંદિરમાં એક સાથે બે હજાર ભક્તો  મહાકાલી માં ના દર્શન કરી સકે એવું વિશાળ પરિસર બનાવવામાં આવ્યું છે.તો બીજી બાજુ નીજ  મંદિર સુધી પહોચવા માટેના પગથીયા ની પહોળાઈ માં વધારો કર્યો છે. નીજ  મંદિરને પણ વિવિધ પ્રકારના નકશી કામથી અદભુત સજાવવામાં આવ્યું છે.  

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *