શું કોઈ દિવસ ઘોડા પર બેસીને શાળા એ ગયેલા તો જાણો આ નાના છોકરા વિષે જે રોજ ઘોડા પર શા માટે જાય છે…

આ મોંઘવારી નાં જમાનામાં કોણ હેરાન નથી થતું હોતું ખાસ કરીને ગરીબ અને બેરોજગાર લોકો ને મોંઘવારી ખુબજ મુશ્કેલી ની બાબત બની જાતી હોઈ છે જેથી રોજ બરોજ નું કામ કરીને રોજી રોટી ખાવી પણ મુશ્કેલ બનતી હોઈ છે. જયારે હાલના સમય માં છત્તીસગઢમાં એક ઘોડેસવાર સ્ટુડેંટ અત્યારે ચર્ચા માં છે. તે બાઈક, કાર, બસ કે સાઇકલ નહિ પરંતુ તેના ઘોડા પર તે શાળા એ જતો નજર આવી રહ્યો છે. આ છોકરો જેનું નામ મનીષ યાદવ છે તેને ઘોડા પર શાળા એ જતા જોઈ લોકો ના હોશ ઉડી ગયા હતા.

આ છોકરાને ઘોડા પર જોઈ લોકો તેને તેનું નામ અને સરનામું પૂછવા લાગ્યા હતા. તેમજ તેનું ઉમર ૧૨ વર્ષ છે તેની હાઈટ ઓછી હોવાને કારણે તેને ઠેકડો મારી ઘોડા પર ચડવું પડે છે. આમ મનીષ શાળા એ જવા માટે રોજ સવારે ૯ વાગે નીકળ છે. અને તેની સ્કુલ નું નામ બેલગહનાંની પ્રાથમિક સ્કુલ જાય છે. અને પાછા આવવાનો સમય ૪ વગ્યા નો, તેમજ તેને જોવા માટે છોકરાઓ નાં ટોળા વળી જતા હોઈ છે. અને તે છોકરાઓ પણ ઘરે કહેવા લાગે છે કે પપ્પા અમારે પણ આવી રીતે ઘોડા પર સવાર થઇ ને સ્કુલ જાવું છે.

આમ મનીષ ૧ મહિનાથી ઘોડા પર બેસીને સ્કુલ જાય છે. અને ત્યાં પણ તેના ઘોડાને તે સાચવીને રાખે છે. આને મનીષ જયારે ક્લાસ માં હોઈ ત્યારે તેનો ઘોડો બહાર રોડ પર નીકળી પડે છે અને જયારે પાછો આવે છે ત્યારે મનીષ તેને શીલે બાંધી દે છે. આમ મનીષ  એ પણ જણાવ્યું કે તેને ઘોડા પર બેસીને સ્કુલ જવું ગમે છે. તેમજ તેને ઘોડે સવારી તેના દાદા દાઉરામેં તેને શીખડાવી હતી. તેમજ તેના ઘરમાં ગાય અને પશુ પણ છે જેના માધ્યમ થી તે આસપાસનાં વિસ્તારોમાં દૂધ વેચવાનું કામ કરે છે.

આમ ગામ થી બેલગહના સુધી નો રોડ સારો નો હોવાથી ગામ નાં લોકો અને બીજા વિદ્યાર્થી ઓ પગપાળા કરીને સ્કુલ જતા જોવા મળે છે અને વરસાદ નાં મોસમ માં ખુબજ મુશ્કેલી પડતી હોઈ છે કારણકે રસ્તા પર ખુબજ કીચડ થતું જોવા મળે છે અને આવવા જવામાં ઘણી મુશ્કેલી પડે છે. આમ રસ્તો સારો નો હોંવાથી મનીષ રોજ તેના ઘોડા પર સ્કુલ જતો જોવા મળે છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *